Virat Kohli એ બાંગ્લાદેશ સામે બનાવ્યો રેકોર્ડ, ભૂતપૂર્વ દિગ્ગજ કેપ્ટનની કરી બરાબરી
- વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે બનાવ્યો રેકોર્ડ
- ભૂતપૂર્વ દિગ્ગજ કેપ્ટનની કરી બરાબરી
- ફેન્સ વિરાટ કોહલીના પ્રદર્શન પર નજર રાખશે
Virat Kohli: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતીય બોલરોએ બેસ્ટ પ્રદર્શન કર્યું હતું.મોહમ્મદ શમીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું.આ દરમિયાન સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ પણ આ મેચમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારત માટે વનડેમાં ફિલ્ડર તરીકે સૌથી વધુ કેચ લેવાના મામલે વિરાટે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનની બરાબરી કરી લીધી છે.
કોહલી અઝહરુદ્દીનની બરાબરી પર
વિરાટ કોહલી(Virat Kohli)ના નામે હવે વનડેમાં 156 કેચ છે. તેને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ દિગ્ગજ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનની બરાબરી કરી છે. આ લિસ્ટમાં સચિન તેંડુલકરનું નામ પણ સામેલ છે, તેને વનડેમાં 140 કેચ લીધા છે. આ પછી, રાહુલ દ્રવિડ અને સુરેશ રૈનાએ અનુક્રમે 124 અને 102 કેચ પકડ્યા છે.
Most catches in ODIs for India (Non-WicketKeeper) :
156 - Virat Kohli*
156 - Mohd Azharuddin
140 - Sachin Tendulkar pic.twitter.com/1TZCusBW0l— Virat Kohli Fan Club (@Trend_VKohli) February 20, 2025
આ પણ વાંચો -Mohammad Shami એ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, ODI ક્રિકેટમાં મેળવી ઐતિહાસિક સિદ્ધિ
ભારત માટે વનડેમાં સૌથી વધુ કેચ
- ખેલાડીના નામ - કેચ (વનડે)
- મોહમ્મદ અઝહરુદ્દીન - 156
- વિરાટ કોહલી* - 156
- સચિન તેંડુલકર - 140
- રાહુલ દ્રવિડ- 124
- સુરેશ રૈના 102
આ પણ વાંચો -IND Vs BAN :બાંગ્લાદેશે ભારતને જીત માટે આપ્યો 229-રનનો ટાર્ગેટ
વિરાટે બેટથી પણ બતાવવો પડશે પોતાનો જાદુ
ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિરાટ કોહલીએ બેટથી પણ રન બનાવવા પડશે. બધા ફેન્સ વિરાટ કોહલીના પ્રદર્શન પર નજર રાખશે. બધા સારી રીતે જાણે છે કે ICC ટુર્નામેન્ટમાં વિરાટ કોહલીનું બેટ જોરથી ગર્જના કરે છે. મોટા મેચનો ખેલાડી વિરાટ કોહલી ODI ફોર્મેટમાં વધુ ઘાતક બની જાય છે. તેમના આંકડાઓ પોતે આ હકીકતના સાક્ષી છે. વિરાટે અત્યાર સુધીમાં ODI ICC ટુર્નામેન્ટની 49 ઈનિંગ્સમાં 2324 રન બનાવ્યા છે અને તે આ લિસ્ટમાં ટોપ પર છે.


