WCL 2025માં પાકિસ્તાનની ઉડાવવામાં આવી મજાક! PCBએ લીધો મોટો નિર્ણય
- પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ફરી વિચિત્ર નિર્ણય
- નિર્ણયને કારણે વિશ્વ ક્રિકેટમાં ચર્ચાનો વિષય બન્યું
- PCB દ્વારા એક નવો આદેશ જાહેર કરવામાં આવ્યો
WCL : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ફરી એકવાર પોતાના વિચિત્ર નિર્ણયને કારણે વિશ્વ ક્રિકેટમાં ચર્ચાનો વિષય બન્યું છે. હવે PCB દ્વારા એક નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તેમની હતાશા સ્પષ્ટપણે જોવા મળી રહી છે.વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની (World Championship Of Legends) બીજી સીઝનમાં ઈન્ડિયન ચેમ્પિયન ટીમે પહેલા લીગ સ્ટેજમાં અને પછી સેમીફાઈનલ મેચમાં પાકિસ્તાન ચેમ્પિયન્સ સામે રમવાની સ્પષ્ટપણે ના પાડી દીધી હતી. હવે આ ઘટના બાદ PCBએ મોટો નિર્ણય લીધો છે.
PCBએ લીધો મોટો નિર્ણય
WCL માં પાકિસ્તાન ચેમ્પિયન્સ ટીમના અપમાન બાદ PCB દ્વારા જાહેર કરાયેલા આદેશમાં તેમને કોઈપણ પ્રકારની ખાનગી લીગમાં દેશના નામના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ મુજબ PCBના ડાયરેક્ટર બોર્ડની બેઠકમાં ઈન્ડિયન ચેમ્પિયન્સ ટીમ દ્વારા WCLમાં બે વાર રમવાની ના પાડવાની ઘટના અંગે ખૂબ જ ગંભીર ચર્ચા થઈ હતી.
આ પણ વાંચો -ક્રિકેટ જગતમાં નવો ઇતિહાસ : ઉસ્માન ગનીએ એક જ ઓવરમાં 45 રન ફટકાર્યા? દિગ્ગજો આશ્ચર્યમાં
પાકિસ્તાન નામનો ઉપયોગ કરવામાં આવશે નહીં
આ બેઠકમાં સામેલ અધિકારીઓનું માનવું હતું કે ભારતીય ખેલાડીઓ દ્વારા WCL માં બે વાર પાકિસ્તાન સામે રમવાની ના પાડવી તે તેમના દેશ માટે ખૂબ જ અપમાનજનક છે. આ કારણે કોઈપણ ખાનગી લીગમાં પાકિસ્તાન નામનો ઉપયોગ કરવામાં આવશે નહીં.
આ પણ વાંચો -જયસ્વાલની તોફાની બેટિંગ સામે ઈંગ્લેન્ડ કેપ્ટન ઓલી પોપ ડરી ગયો! ભય છુપાવવા અમ્પાયરને કહ્યું જૂઠું
ફાઈનલમાં સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સ સામે ટકરાશે પાકિસ્તાન ચેમ્પિયન્સ
ઈન્ડિયા ચેમ્પિયન્સે સેમીફાઈનલમાં પાકિસ્તાન સામે રમવાની ના પાડ્યા પછી પાકિસ્તાન ચેમ્પિયન્સને ફાઈનલમાં સીધી એન્ટ્રી મળી, જ્યાં પાકિસ્તાનની ટીમ હવે 2 ઓગસ્ટે સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સનો સામનો કરશે.
પાકિસ્તાન ચેમ્પિયન ટીમની સ્પર્ધા સરળ રહેવાની નથી
તમને જણાવી દઈએ કે મોહમ્મદ હાફીઝ પાકિસ્તાન ચેમ્પિયન્સ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે, બીજી સીઝનમાં પાકિસ્તાન ચેમ્પિયન્સ ટીમને એક પણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો નથી. સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સ સાથે પાકિસ્તાન ચેમ્પિયન ટીમની સ્પર્ધા સરળ રહેવાની નથી.


