250 વર્ષ જૂની ભગવાનની પાઘડી ભક્તોના દર્શન માટે મુકાઇ, જુઓ તસવીરો
પારસી પરિવારની સાત પેઢીઓ દ્વારા સાચવાયેલી પાઘડી દર્શન માટે મુકાઈદર વર્ષની જેમ આજે પણ ભાઈ બીજના દિવસે અઢીસો વર્ષ જૂની પાઘડીના દર્શન થશેપારસી પરિવાર દ્વારા સ્વામિનારાયણ ભગવાનની હયાતીની પાઘડી લોકોના દર્શન માટે મૂકવામાં આવી પાઘડીના દર્શન માટે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટ્યાકાચની પેટીમાં મૂકવામાં આવી છે પાઘડીકોઈ હાનિ ન થાય તે રીતે સાચવીને લાઈનમાં એક પછી એક દર્શનનો લાભ અપાશેઆàª
Advertisement
- પારસી પરિવારની સાત પેઢીઓ દ્વારા સાચવાયેલી પાઘડી દર્શન માટે મુકાઈ
- દર વર્ષની જેમ આજે પણ ભાઈ બીજના દિવસે અઢીસો વર્ષ જૂની પાઘડીના દર્શન થશે
- પારસી પરિવાર દ્વારા સ્વામિનારાયણ ભગવાનની હયાતીની પાઘડી લોકોના દર્શન માટે મૂકવામાં આવી
- પાઘડીના દર્શન માટે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા
- કાચની પેટીમાં મૂકવામાં આવી છે પાઘડી
- કોઈ હાનિ ન થાય તે રીતે સાચવીને લાઈનમાં એક પછી એક દર્શનનો લાભ અપાશે
આજે ભાઈ બીજ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાઈબીજના દિવસે પારસી (Parsi) પરિવાર દ્વારા સ્વામિનારાયણ (Swaminarayan)ભગવાનની હયાતીની પાઘડી લોકોના દર્શન માટે મૂકવામાં આવી છે..જેના દર્શન માટે મોટી સંખ્યામાં વહેલી સવાર થી હરિભક્તો સૈયદ પૂરા વિસ્તાર ખાતે ઉમટ્યા છે.
ભગવાને પારસી પરિવારને ભેટ આપી હતી
સ્વામિનારાયણ ભગવાનની હયાતી વખતે આ પાઘડી સુરત આવેલા ખુદ ભગવાન સ્વામિનારાયણ પારસી પરિવારને ભેટ આપી હતી.સતત સાત પેઢીઓએ આ પાઘડી સાચવી રાખી છે.આ અંગે પારસી પરિવાર ના મુખ્ય સભ્ય એવા કેરસિ વાડિયા એ જણાવાયું હતું કે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પારસી પરિવાર પાસે પાઘડી અકબંધ છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાઈબીજના દિવસે સ્વામિનારાયણ ભગવાનની પાઘડીના હરિભક્તોને દર્શન કરાવવા માટે મૂકવામાં આવી છે.સવારથી સાંજ સુધી હજારોની સંખ્યામાં ભક્તો દ્વારા પાઘડીના દર્શનનો લાભ લેવામાં આવશે.સાથે જ કોઈ ધક્કા મૂકી ના થાય તે માટે બરિકેડ લગાડવામાં આવ્યા છે.જેનાથી એક બાદ એક ભક્તો સરળતાથી પાઘડીના દર્શન કરી શકે.
પાઘડીને કાચની પેટીમાં સાચવી રખાઇ
આજથી અંદાજે અઢીસો કરતાં વધુ વર્ષ પહેલા ખુદ સ્વામિનારાયણ ભગવાન સુરતની મુલાકાતે આવેલા ત્યારે પારસીઓએ તેમની પરણોગત કરી હતી. જેના બદલામાં ભગવાને પારસી પરિવારને તેમની યાદી માટે પોતાની પાઘડી આપી હતી.જેની આજે પણ સુરતના પરિવાર દ્વારા સાચવણી કરવામાં આવે છે. કાચની પેટીમાં પાઘડીને કોઈ હાનિ ન થાય તે રીતે સાચવી રાખવામાં આવે છે.અને વહેલી સવાર થી ભક્તો દ્વારા એક પછી એક પાઘડી ના દર્શન નો લાવો લેવામાં આવી રહ્યો છે.


