શું ક્રિકેટર Glenn Maxwell IPL નહીં રમે? જાણો કેમ શરૂ થઇ આ ચર્ચા
- Glenn Maxwell
- વધુ એક ક્રિકેટરે વર્ષ 2026માં IPL રમવાથી ઈનકાર કર્યો
- ગ્લેન મેક્સવેલે સોશિયલ મીડિયામાં પોસ્ટથી કરી જાહેરાત
- IPLમાંથી નિવૃત્તિની પોસ્ટથી ચાહકો નિરાશ થયા
Glenn Maxwell : ક્રિકેટ રસિયાઓને એક મોટો ઝટકો મળ્યો છે. કારણ કે, વધુ એક ઓલરાઉન્ડર અને ખેલાડી ગ્લેન મેક્સવેલ આવતા વર્ષે IPLમાં ભાગ નથી લેવાનો. આ વાતની જાહેરાત ખુદ ગ્લેન મેક્સવેલે કરી છે. ગ્લેન મેક્સવેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પોતાના ચાહકોને નિરાશ કરી દીધા છે.
મેક્સવેલની પોસ્ટ
ક્રિકેટર ગ્લેન મેક્સવેલે (Glenn Maxwell) સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જાહેરાત કરી છે કે, તે આવતા વર્ષે 2026માં IPLમાં નહીં રમે. તેણે IPL હરાજીમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું છે. મેક્સવેલે પોસ્ટમાં લખ્યું કે, આ મારા માટે એક મોટો નિર્ણય છે. હું IPLમાંથી મળેલા દરેક બોધપાઠ અને અનુભવ માટે અભારી છું. IPLએ મને એક ખેલાડી અને માનવી તરીકે પ્રસિદ્ધિ અપાવી છે. વિશ્વસ્તરીય ટીમ અને દિગ્ગજ ખેલાડીઓ સાથે રમવાની તક આપી છે. શાનદાર ફ્રેન્ચાઈઝીનું પ્રતિનિધિત્વ કરવા અને લાગણીશીલ ભારતીય ચાહકો સામે પ્રદર્શન કરવું તે મારી કારકિર્દીની ખાસ ક્ષણ રહી છે. મેક્સવેલે અંતમાં લખ્યું કે, જલદી જ ફરીથી મળીશું.
View this post on Instagram
IPL છોડવાનું કારણ
37 વર્ષીય મેક્સવેલને સતત ઈજાઓનો સામનો કરી રહ્યો છે. ભવિષ્યમાં તે IPL રમશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. વર્ષ 2019 પછી પ્રથમવાર એવું થશે કે, ગ્લેન મેક્સવેલ IPLમાં ભાગ નથી લેવાનો.
Glenn Maxwell નહિ રમે IPL 2026! | Gujarat First
મેક્સવેલે IPL 2026ના મીની-ઓક્શનમાં નામ ન આપ્યું
મેક્સવેલ IPL 2025માં પંજાબ કિંગ્સ તરફથી રમતા હતા
મેક્સવેલ પંજાબ, દિલ્હી, બેંગ્લોર જેવી ટીમ્સ સાથે રમી ચુક્યા છે
મેક્સવેલ અંદાજિત 63 કરોડ રૂપિયા IPLથી કમાઈ ચુક્યા છે
અગાઉ રસલ અને… pic.twitter.com/teKeCsTpDJ— Gujarat First (@GujaratFirst) December 2, 2025
Glenn Maxwell નું IPL માં પ્રદર્શન
એક એવો ખેલાડી કે જે પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે, જે છેલ્લે પંજાબ કિંગ્સ તરફથી IPL માં રમ્યો હતો. જેને ₹4.2 કરોડમાં ખરીદ્યો હતો. આ સ્ટાર ઓલરાઉન્ડર IPL 2025 માં 7 મેચ રમ્યો હતો પરંતુ તેની પ્રતિષ્ઠા પ્રમાણે રમી શક્યો ન હતો. તેણે ગયા સિઝનમાં ફક્ત 48 રન બનાવ્યા હતા અને ફક્ત 4 વિકેટ લીધી હતી. ગ્લેન મેક્સવેલે 141 IPL મેચોમાં 2,819 રન બનાવ્યા છે, જેમાં 18 અડધી સદીનો સમાવેશ થાય છે. તેમના નામે 41 વિકેટ પણ છે.
આ પણ વાંચો : IPL માં રસેલ યુગનો અંત: હવે KKR ના ડગઆઉટમાં ગુંજશે 'પાવર કોચ'નો અવાજ!


