Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મનુ ભાકર સહિત આ 4 ખેલાડીઓને મળશે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર

ભારત સરકારે મનુ ભાકર અને ડી ગુકેશ સહિત 4 ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે 32 ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળ્યા છે. મનુ ભાકર અને ડી ગુકેશ ઉપરાંત હોકી ખેલાડી હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લેટ ખેલાડી પ્રવીણ કુમારને પણ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે.
મનુ ભાકર સહિત આ 4 ખેલાડીઓને મળશે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર
Advertisement
  • મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારની જાહેરાત
  • મનુ ભાકર અને ડી ગુકેશને મળશે ખેલ રત્ન પુરસ્કાર
  • હોકી ખેલાડી હરમનપ્રીતને પણ ખેલ રત્ન પુરસ્કાર
  • પેરા એથ્લિટ પ્રવિણ કુમારને પણ પુરસ્કાર મળશે
  • ઓલિમ્પિકમાં મનુએ શૂટિંગમાં બે બ્રોન્ઝ જીત્યા હતા
  • સૌથી નાની ઉંમરના ચેસ ચેમ્પિયિન છે ડી ગુકેશ

ભારત સરકાર દ્વારા આજે (2 જાન્યુઆરી) રાષ્ટ્રીય રમત પુરસ્કારો 2024ની જાહેરાત કરવામાં આવી છે. યુવા બાબતો અને રમત મંત્રાલયે મનુ ભાકર અને ડી ગુકેશ સહિત 4 પ્રતિભાશાળી ખેલાડીઓને દેશના સર્વોચ્ચ રમત પુરસ્કાર “ખેલ રત્ન” એવોર્ડથી નવાજવાનો નિર્ણય લીધો છે. મનુ ભાકર અને ડી ગુકેશ ઉપરાંત હોકી ખેલાડી હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લેટ પ્રવીણ કુમારને આ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. આ સિવાય 32 અન્ય ખેલાડીઓને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

એવોર્ડ વિજેતાઓ માટે ખાસ સમારંભ

વિજેતાઓને 17 જાન્યુઆરી 2025ના રોજ સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત વિશેષ સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ આપવામાં આવશે. આ સમારંભે રમતજગતના મહાનુભાવો અને દેશના આદરણીય લોકો ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય પુરસ્કારોને અંતર્ગત ખેલાડીઓ ઉપરાંત કોચ, યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને પણ વિવિધ કેટેગરીના એવોર્ડ આપવામાં આવશે. સરકાર દ્વારા વિશેષ સમિતિની ભલામણોના આધારે અને યોગ્ય તપાસ બાદ આ ખેલાડીઓનું નામ પસંદ કરાયું છે. આ રાષ્ટ્રીય એવોર્ડ રમતના ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવનાર ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવે છે. જણાવી દઇએ કે, સરકારે નીચેના ખેલાડીઓ, કોચ, યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને પુરસ્કારો આપવાનું નક્કી કર્યું છે.

Advertisement

Advertisement

આ ખેલાડીઓને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2024 મળ્યો હતો

1. ડી ગુકેશ (ચેસ)
2. હરમનપ્રીત સિંહ (હોકી)
3. પ્રવીણ કુમાર (પેરા એથ્લેટિક્સ)
4. મનુ ભાકર (શૂટિંગ)

જુઓ અર્જુન એવોર્ડ કોને મળ્યો

1. જ્યોતિ યારાજી (એથ્લેટિક્સ)
2. અન્નુ રાની (એથ્લેટિક્સ)
3. નીતુ (બોક્સિંગ)
4. સ્વીટી (બોક્સિંગ)
5. વંતિકા અગ્રવાલ (ચેસ)
6. સલીમા ટેટે (હોકી)
7. અભિષેક (હોકી)
8. સંજય (હોકી)
9. જર્મનપ્રીત સિંહ (હોકી)
10. સુખજીત સિંહ (હોકી)
11. રાકેશ કુમાર (પેરા તીરંદાજી)
12. પ્રીતિ પાલ (પેરા એથ્લેટિક્સ)
13. જીવનજી દીપ્તિ (પેરા એથ્લેટિક્સ)
14. અજીત સિંહ (પેરા એથ્લેટિક્સ)
15. સચિન સર્જેરાવ ખિલારી (પેરા એથ્લેટિક્સ)
16. ધરમબીર (પેરા એથ્લેટિક્સ)
17. પ્રણવ સુરમા (પેરા એથ્લેટિક્સ)
18. એચ હોકાટો સેમા (પેરા એથ્લેટિક્સ)
19. સિમરન જી (પેરા એથ્લેટિક્સ)
20. નવદીપ (પેરા એથ્લેટિક્સ)
21. નિતેશ કુમાર (પેરા બેડમિન્ટન)
22. તુલસીમાથી મુરુગેસન (પેરા બેડમિન્ટન)
23. નિત્યા શ્રી સુમતિ સિવન (પેરા બેડમિન્ટન)
24. મનીષા રામદાસ (પેરા બેડમિન્ટન)
25. કપિલ પરમાર (પેરા જુડો)
26. મોના અગ્રવાલ (પેરા શૂટિંગ)
27. રૂબિના ફ્રાન્સિસ (પેરા શૂટિંગ)
28. સ્વપ્નિલ સુરેશ કુસલે (શૂટિંગ)
29. સરબજોત સિંહ (શૂટિંગ)
30. અભય સિંહ (સ્ક્વોશ)
31. સાજન પ્રકાશ (સ્વિમિંગ)
32. અમન (કુસ્તી)

આ પણ વાંચો:  મેલબોર્ન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા સાથે અમ્પાયરે કરી Cheating!

Tags :
Advertisement

.

×