Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Plane Crash : સુરતના 2 આશાસ્પદ યુવકો જયેશ અને અંકિત ચોડવાડિયાના કરુણ મૃત્યુ નીપજ્યા

12મી જૂન ગોઝારા ગુરુવારે અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનામાં સુરતના 2 આશાસ્પદ યુવકોના કરુણ મૃત્યુ થયા છે. જેમાં અંકિત (Ankit Chodwadia) લંડનમાં MR તરીકે નોકરી કરતો હતો જ્યારે જયેશ (Jayesh Gondaliya) કામકાજ અર્થે લંડન આવતો જતો રહેતો હતો. સુરતના બંને મૃતકો વિશે વાંચો વિગતવાર.
ahmedabad plane crash   સુરતના 2 આશાસ્પદ યુવકો જયેશ અને અંકિત ચોડવાડિયાના કરુણ મૃત્યુ નીપજ્યા
Advertisement
  • અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સુરતના 2 આશાસ્પદ યુવકોના મોત
  • જયેશ માત્ર 26 વર્ષનો હતો અને લંડનમાં કામકાજ કરતો હતો
  • અંકિત ચોડવાડિયા લંડનમાં MR ની નોકરી કરતો હતો

Ahmedabad Plane Crash : ગતરોજ અમદાવાદમાં થયેલ ગમખ્વાર વિમાન દુર્ઘટનામાં 242 મુસાફરો માંથી 241ના મૃત્યુ થયા હતા. આ વિમાન બી. જે. મેડિકલ હોસ્પિટલની હોસ્ટેલ સાથે ટકરાતા હોસ્ટેલમાં હાજર રહેલા લોકોના પણ મૃત્યુ થયા હતા. છેલ્લે મળતી માહિતી અનુસાર આ ગમખ્વાર અકસ્માતમાં કુલ 265 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ મૃતકોમાં સુરતના 2 આશાસ્પદ યુવકો જયેશ અને અંકિત ચોડવાડિયાનો સમાવેશ થાય છે.

અંકિત લંડનમાં બીફાર્મનો અભ્યાસ કરતો હતો

ગોઝારા ગુરુવારે અમદાવાદમાં થયેલ ગમખ્વાર વિમાન દુર્ઘટનામાં સુરતના અંકિત ચોડવાડિયા (Ankit Chodwadia) નું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અંકિત ચોડવાડિયા સુરતના વરાછાની માતૃશક્તિ સોસાયટીમાં રહેતો હતો. અંકિત બીફાર્મનો અભ્યાસ કર્યા બાદ લંડનમાં MR તરીકે નોકરી કરતો હતો. અંકિતને રજા મળતા તે સુરત આવ્યો હતો. અંકિતની આગળની યોજના લંડનમાં ડિગ્રી મેળવી નોકરી કરવાની હતી. અંકિતે 12મી જૂને બપોરે 12.15 કલાકે તેના પિતા ભગવાનભાઈ સાથે કોલ પર અંતિમ વાત કરી હતી. અંતિમ કોલમાં અંકિતે જણાવ્યું હતું કે, મમ્મી, ભાઈ-ભાભી અમદાવાદથી રવાના થઈ ગયા છે અને મારી ફ્લાઈટ અડધો કલાકમાં ઉપડશે.

Advertisement

Surat Gujarat First-

Surat Gujarat First-

Advertisement

આ પણ વાંચોઃ  Ahmedabad Plane Crash : ઈંગ્લેન્ડના 2 મૃતકોએ જૂનાગઢમાં કર્યો હતો યોગાભ્યાસ, સ્થાનિક ટેટૂ આર્ટિસ્ટે આપી શ્રદ્ધાંજલિ

અંકિતના પિતા Gujarat First સાથે વાતચીત કરતા રડી પડ્યા

અમદાવાદમાં સર્જાયેલ વિમાન દુર્ઘટનામાં સુરતના આશાસ્પદ યુવાન અંકિત ચોડવાડિયા (Ankit Chodwadia) નું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અંકિતના પિતા ભગવાનભાઈએ Gujarat First સાથે આ મુદ્દે વાતચીત કરી છે. તેમણે જણાવ્યું કે, અંકિતે પહેલા લંડનમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ MR તરીકે નોકરી કરતો હતો. હજૂ લંડનમાં અંકિત આગળ અભ્યાસ કરીને ડિગ્રી મેળવવા માંગતો હતો. અંકિતને રજા મળતા તે સુરત આવ્યો હતો. અંકિતના પિતા ભગવાનભાઈ Gujarat First સાથે વાતચીત કરતી વખતે ઘૃસકેને ધૃસકે રડી પડ્યા હતા.

માત્ર 26 વર્ષીય જયેશ ગોંડલીયાનું કરુણ અવસાન

12મી જૂને બપોરે અમદાવાદમાં સર્જાયેલ ગમખ્વાર વિમાન દુર્ઘટનામાં સુરતના 26 વર્ષીય જયેશ ગોંડલીયા (Jayesh Gondaliya) નું કરુણ અવસાન થયું હતું. જયેશ ગોંડલીયા કામકાજના અર્થે લંડન આવનજાવન કરતો હતો. જયેશે લંડન એકલા જવાનું નક્કી કર્યુ હતું. જયેશે એરઈન્ડિયાની અમદાવાદથી લંડન જતી A-171 ફ્લાઈટમાં ટિકિટ બૂક કરાવી હતી. જયેશ આ ફ્લાઈટમાં 54 નંબરની સીટ પર બેઠો હતો. જયેશના અવસાનથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જયેશના કાકા ધીરુભાઈએ Gujarat First સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જયેશ અવારનવાર લંડન કામકાજ અર્થે જતો હોય છે. જયેશનો ગુરુવારે સવારે 10 કલાકની આસપાસ ફોન આવ્યો હતો કે, હું એરપોર્ટની અંદર આવી ગયો છું.

Surat Gujarat First--

Surat Gujarat First--

આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash : 16મી જૂને પતિના જન્મદિવસની ઉજવણીમાં ભાગ લેવા લંડન જઈ રહી હતી હરપ્રીત કોર

Advertisement

.

×