Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચેમ્પિયન્સ ટ્રોફી સાથે ગુજરાતી ખેલાડીઓની મેદાનમાં યાદગાર ઉજવણી

ભારતીય ક્રિકેટ ટીમે (Indian cricket team) ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (Champions Trophy 2025) ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી હરાવીને ત્રીજી વખત આ ટ્રોફી પોતાના નામે કરી છે.
ચેમ્પિયન્સ ટ્રોફી સાથે ગુજરાતી ખેલાડીઓની મેદાનમાં યાદગાર ઉજવણી
Advertisement
  • ભારતનો ત્રીજો ચેમ્પિયન્સ ટ્રોફી વિજય
  • ન્યૂઝીલેન્ડ પર વિજય સાથે ભારત સૌથી સફળ ચેમ્પિયન
  • ગુજરાતી ત્રિપુટીનો ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન
  • રવિન્દ્ર જાડેજાએ ફટકાર્યો વિજયી શોટ
  • હાર્દિક, અક્ષર અને જાડેજાએ જીતમાં મોટી ભૂમિકા ભજવી
  • ટ્રોફી સાથે ગુજરાતી ખેલાડીઓની મેદાનમાં યાદગાર ઉજવણી
  • 12 વર્ષ બાદ ભારતે ફરી ચેમ્પિયન્સ ટ્રોફી ઊંચકી
  • અક્ષર-જાડેજા-હાર્દિક: ભારતીય જીતના હીરો

ભારતીય ક્રિકેટ ટીમે (Indian cricket team) ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (Champions Trophy 2025) ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી હરાવીને ત્રીજી વખત આ ટ્રોફી પોતાના નામે કરી છે. આ જીત સાથે ભારત વિશ્વની સૌથી વધુ ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ટીમ બની ગયું છે, જેણે ઓસ્ટ્રેલિયાના બે ખિતાબના રેકોર્ડને પાછળ છોડી દીધો. ભારતે આ પહેલાં 2002માં શ્રીલંકા સાથે સંયુક્ત રીતે, 2013માં એમએસ ધોનીના નેતૃત્વમાં અને હવે 2025માં આ ખિતાબ પર કબજો જમાવ્યો છે. આ ઐતિહાસિક જીતમાં ગુજરાતના ત્રણ ખેલાડીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

ગુજરાતી ત્રિપુટીનું યોગદાન

ન્યૂઝીલેન્ડ સામેની ફાઇનલમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 7 વિકેટે 251 રનનો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ભારતે 49 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 254 રન બનાવી લક્ષ્ય હાંસલ કરી લીધું. મેચની છેલ્લી ઓવર બાકી હતી ત્યારે ભારતે આ રોમાંચક જીત મેળવી. આ સફળતાએ ભારતને 12 વર્ષ બાદ ફરી એકવાર ચેમ્પિયન્સ ટ્રોફીને આપણી કહેવાની તક આપી છે. આ જીતમાં ભારતની આખી ટીમે ઉમદા પ્રદર્શન કર્યું, પરંતુ ગુજરાતના ત્રણ ખેલાડીઓ - અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાએ ખાસ છાપ છોડી. અક્ષર પટેલે સમગ્ર ટૂર્નામેન્ટમાં બોલિંગ અને બેટિંગમાં શાનદાર યોગદાન આપ્યું. તેની ફિલ્ડિંગ પણ નોંધપાત્ર રહી, જેમાં તેણે કેટલાક મહત્વના કેચ પકડીને ટીમને મદદ કરી. રવિન્દ્ર જાડેજાએ ટૂર્નામેન્ટ દરમિયાન 5 વિકેટ ઝડપી અને ફાઇનલમાં વિજયી ચોગ્ગો ફટકારીને મેચનો અંત લાવ્યો. હાર્દિક પંડ્યાએ સેમિફાઇનલમાં યાદગાર પ્રદર્શન કર્યું અને ફાઇનલમાં ઝડપી રન બનાવી ટીમ પરનું દબાણ હળવું કર્યું. આ ત્રણેય ગુજરાતી ખેલાડીઓના ઓલરાઉન્ડ પ્રદર્શનથી ભારતે આ ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો.

