Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ms Dhoni સામેના માનહાનિ કેસમાં હાઇકોર્ટનો મોટો આદેશ

ભૂતપૂર્વ કેપ્ટન Ms Dhoni પર લાગ્યા ગામ ગંભીર આરોપ (Ms Dhoni) 10 વર્ષ જૂના માનહાનિના કેસમાં સુનાવણી શરૂ સુનાવણી દરમિયાન હાજર રહેશે ધોની Ms Dhoni : IPL સ્પોટ ફિક્સિંગ કેસમાં ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની પર(Ms Dhon) ગંભીર આરોપો લગાવનારાઓ...
ms dhoni સામેના માનહાનિ કેસમાં હાઇકોર્ટનો મોટો આદેશ
Advertisement
  • ભૂતપૂર્વ કેપ્ટન Ms Dhoni પર લાગ્યા ગામ ગંભીર આરોપ (Ms Dhoni)
  • 10 વર્ષ જૂના માનહાનિના કેસમાં સુનાવણી શરૂ
  • સુનાવણી દરમિયાન હાજર રહેશે ધોની

Ms Dhoni : IPL સ્પોટ ફિક્સિંગ કેસમાં ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની પર(Ms Dhon) ગંભીર આરોપો લગાવનારાઓ માટે ખરાબ દિવસો શરૂ થઈ ગયા છે. મદ્રાસ હાઈકોર્ટે ધોની દ્વારા દાખલ કરાયેલા 10 વર્ષ જૂના માનહાનિના કેસમાં સુનાવણી શરૂ કરવાનો આદેશ આપ્યો છે.એમએસ ધોનીએ બે મોટા મીડિયા સંગઠનો, એક ફેમસ પત્રકાર અને નિવૃત્ત આઈપીએસ અધિકારી જી. સંપત કુમાર સામે 100 કરોડ રૂપિયાના નુકસાનની માગણી સાથે આ કેસ દાખલ કર્યો હતો. એવો આરોપ છે કે આ લોકોએ આઈપીએલ સટ્ટાબાજી કૌભાંડમાં એમએસ ધોનીનું નામ ખેંચ્યું હતું.

સુનાવણી દરમિયાન હાજર રહેશે ધોની

એમએસ ધોનીએ એક સોગંદનામું દાખલ કર્યું હતું જેમાં તેને 2014 થી પેન્ડિંગ માનહાનિ કેસની સુનાવણી આગળ વધારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એમએસ ધોનીએ કહ્યું હતું કે તે 20 ઓક્ટોબર 2025 થી 10 ડિસેમ્બર, 2025 ની વચ્ચે ઉલટતપાસ માટે ઉપલબ્ધ રહેશે. એમએસ ધોનીએ સોગંદનામામાં કહ્યું છે કે, 'હું એડવોકેટ કમિશનરને સંપૂર્ણ સહયોગ કરીશ અને કેસ અને પુરાવા દાખલ કરવા અંગે જાહેર કરાયેલી તમામ સૂચનાઓનું પાલન કરીશ.'

Advertisement

આ પણ  વાંચો -Asia Cup માંથી ભારત અંતિમ સમય પર થશે બહાર? BCCIએ ધારણ કર્યું મૌન

Advertisement

2024માં સુપ્રીમ કોર્ટે આ સજા પર રોક લગાવી દીધી હતી (Ms Dhoni)

તમને જણાવી દઈએ કે કેસની સુનાવણી 10 વર્ષથી વધુ સમય માટે વિલંબિત રહી હતી કારણ કે પક્ષકારોએ વિવિધ રાહતો માટે ઘણી અરજીઓ દાખલ કરી હતી. ડિસેમ્બર 2023 માં ન્યાયાધીશ એસ.એસ. સુંદર અને સુંદર મોહનની ડિવિઝન બેન્ચે નિવૃત્ત આઈપીએસ અધિકારીને ફોજદારી અવમાનનાનો દોષી ઠેરવ્યો હતો અને તેમને 15 દિવસની સાદી કેદની સજા ફટકારી હતી. પરંતુ 2024માં સુપ્રીમ કોર્ટે આ સજા પર રોક લગાવી દીધી હતી.

આ પણ  વાંચો -Mankading Rule Controversy : ક્રિકેટનો વિવાદાસ્પદ નિયમ જેને હવે રન આઉટ તરીકે ઓળખાય છે

શું છે IPL સ્પોટ ફિક્સિંગ કેસ?

તમને જણાવી દઈએ કે IPL સ્પોટ ફિક્સિંગ કેસ વર્ષ 2013 માં થયો હતો. આ કેસમાં શ્રીસંત, અજિત ચંદીલા અને અંકિત ચવ્હાણ જેવા મોટા ખેલાડીઓ સંડોવાયેલા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક એન શ્રીનિવાસનના જમાઈ અને ટીમ પ્રિન્સિપાલ ગુરુનાથ મયપ્પનનું નામ પણ આ કેસમાં સામે આવ્યું હતું. આ કેસ પછી રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ પર IPLમાંથી બે વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

Tags :
Advertisement

.

×