ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

WFIની મોટી કાર્યવાહી, 11 રેસલરને નકલી બર્થ સર્ટિફિકેટ મામલે કર્યા સસ્પેન્ડ

WFIની મોટી ગેરરીતિ સામે કાર્યવાહી (Wrestling) 11 કુસ્તીબાજોને લઈને એક મોટો નિર્ણય સર્ટિફિકેટની ચકાસણી કરાવવાનો નિર્ણય લીધો 11 રેસલરને નકલી બર્થ સર્ટિફિકેટ મામલે કર્યા સસ્પેન્ડ Wrestling : 7 ઓગસ્ટના રોજ રેસલિંગ ફેડરેશન (Wrestling)ઓફ ઈન્ડિયા એટલે WFIએ 11 કુસ્તીબાજોને લઈને...
12:03 AM Aug 08, 2025 IST | Hiren Dave
WFIની મોટી ગેરરીતિ સામે કાર્યવાહી (Wrestling) 11 કુસ્તીબાજોને લઈને એક મોટો નિર્ણય સર્ટિફિકેટની ચકાસણી કરાવવાનો નિર્ણય લીધો 11 રેસલરને નકલી બર્થ સર્ટિફિકેટ મામલે કર્યા સસ્પેન્ડ Wrestling : 7 ઓગસ્ટના રોજ રેસલિંગ ફેડરેશન (Wrestling)ઓફ ઈન્ડિયા એટલે WFIએ 11 કુસ્તીબાજોને લઈને...
Wrestling

Wrestling : 7 ઓગસ્ટના રોજ રેસલિંગ ફેડરેશન (Wrestling)ઓફ ઈન્ડિયા એટલે WFIએ 11 કુસ્તીબાજોને લઈને એક મોટો નિર્ણય લીધો જેમાં તેમને નકલી બર્થ સર્ટિફિકેટ સબમિટ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.લાંબા સમયથી ભારતીય કુસ્તીમાં ઘણા કુસ્તીબાજોની ઉંમર અંગે ફરિયાદો નોંધાઈ રહી હતી, ત્યારબાદ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનએ 110 સર્ટિફિકેટની તપાસ કરી જેમાં તેમને કહ્યું કે તેમની તરફથી કોઈ ભૂલ થઈ નથી કારણ કે 95 રજીસ્ટ્રેશન જે વિલંબિત હતા તે MCD ના આદેશ પર કરવામાં આવ્યા હતા. એક તરફ જ્યારે ઘણા કુસ્તીબાજો તેમની ઉંમર ઓછી બતાવી રહ્યા છે, તો બીજી તરફ તેઓ અન્ય રાજ્યોમાંથી રમવા માટે નકલી રહેઠાણ સર્ટિફિકેટ પણ બનાવી રહ્યા છે.

 

11 કુસ્તીબાજોના બર્થ સર્ટિફિકેટ નકલી હોવાનું મળ્યું જાણવા (Wrestling)

WFI એ ગેરરીતિની શંકાને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બર્થ સર્ટિફિકેટની ચકાસણી કરાવવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ 110 માંથી 11 કુસ્તીબાજોના બર્થ સર્ટિફિકેટ નકલી હોવાનું જાણવા મળ્યું. WFI દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ઘણા કુસ્તીબાજો મૂળ હરિયાણાના હતા પરંતુ તેમ છતાં તેઓ કોઈક રીતે MCD બર્થ સર્ટિફિકેટ મેળવવામાં સફળ રહ્યા જેથી તેઓ દિલ્હીમાં યોજાતી સ્પર્ધાઓમાં ભાગ લઈ શકે.

આ પણ  વાંચો -Rohit-Kohli Comeback: વિરાટ અને રોહિતના ફેન્સ થાઈ જાઓ તૈયાર મોટા રોમાન્સ માટે

11 નકલી પ્રમાણપત્રો છે (Wrestling)

મીડિયા રિપોર્ટ મુજબ MCD દ્વારા એક નિવેદનમાં તેઓએ જણાવ્યું હતું કે 11 નકલી પ્રમાણપત્રો છે જેમાં ફોટોશોપ દ્વારા છેડછાડ કરવામાં આવી છે અને તેમાં કેટલાક ફેરફારો પણ કરવામાં આવ્યા છે અને તે MCD દ્વારા જાહેર કરવામાં આવ્યા નથી.

આ પણ  વાંચો -ICC Rankings : Siraj લાંબી છલાંગ લગાવી આ સ્થાન પર પહોંચ્યો, જાડેજાને થયું મોટું નુકસાન

MCDએ નકલી નામો જાહેર કર્યા

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને 11 નકલી જન્મ પ્રમાણપત્ર કેસોના નામ પણ જાહેર કર્યા છે જેનો પર્દાફાશ કર્યો છે. મળતી માહિતી અનુસાર એમસીડી દ્વારા જાહેર કરાયેલા નકલી સર્ટિફિકેટમાં સક્ષમ, મનુજ, કવિતા, અંશુ, આરુષ રાણા, શુભમ, ગૌતમ, જગરૂપ ધનકડ, નકુલ, દુષ્યંત અને સિદ્ધાર્થ બાલિયાન નામના નામ હતા. કેટલાક કિસ્સાઓમાં બાળકના જન્મના 12 થી 15 વર્ષ પછી પણ સર્ટિફિકેટ જાહેર કરવામાં આવ્યા હતા.

Tags :
Fake Birth certificatesGujrata FirstMCDMunicipal Corporation of DelhiWFIWFI suspensionWrestling Federation of India
Next Article