ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IPL-2025 : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે MI vs PBKS, પંજાબે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને પંજાબ કિંગ્સ (Punjab Kings) વચ્ચે રોમાંચક મુકાબલો યોજાઈ રહ્યો છે. જેમાં પંજાબે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. વાંચો વિગતવાર.
07:47 PM Jun 01, 2025 IST | Hardik Prajapati
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને પંજાબ કિંગ્સ (Punjab Kings) વચ્ચે રોમાંચક મુકાબલો યોજાઈ રહ્યો છે. જેમાં પંજાબે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. વાંચો વિગતવાર.
IPL 2025 Gujarat First---+

IPL-2025 : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં આજે ક્વોલિફાયર-2 મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને પંજાબ કિંગ્સ (Punjab Kings)  વચ્ચે રોમાંચક મુકાબલો યોજાઈ રહ્યો છે. જેમાં પંજાબે ટોસી જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યુ છે.આ મેચની વિનર ટીમ 3 જૂને ફાઈનલમાં RCB સામે ટકરાશે. આજની મેચ પંજાબ વાપસી કરવા માટે રમશે, કારણ કે તેણે તાજેતરમાં જ RCB સામે હારનો ભોગ બનવું પડ્યું હતું. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સનો ઉત્સાહ આસમાને હશે, કારણ કે તેણે ગુજરાત ટાઈટન્સને હરાવીને ક્વાલિફાયર-2માં પ્રવેશ મેળવ્યો છે.

બંને ટીમો અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

IPL-2025 ની ક્વાલિફાયર-2 આજે અમદાવાદના Narendra Modi Stadium માં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાવાની છે. આ સ્ટેડિયમ અને આ બંને ટીમો વચ્ચેના ઈતિહાસ પર નજર કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સ માટે ખરાબ સમાચાર એ છે કે, આ સ્ટેડિયમમાં અત્યાર સુધી સતત 5 મેચ હારી ચૂક્યા છે. તેઓ અહીં 6 મેચમાંથી ફક્ત 1 જ મેચ જીતી શક્યા છે. બીજી તરફ પંજાબ કિંગ્સના શાનદાર પ્રદર્શનની શરૂઆત નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી થઈ હતી. ઈન્ડિયન પ્રીમિયર લીગની તેમની પહેલી મેચમાં, કિંગ્સે 5 વિકેટે 243 રન બનાવ્યા અને ગુજરાત ટાઈટન્સને 11 રનથી હરાવીને તેમની સિઝનની શાનદાર શરૂઆત કરી હતી.

MI vs PBKS: હેડ ટુ હેડ રેકોર્ડ

આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાનાર મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેના હેડ ટુ હેડ રેકોર્ડ જોઈએ તો મુંબઈ અત્યાર સુધી રમાયેલી 32 મેચોમાં 17 વખત જીત્યું છે જ્યારે પંજાબ 15 મેચ જીતી છે. ક્વોલિફાયર-2 વિશે વાત કરીએ તો, MI નો રેકોર્ડ 2-2 છે જ્યારે પંજાબે પહેલા ફક્ત એક જ વાર ક્વોલિફાયર-2 માં ભાગ લીધો છે. વર્ષ 2014 માં જ્યાં તેણે ચેન્નાઈને 24 રનથી હરાવી દીધું હતું.

આ પણ વાંચોઃ  IPL : જો આજે PBKS vs MI ક્વોલિફાયર-2 માં વરસાદ પડે તો કઈ ટીમ રમ્યા વિના બહાર થઈ જશે, જાણો શું છે નિયમો

Mumbai Indians પ્લેઈંગ - 11

Mumbai Indians ની પ્લેઈંગ-11 માં રોહિત શર્મા, જોની બેરસ્ટો (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, રાજ બાવા, મિશેલ સેન્ટનર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરાહ, રિચર્ડ ગ્લેસન અને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે અશ્વની કુમારનો સમાવેશ થાય છે.

Punjab Kings પ્લેઈંગ - 11

Punjab Kings પ્લેઈંગ - 11 માં પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, શ્રેયસ ઐયર (કેપ્ટન), જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, અઝમતુલ્લા ઉમરઝાઈ, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ, કાયલ જેમિસન અને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે વિજયકુમાર વૈશ્યનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ  MI vs GT : ગુજરાત ટાઇટન્સની હારનો સૌથી મોટો વિલન કોણ? કેચ છોડ્યા, હિટ વિકેટ થયો અને...

Tags :
An exciting matchfinal matchGujarat FirstGUJARAT FIRST NEWSHardik PandyaIPL 2025June 3Mumbai IndiansNarendra Modi Stadiumpunjab kingsRoyal Challengers Bangaloreshreyas iyerThe second semi-final
Next Article