લગ્નના 20 વર્ષ બાદ Virender Sehwag પત્નીથી થશે અલગ? જાણો પૂરી વિગત
- યુઝવેન્દ્ર ચહલ બાદ હવે આ ક્રિકેટ થશે પત્નીથી અલગ?
- 20 વર્ષના લગ્નજીવન પછી વિરેન્દ્ર સેહવાગ અને આરતી અલગ થઈ શકે છે
- મામલો છૂટાછેડા સુધી પહોંચી ગયો છે
- ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને કર્યા અનફોલો
Virender Sehwag News : યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના અલગ થવાના સમાચાર વચ્ચે, હવે ક્રિકેટ જગતમાંથી વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો મુજબ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ 20 વર્ષના લગ્નજીવન પછી તેમની પત્ની આરતી અહલાવતથી અલગ થઈ શકે છે. આ સમાચાર ચાહકો માટે આશ્ચર્યજનક છે અને ક્રિકેટરોના વ્યક્તિગત જીવન અંગે અનેક પ્રશ્નો ઉભા કરે છે. જો કે, આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
ઇન્સ્ટાગ્રામ પર અનફોલો
વીરેન્દ્ર સેહવાગે છેલ્લે 2023માં પોતાની પત્ની અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. 28 એપ્રિલના રોજ, દુબઈના ફોટો સાથે તેમણે લખ્યું હતું, "જીવવા અને સપનાં જોવા વચ્ચે ક્યાંક." વધુમાં, 2023માં તેમણે લગ્નની વર્ષગાંઠ પર કોઈ પોસ્ટ નથી કરી. અગાઉ તે નિયમિત રીતે આરતી સાથેની તસવીરો શેર કરતા, પણ હવે આ બંધ થઈ ગયું છે. તાજેતરમાં બંનેએ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કર્યું હોવાના સમાચાર છે. જોકે, આરતીની પ્રોફાઇલ પર હજુ પણ સેહવાગનું નામ દેખાય છે. જણાવી દઇએ કે, બંને બાળપણથી એકબીજાને જાણે છે અને 17 વર્ષના પરિચય બાદ 2004માં લગ્ન કર્યા હતા.
View this post on Instagram
કોણ છે આરતી અહલાવત?
આરતી અહલાવત પ્રખ્યાત વકીલ સૂરજ સિંહ અહલાવતની પુત્રી છે. કહેવાય છે કે, આરતી અને સેહવાગના સંબંધોને શરુઆતમાં તેમના પરિવારજનોએ અસ્વીકાર કર્યો હતો. આ અંગે સેહવાગે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "અમારા પરિવારની પરંપરા મુજબ નજીકના સગાઓ વચ્ચે લગ્ન માન્ય નહોતા." જોકે, આખરે પરિવારને મનાવ્યા પછી બંનેએ લગ્ન કર્યાં હતા.
સેહવાગ અને આરતી 17 વર્ષ સુધી મિત્રો રહ્યા
સેહવાગ અને આરતીની પ્રેમ કહાની ખુબ જ રસપ્રદ છે. સેહવાગ પહેલીવાર આરતીને મળ્યા ત્યારે તે માત્ર 7 વર્ષના હતા અને આરતી 5 વર્ષની હતી. બાળપણના સંબંધને મિત્રતામાં અને પછી પ્રેમમાં પરિવર્તિત થવામાં 17 વર્ષ લાગ્યા. 2002માં સેહવાગે આરતીને મજાકમાં પ્રપોઝ કર્યું હતું, જેને આરતીએ તરત જ સ્વીકાર્યું. 2004માં બંનેએ લગ્ન કર્યા અને હાલમાં તેમને બે પુત્રો આર્યવીર અને વેદાંત છે. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી વીરેન્દ્ર સેહવાગ લાંબા સમય સુધી ભારત માટે ક્રિકેટ રમ્યા હતા. જ્યાં સુધી સેહવાગ ક્રિકેટ રમ્યા, ત્યાં સુધી તેમણે ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. સેહવાગે ટેસ્ટ ક્રિકેટમાં 2 ત્રેવડી સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી હતી. આ ઉપરાંત, સેહવાગ પોતાના અંગત જીવનને લઈને પણ સમાચારમાં રહ્યા છે.
બે ત્રેવડી સદી ફટકારનાર તે એકમાત્ર ભારતીય
વીરેન્દ્ર સેહવાગને ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓમાં ગણવામાં આવે છે. તે ટેસ્ટ ક્રિકેટમાં બે ત્રેવડી સદી ફટકારનાર એકમાત્ર ભારતીય છે. સાથે જ, તેણે સૌથી ઝડપી ત્રેવડી સદીનો રેકોર્ડ છે. ODI ફોર્મેટમાં, કેપ્ટન તરીકે તેમણે વેસ્ટ ઈન્ડિઝ સામે 219 રનની ઈનિંગ્સ રમીને અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. સેહવાગની સરખામણી ઘણીવાર સચિન તેંડુલકર સાથે કરવામાં આવે છે, કારણ કે તેઓએ બેટિંગમાં સતત શાનદાર પ્રદર્શન કર્યું છે. જણાવી દઇએ કે, સેહવાગે ટીમ ઈન્ડિયા માટે 104 ટેસ્ટ, 251 વનડે અને 19 T20 મેચ રમી હતી. સેહવાગે ટેસ્ટ ક્રિકેટમાં 8586 રન બનાવ્યા હતા. જેમાં તેણે 2 ત્રેવડી સદી, 6 બેવડી સદી અને 23 સદી અને 32 અડધી સદી ફટકારી હતી. આ વનડેમાં તેણે 8273 રન બનાવ્યા. જેમાં તેના બેટમાંથી 15 સદી, 1 બેવડી સદી અને 38 અડધી સદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સેહવાગે T20માં 394 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો : Yuzvendra Chahal એ છૂટાછેડાના દુ:ખમાં દારૂનો સહારો આપનાવ્યો!


