Amreli : ફુલઝર ગામની ઘટનાનાં પડઘા સુરતમાં, અલ્પેશભાઈ કથીરિયાનું વિવાદિત નિવેદન!
- Amreli નાં ફુલઝર ગામની ઘટનાનાં પડઘા સુરતમાં પડ્યા
- સુરતમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજની યોજાઇ બેઠક
- વિજયભાઈ માંગુકીયા, અલ્પેશભાઈ કથીરિયા સહિત આગેવાનો જોડાયા
- પાટીદાર સમાજની બેઠકમાં અલ્પેશભાઈ કથીરિયાનું વિવાદિત નિવેદન
- આપણે ફરિયાદી બનીએ તેના કરતા આરોપી બનવું પડે: અલ્પેશભાઈ કથીરિયા
Surat : અમરેલી જિલ્લાના (Amreli) ફુલઝર ગામની ઘટનાનાં પડઘા સુરતમાં પડ્યા છે. સુરતમાં પાટીદાર સમાજની (Patidar Samaj) બેઠક યોજાઈ હતી, જેમાં પાટીદાર સમાજનાં આગેવાનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દરમિયાન, અલ્પેશભાઈ કથીરિયાનું (Alpeshbhai Kathiria) વિવાદિત નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે, આપણે ફરિયાદી બનીએ તેના કરતા આરોપી બનવું પડે. લુખ્ખો કાલ સવારે પણ લુખ્ખો જ હોય તેની સામે લુખ્ખો જ પેદા કરવા પડે! અમરેલીનાં ફુલઝર ગામે (Fulzar Village) પાટીદારો પર અસામાજિક તત્વોએ હુમલો કરતા મામલો બિચક્યો છે. તિક્ષ્ણ હથિયારો સાથે પાટીદાર યુવાનો પર હુમલાનો આક્ષેપ છે. જ્યારે, આ ઘટનામાં પાટીદાર યુવાનો પર જ ખોટી રીતે કેસ કરાયાનો પણ આરોપ છે.
આ પણ વાંચો - ફટાકડા-ફૂલોની વર્ષા સાથે DyCM હર્ષભાઈ સંઘવીનો ઓલપાડમાં ભવ્ય સ્વાગત
મદદગારીમાં નામ આવે તો જેલમાં ભેગી થાળી પણ ખાવી પડે : અલ્પેશભાઈ કથીરિયા
અમરેલીનાં (Amreli) ફુલઝર ગામની ઘટનાને લઈ આજે સુરતમાં પાટીદાર સમાજની મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં પાટીદાર સમાજના વિજયભાઈ માંગુકીયા (Vijaybhai Mangukiya), અલ્પેશભાઈ કથીરિયા સહિત આગેવાનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં અલ્પેશભાઈ કથીરિયાનું વિવાદિત નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે, આપણે ફરિયાદી બનીએ તેના કરતા આરોપી બનવું પડે. 5 હજાર લોકો ફુલઝર જાય તોય ફુલઝર સુખી ન થાય. લુખ્ખો કાલ સવારે પણ લુખ્ખો જ હોય તેની સામે લુખ્ખો જ પેદા કરવા પડે! 15 વર્ષ પહેલા દરેકના ડેલામાં લુખ્ખા સાચવતા એટલે પટેલો સુખી હતા. આજે કોઈને એમ કહીએ કે વોન્ટેડ છે રોકાવા દો તો મજાલ નથી કે રોકાવા દે. એકતા આ રીતે ન થાય, એકતામાં સહકાર આપવો પડે. મદદગારીમાં નામ આવે તો જેલમાં ભેગી થાળી પણ ખાવી પડે.
આ પણ વાંચો - Diu- Daman સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત : લોકોએ બીજેપી ઉપર દર્શાવ્યો અટલ વિશ્વાસ
Amreli નાં ફુલઝર ગામે તિક્ષ્ણ હથિયારો સાથે પાટીદાર યુવાનો પર હુમલાનો આક્ષેપ
અમરેલીના ફુલઝર ગામે (Fuljar Conflict) પાટીદારો પર અસામાજિક તત્વોએ હુમલો કર્યાનો આરોપ છે. ફુલઝર ગામે બે જ્ઞાતિનાં યુવાનો વચ્ચે જૂથ અથડામણ થતાં મામલો બિચક્યો હતો. તિક્ષ્ણ હથિયારો સાથે પાટીદાર યુવાનો પર હુમલાનો આક્ષેપ થયો છે. સાથે જ આ ઘટનામાં પાટીદાર યુવાનો પર ખોટી રીતે કેસ કરાયાનો પણ આરોપ છે. CCTV નાં પુરાવા હોવા છતાં પોલીસે ખોટી ફરિયાદ નોંધવાનો આક્ષેપ થયો છે. પાટીદાર સમાજનાં (Patidar Samaj) લોકોએ ન્યાયની માગ સાથે આજે એકઠા થયા હતા. ન્યાય માટે હવે પાટીદારો આંદોલનરૂપે રેલી કાઢી ફુલઝર ગામે પણ જશે એવી માહિતી છે.
આ પણ વાંચો - Gandhinagar : 3 પેટ્રોલ પંપના માલિકની 2 દીકરીઓના મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળ્યા! પિતા હજી ગુમ