Advertisement

Advertisement

ગુજરાતીઓની ઉજવણી

ટ્રોફી જીત્યા બાદ મેદાન પર ગુજરાતી ખેલાડીઓની ઉજવણી જોવાલાયક હતી. હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાએ સફેદ બ્લેઝર પહેરીને મેદાન પર બેસીને ફોટો પડાવ્યો. આ તસવીરમાં તેઓની સાથે શુભમન ગિલ પણ જોડાયો હતો. રવિન્દ્ર જાડેજાએ પોતાની પત્ની રિવાબા અને દીકરી નિધ્યાની સાથે પણ ખાસ ફોટો ક્લિક કરાવ્યો. આ દરમિયાન વિકેટકીપર ઋષભ પંત જાડેજાની દીકરી નિધ્યા સાથે રમતો જોવા મળ્યો, જે એક હળવી અને હૃદયસ્પર્શી ક્ષણ બની રહી.

ગુજરાતીઓનું ફાઇનલ ટચ

આગાઉ 2024ના T20 વર્લ્ડ કપની ફાઇનલમાં હાર્દિક પંડ્યાએ દક્ષિણ આફ્રિકા સામે છેલ્લી ઓવરમાં 16 રનનું સફળતાપૂર્વક રક્ષણ કરીને ભારતને વિજય અપાવ્યો હતો. તેણે તે મેચમાં ત્રણ વિકેટ પણ ઝડપી હતી. એ જ રીતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં રવિન્દ્ર જાડેજાએ વિજયી ચોગ્ગો ફટકારીને મેચનો અંત લાવ્યો. આમ, ગુજરાતી ખેલાડીઓએ બંને મોટી ICC ટૂર્નામેન્ટની ફાઇનલમાં નિર્ણાયક ભૂમિકા ભજવી, જે ગુજરાત અને ભારત માટે ગૌરવની વાત છે.

ભારતનો ચેમ્પિયન્સ ટ્રોફી સફર

ભારતનો ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઇતિહાસ શાનદાર રહ્યો છે. 2002માં શ્રીલંકા સાથે સંયુક્ત રીતે ટ્રોફી જીતીને શરૂઆત કરનારી ભારતીય ટીમે 2013માં ધોનીના નેતૃત્વમાં બીજી વખત આ ખિતાબ પર કબજો કર્યો હતો. હવે 2025માં ન્યૂઝીલેન્ડને હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન બનીને ભારતે વિશ્વ ક્રિકેટમાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. આ જીતે ઓસ્ટ્રેલિયાના બે ખિતાબના રેકોર્ડને તોડીને ભારતને ટોચનું સ્થાન અપાવ્યું છે.

ટીમ ઈન્ડિયાનું સામૂહિક પ્રદર્શન

આ જીત માત્ર ગુજરાતી ખેલાડીઓની મહેનત નથી, પરંતુ ટીમ ઈન્ડિયાના સામૂહિક પ્રયાસોનું પરિણામ છે. દરેક ખેલાડીએ પોતાની ભૂમિકા બખૂબી નિભાવી, જેના કારણે ભારતે આ ટૂર્નામેન્ટમાં અજેય રહીને ખિતાબ જીત્યો. ખાસ કરીને ફાઇનલમાં ગુજરાતી ખેલાડીઓનું યોગદાન નોંધપાત્ર રહ્યું, જે ભારતની જીતનું મુખ્ય આકર્ષણ બન્યું.

આ પણ વાંચો  :  Champions Trophy 2025 : રોહિત શર્મા ODI માંથી નિવૃત્તિ લેશે? જાણો શું કરી સ્પષ્ટતા

Tags :
Advertisement

.

×