ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Steve Smith created history : શ્રીલંકાની ધરતી પર સ્ટીવ સ્મિથે ઐતિહાસિક માઇલસ્ટોન સર કર્યો

શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝ રમાઇ રહી છે. આ સીરીઝની બીજી મેચ શ્રીલંકાના ગાલે આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ (Galle International Stadium) ખાતે રમાઈ રહી છે. ત્યારે શ્રીલંકાની ધરતી પર સ્ટીવ સ્મિથ એક પછી એક ઐતિહાસિક માઇલસ્ટોન સર કરી રહ્યો છે.
08:10 PM Feb 07, 2025 IST | Hardik Shah
શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝ રમાઇ રહી છે. આ સીરીઝની બીજી મેચ શ્રીલંકાના ગાલે આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ (Galle International Stadium) ખાતે રમાઈ રહી છે. ત્યારે શ્રીલંકાની ધરતી પર સ્ટીવ સ્મિથ એક પછી એક ઐતિહાસિક માઇલસ્ટોન સર કરી રહ્યો છે.
Steve Smith created history

Steve Smith created history : શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝ રમાઇ રહી છે. આ સીરીઝની બીજી મેચ શ્રીલંકાના ગાલે આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ (Galle International Stadium) ખાતે રમાઈ રહી છે. ત્યારે શ્રીલંકાની ધરતી પર સ્ટીવ સ્મિથ એક પછી એક ઐતિહાસિક માઇલસ્ટોન સર કરી રહ્યો છે. તાજેતરમાં તેણે ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રન પૂરા કર્યા છે.

સ્ટીવ સ્મીથ બન્યો એશિયામાં ઓસ્ટ્રેલિયાનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ રનસ્કોરર

જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મીથ (Steve Smith) એશિયામાં ઓસ્ટ્રેલિયા તરફથી સર્વાધિક ટેસ્ટ રન બનાવનાર ખેલાડી બની ગયો છે, જેમાં તેણે રિકી પોન્ટિંગ (Ricky Ponting) નો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સાથે, ચાલુ ટેસ્ટ સિરીઝમાં સ્મિથે સદી (Century) ફટકારી છે અને દિવસના અંત સુધી તે ક્રીઝ પર રહ્યો છે. પેટ કમિન્સની ગેરહાજરીમાં, તે આ પ્રવાસમાં ટીમનું નેતૃત્વ પણ કરી રહ્યો છે. સ્ટીવ સ્મિથ હવે એક એવા તબક્કે પહોંચી ગયો છે, જ્યાં તે દરેક સારી ઈનિંગ સાથે નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ મેચમાં તેણે એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. સ્મીથ એશિયામાં ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર ખેલાડી બન્યો છે. આ સિદ્ધિ સાથે તેણે રિકી પોન્ટિંગનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે, જેણે એશિયામાં કુલ 1889 રન બનાવ્યા હતા, જ્યારે એલન બોર્ડર 1799 રન સાથે ત્રીજા સ્થાને છે.

બેટમાંથી ફરી અડધી સદી આવી

શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટમાં 141 રન બનાવનાર સ્મિથ બીજી મેચમાં પણ સારી બેટિંગ કરી રહ્યો છે. આજના દિવસના અંત સુધીમાં સ્ટીવ સ્મીથે પોતાની સદી પૂરી કરી દીધી હતી અને હજું પણ તે 120 રન સાથે ક્રિઝ પર છે. જણાવી દઇએ કે, ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેનના ​​વહેલા આઉટ થયા પછી, સ્મિથે ઉસ્માન ખ્વાજા સાથે મળીને ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સને સ્થિર કરી અને અડધી સદીની ભાગીદારી કરી. ખ્વાજા આઉટ થયા બાદ, સ્મિથે એલેક્સ કેરી સાથે ચોથી વિકેટ માટે સદીની ભાગીદારી કરી છે. પોતાની ઇનિંગમાં, સ્મિથે અત્યાર સુધીમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો છે. અગાઉ, ટોસ જીતીને બેટિંગ પસંદ કર્યા બાદ, શ્રીલંકાની ટીમ 257 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં રૂપિયા ન મળતા બસ ડ્રાઈવરે ક્રિકેટરોનો સામાન પડાવી લીધો

Tags :
10000 Test Runs MilestoneAlex Carey PartnershipAustralia Test CaptaincyAustralia vs Sri Lanka Test SeriesAustralian Cricket NewsGalle International StadiumGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahMarnus Labuschagne WicketMost Test Runs in Asia for AustraliaPat Cummins AbsenceRicky PontingRicky Ponting Record BrokenSL vs AUSSL vs AUS 2nd TestSri Lanka All Out 257 RunsSteve SmithSteve Smith Batting RecordSteve Smith Career StatsSteve Smith CenturySteve Smith created historySteve Smith Half-CenturyTest Cricket RecordsTest Match HighlightsTravis Head DismissalUsman Khawaja Partnership
Next Article