Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Asia Cup 2025 : ભારત-પાકિસ્તાન મેચ અંગે UAE ક્રિકેટ બોર્ડનું ચોંકાવનારું નિવેદન

એશિયા કપ 9 સપ્ટેમ્બરથી પ્રારંભ થશે (Asia Cup 2025) ભારત-પાકિસ્તાન મેચને લઈ UAE ક્રિકેટ બોર્ડનું નિવેદ ભારત-પાકિસ્તાન વચ્ચે 14 સપ્ટેમ્બરે રમાશે Asia Cup 2025 : યુએઈના આબુધાબી અને દુબઈમાં 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન Asia Cup 2025 શરૂ થવાનો...
asia cup 2025   ભારત પાકિસ્તાન મેચ અંગે uae ક્રિકેટ બોર્ડનું ચોંકાવનારું નિવેદન
Advertisement
  • એશિયા કપ 9 સપ્ટેમ્બરથી પ્રારંભ થશે (Asia Cup 2025)
  • ભારત-પાકિસ્તાન મેચને લઈ UAE ક્રિકેટ બોર્ડનું નિવેદ
  • ભારત-પાકિસ્તાન વચ્ચે 14 સપ્ટેમ્બરે રમાશે

Asia Cup 2025 : યુએઈના આબુધાબી અને દુબઈમાં 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન Asia Cup 2025 શરૂ થવાનો છે. જોકે તે પહેલા ભારત-પાકિસ્તાન (India Vs Pakistan)ની મેચને લઈને યુએઈ ક્રિકેટ બોર્ડે (Emirates Cricket Board) એક ચોંકાવનારું નિવેદન જાહેર કર્યું છે. બંને દેશો વચ્ચે 14 સપ્ટેમ્બરે મેચ રમાવાની છે. બંને વચ્ચે કુલ ત્રણ મેચ રમાઈ શકે છે. આ માટે બંનેએ ફાઈનલમાં પહોંચવું જરૂરી છે.

ભારત-પાકિસ્તાન મેચ અંગે યુએઈનું ચોંકાવનારું નિવેદન (Asia Cup 2025)

આ મેચોની ગેરંટી અંગે સવાલ ઉઠતા, યુએઈ ક્રિકેટ બોર્ડના ચીફ ઓપરેશનલ ઓફિસર સુભાન અહમદે કહ્યું કે, ‘ટુર્નામેન્ટની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તમામ ટીમોના ક્રિકેટ બોર્ડે ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે પોત-પોતાની સરકારની મંજૂરી લઈ લીધી છે. તેમ છતાં અમે 100 ટકા ગેરેન્ટી ન આપી શકીએ. અમને આશા છે કે, ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ પાકિસ્તાન સાથે રમશે. અમને ભારત-પાકિસ્તાનની મેચનો બહિષ્કાર કરવા માટે કોઈપણ પ્રકારની ધમકી મળી નથી. ક્રિકેટ ચાહકો અમને ક્રિકેટ અને રાજકારણથી અલગ દ્રષ્ટિથી જોઈ રહ્યા છે.’

Advertisement

આ પણ  વાંચો -મોહમ્મદ શમી એક વિકેટ માટે તરસ્યો, દિલીપ ટ્રોફીમાં આખો દિવસ પાડ્યો પરસેવો

Advertisement

ત્રણ મહામુકાબલાની શક્યતા

ટુર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાન વચ્ચે પ્રથમ મેચ લીગ સ્ટેજમાં 14 સપ્ટેમ્બરે રમાશે. ત્યારબાદ જો બંને ટીમો સુપર-4 રાઉન્ડમાં પહોંચશે, તો તેઓ 21 સપ્ટેમ્બરે ફરી સામસામે ટકરાશે. જો આ બંને ટીમો ફાઈનલમાં જગ્યા બનાવવામાં સફળ થશે, તો 28 સપ્ટેમ્બરે બંને વચ્ચે ફાઈનલ મેચ રમાઈ શકે છે.

આ પણ  વાંચો -એક જ બોલમાં Romario Shepherd એ ફટકાર્યા 20 રન

ટિકિટ વેચાણ ટૂંક સમયમાં શરૂ થશે

સુભાન અહેમદે ચાહકોને ટિકિટ માટે ઓનલાઈન છેતરપિંડીનો શિકાર ન બનવા ચેતવણી પણ આપી હતી. તેમણે ચાહકોને ફક્ત સત્તાવાર વેબસાઇટ પરથી જ મેચ ટિકિટ ખરીદવા કહ્યું. તેમણે કહ્યું કે ટિકિટ એજન્સી સાથે વાતચીત ચાલી રહી છે. આગામી દિવસોમાં યોગ્ય કિંમતે ટિકિટ વેચાણ શરૂ થશે. આનાથી સ્પષ્ટ થાય છે કે ટિકિટ વેચાણ હજુ શરૂ થયું નથી, જે કોઈ ટિકિટ વેચવાનો દાવો કરી રહ્યું છે તે નકલી છે.

Tags :
Advertisement

.

×