Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે પુત્રીનું નામ જાહેર કર્યું, જાપાન સાથે છે ખાસ જોડાણ

Sakshi Malik Daughter Name : યોશિદાએ 1998 માં પોતાના દેશ માટે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું, બીડિંગ અને લંડન ઓલિમ્પિકમાં મેડલ જીત્યા
મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે પુત્રીનું નામ જાહેર કર્યું  જાપાન સાથે છે ખાસ જોડાણ
Advertisement
  • સાક્ષી મલિકે પોતાની પુત્રીનું નામ જાહેર કર્યું
  • પોતાની પ્રેરણાસ્વરૂપ જાપાનીઝ મહિલા કુસ્તીબાજના નામે નામ રાખ્યું
  • મહિલા કુસ્તીબાજના નામે અનેક રેકોર્ડ બોલે છે

Sakshi Malik Daughter Name : ભારત માટે ઓલિમ્પિક મેડલ જીતનાર (Olympic Medal Winner) સ્ટાર મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે (Female Wrestler - Sakshi Malik) પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં ખુલાસો કર્યો છે. તેણે પોતાની પુત્રીનું નામ યોશિદા (Sakshi Malik Daughter Yoshida Kadian) રાખ્યું છે. સાક્ષીએ જણાવ્યું કે, તેણે જાપાની મહિલા કુસ્તીબાજ સાઓરી યોશિદાથી (Japanese Female Wrestler - Saori Yoshida) પ્રેરિત થઈને આ નામ રાખ્યું છે.

રિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાની નજીક

42 વર્ષીય જાપાની મહિલા કુસ્તીબાજ સાઓરી યોશિદાએ (Japanese Female Wrestler - Saori Yoshida) 1998 માં પોતાના દેશ માટે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું અને એથેન્સ, બીડિંગ અને લંડન ઓલિમ્પિકમાં 55 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. તે રિયો ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ જીતવાની નજીક હતી, પરંતુ તે ફાઇનલમાં હારી ગઈ હતી અને 53 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

Advertisement

દરેક માટે પ્રેરણા છો

કોચિંગ કેમ્પ માટે કર્ણાટકમાં ઇન્સ્પાયર ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત દરમિયાન, સાક્ષીએ (Female Wrestler - Sakshi Malik) તેની સાથેની વાતચીતની ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી હતી. સાક્ષી આમાં કહે છે ,કે હું તમને ભારતમાં જોઈને ખૂબ ખુશ છું. તમે ભારતની બધી છોકરીઓ માટે, દરેક માટે પ્રેરણા છો.

Advertisement

અપરાજિત રહી

આ રીલમાં સાક્ષી આગળ કહે છે કે, મારી દીકરી 8 મહિનાની છે, અને તેનું નામ યોશિદા (Sakshi Malik Daughter Yoshida Kadian) છે. આ નામ મારી પ્રેરણા સાઓરી યોશિદાના (Japanese Female Wrestler - Saori Yoshida નામ પરથી રાખવામાં આવ્યું છે. યોશિદાએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જ્યાં તે 2002માં ચાલ્કિડાથી 2015માં લાસ વેગાસ સુધી અપરાજિત રહી હતી, અને તે દરમિયાન ગેમની દરેક આવૃત્તિ જીતી હતી.

જાપાનનું પ્રતિનિધિત્વ કર્યું

આ ઉપરાંત, તેણીએ 2003માં ન્યૂયોર્ક, 2005માં બુડાપેસ્ટ, 2006માં ગુઆંગઝુ, 2007માં બાકુ, 2008માં ટોક્યો, 2009માં હર્નિંગ, 2010માં મોસ્કો, 2011માં ઇસ્તંબુલ, 2012માં એડમોન્ટન, 2013માં બુડાપેસ્ટ અને 2014માં તાશ્કંદમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. 2007માં, યોશિદા જાપાનીઝ એથ્લીટ ઓફ ધ યર એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા બની હતી. ઓલિમ્પિકમાં વજન શ્રેણીમાં ફેરફાર પહેલાં, તેણીએ 12 વર્ષ સુધી 55 કિલો વજન શ્રેણીમાં જાપાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. બીજી તરફ, સાક્ષીએ કહ્યું કે, મારી દીકરી હજુ નાની છે અને હું એક વર્ષ પછી કેમ્પમાં ભાગ લઈશ.

આ પણ વાંચો -----  'મારે દરેકને ખુશ કરવાની જરૂર નથી', Sania Mirza નો બેબાક અંદાજ

Tags :
Advertisement

.

×