Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

WTCની ફાઈનલમાં Team India હજુ પણ બનાવી શકે છે જગ્યા, જાણો સમીકરણો

સાઉથ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયા હજુ પણ ફાઈનલની રેસમાં ટીમ ઈન્ડિયા WTCની ફાઈનલમાં જગ્યા બનાવી શકે Team India:સાઉથ આફ્રિકાએ બે મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં પાકિસ્તાનને 2 વિકેટથી હરાવ્યું છે. આ મેચ જીત્યા બાદ સાઉથ આફ્રિકાએ...
wtcની ફાઈનલમાં team india હજુ પણ બનાવી શકે છે જગ્યા  જાણો સમીકરણો
Advertisement
  • સાઉથ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં
  • ટીમ ઈન્ડિયા હજુ પણ ફાઈનલની રેસમાં
  • ટીમ ઈન્ડિયા WTCની ફાઈનલમાં જગ્યા બનાવી શકે

Team India:સાઉથ આફ્રિકાએ બે મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં પાકિસ્તાનને 2 વિકેટથી હરાવ્યું છે. આ મેચ જીત્યા બાદ સાઉથ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે પણ ક્વોલિફાય કરી લીધું છે. આ સિરીઝની બીજી મેચ 3 જાન્યુઆરીએ રમાશે.દક્ષિણ આફ્રિકા ક્વોલિફાય થયા બાદ ટીમ ઈન્ડિયા(Team India) માટે WTC ફાઈનલમાં પહોંચવું મુશ્કેલ બની ગયું છે. પરંતુ ટીમ ઈન્ડિયા હજુ પણ ફાઈનલની રેસમાંથી બહાર નથી. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા WTCની ફાઈનલમાં કેવી રીતે જગ્યા બનાવી શકે છે.

Advertisement

જાણો કેવી રીતે ટીમ ઈન્ડિયા WTCની ફાઈનલમાં બનાવી શકે છે જગ્યા

જો ભારતે WTCની ફાઈનલમાં પહોંચવું હોય તો ચોથી ટેસ્ટ મેચ ડ્રોમાં સમાપ્ત થવી જોઈએ. આ સિવાય ટીમ ઈન્ડિયા(Team India)એ સિડની ટેસ્ટ મેચ જીતવી પડશે. આ પછી આશા રાખવી જોઈએ કે ઓસ્ટ્રેલિયા શ્રીલંકા સામે એક પણ ટેસ્ટ મેચ જીતી શકશે નહીં.

Advertisement

આ પણ  વાંચો - IND vs AUS: ચોથા દિવસે ટીમ ઈન્ડિયાની 5 મોટી ભૂલો,હવે હારનો ખતરો!

ટીમ ઈન્ડિયાએ આશા રાખવી પડશે

જો બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 1-1ની બરાબરી પર સમાપ્ત થાય છે, તો ટીમ ઈન્ડિયાએ આશા રાખવી પડશે કે શ્રીલંકા ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ સિરીઝમાં 1-0થી હરાવશે. જો આમ થાય છે તો ટીમ ઈન્ડિયા WTCની ફાઈનલમાં જગ્યા બનાવી શકે છે.

આ પણ  વાંચો - AUS vs IND: જસપ્રીત બુમરાહે વિકેટની બેવડી સદી પૂરી કરી જુઓ Video

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બરાબરી પર

બોર્ડર ગાવસ્કર ટ્રોફી સિરીઝ ત્રણ મેચ બાદ 1-1 થી બરાબર છે. પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું હતું. જ્યારે બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર વાપસી કરીને 10 વિકેટથી પરાજય આપ્યો હતો. જ્યારે ત્રીજી મેચ વરસાદના કારણે ડ્રો રહી હતી. આ સિરીઝની ચોથી મેચ મેલબોર્નમાં રમાઈ રહી છે.

Tags :
Advertisement

.

×