MIW Vs GGW: મુંબઈ ઈન્ડિયન્સની ગુજરાત સામે શાનદાર જીત,સિવર-બ્રન્ટે ફટકારી ફિફ્ટી
- MIW vs GGTW વચ્ચે યોજાઇ મેચ
- ગુજરાત જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું
- મુંબઈની જીતમાં નેટ સિવર-બ્રન્ટની ફિફ્ટી
MIW vs GGTW: મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને(MIW vs GGTW) 5 વિકેટે હરાવીને મહિલા પ્રીમિયર (WPL 2025)લીગમાં પોતાની પહેલી જીત નોંધાવી. મુંબઈની જીતમાં સૌથી મોટો ફાળો નેટ સિવર-બ્રન્ટનો હતો, જેણે બેટિંગમાં અડધી સદી ફટકારીને 55 રન બનાવ્યા, જ્યારે બોલિંગમાં પણ 2 વિકેટ લીધી.
મુંબઈની પહેલી જીત
121 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખરાબ રહી, કારણ કે હેલી મેથ્યુસ 17 રન બનાવીને આઉટ થઈ. યાસ્તિકા ભાટિયા પણ માત્ર 4 રન બનાવીને આઉટ થઈ ગઈ. કેપ્ટન હરમનપ્રીત કૌર પણ ફક્ત 4 રન બનાવીને આઉટ થઈ ગઈ. નેટ સીવર-બ્રન્ટ એક છેડે મજબૂત ઉભી રહી અને એમેલિયા કેર સાથે મળીને તેને 45 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી. કેર 19 રન બનાવીને આઉટ થયો, પરંતુ બ્રન્ટની 57 રનની ઈનિંગે મુંબઈની જીત લગભગ નક્કી કરી દીધી.
હરલીન દેઓલે બનાવ્યા 32 રન
ગુજરાત જાયન્ટ્સની આખી ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામે માત્ર 120 રન જ બનાવી શકી. હેલી મેથ્યુઝ અને એમેલિયા કેરે મુંબઈ માટે ભારે ધૂમ મચાવી. હેલી મેથ્યુઝે ગુજરાતના 3 બેટ્સમેનોને આઉટ કર્યા. હરલીન દેઓલ ગુજરાત માટે લડતી રહી, તેણે 32 રનની ઈનિંગ રમી, પરંતુ મુંબઈની મજબૂત બોલિંગને કારણે ગુજરાત 120 રન જ બનાવી શકી.
આ પણ વાંચો -Champions Trophy 2025 : ટીમ ઈન્ડિયાની નવી જર્સી પર લખાયું 'Pakistan' નું નામ, જાણો કારણ
મુંબઈ ઈનિંગની ઘાતક બોલિંગ
આ મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જેમાં મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈનો નિર્ણય સારો સાબિત થયો કારણ કે ગુજરાત 43 રન પર પહોંચ્યું ત્યાં સુધીમાં તેમની અડધી ટીમ પેવેલિયન પરત ફરી ચૂકી હતી. બેથ મૂની, લૌરા વોલ્વાર્ડ અને એશ્લે ગાર્ડનર જેવા મોટા ખેલાડીઓ મુંબઈની ઘાતક બોલિંગનો શિકાર બન્યા. એક સમયે, ગુજરાતે 79 રનના સ્કોરે 7 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ હરલીન દેઓલ અને તનુજા કંવરે ઈનિંગ સંભાળી.
A complete team performance to register their first ⓦ in #TATAWPL 2025 🥳
Inaugural champions @mipaltan make it 5️⃣ in 5️⃣ against #GG 👊
Scorecard ▶ https://t.co/aczhtPyoET#GGvMI pic.twitter.com/aLNSpgZVTs
— Women's Premier League (WPL) (@wplt20) February 18, 2025
આ પણ વાંચો -WPLમાં RCBની બીજો જીત: દિલ્હી કેપિટલ્સ 8 વિકેટે હારી, કેપ્ટન મંધાનાના 81 રન
હેલી મેથ્યુઝે જીતી પર્પલ કેપ
મુંબઈ ઈન્ડિયન્સની હેલી મેથ્યુઝે આ સિઝનમાં પહેલી વાર પર્પલ કેપ જીતી છે. મેથ્યુઝે WPL 2025 ની પોતાની પહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે 2 વિકેટ લીધી. તેણે ગુજરાત જાયન્ટ્સ સામે 3 વિકેટ લઈને પર્પલ કેપ જીતી લીધી છે. તેણે સિઝનમાં અત્યાર સુધીમાં 5 વિકેટ લીધી છે અને સૌથી વધુ વિકેટ લેવાના મામલે રેણુકા ઠાકુરની બરાબરી કરી છે. પરંતુ અન્ય આંકડાઓના આધારે, મેથ્યુઝ આગળ છે. WPLની પ્રથમ સીઝનની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ, WPL 2025 માં તેની પહેલી મેચ દિલ્હી કેપિટલ્સ સામે 2 વિકેટથી હારી ગઈ હતી.
આ પણ વાંચો -પાકિસ્તાને Champions Trophy 2025 પહેલા જ પોતાનો ઉડાવ્યો મજાક!
WPL 2025 પોઈન્ટ ટેબલમાં ફેરફારો
આ મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સે પોતાની એકમાત્ર મેચ હારી હતી. મુંબઈ ટેબલમાં ચોથા સ્થાને હતું, પરંતુ ગુજરાત જાયન્ટ્સને હરાવ્યા બાદ, તે 2 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. ગુજરાત 3 મેચમાં ફક્ત એક જ જીત મેળવવામાં સફળ રહ્યું હોવા છતાં, નેટ રન-રેટના આધારે તે હજુ પણ ટેબલમાં બીજા સ્થાને છે. હાલમાં RCB 4 પોઈન્ટ સાથે ટેબલમાં ટોપ પર છે.


