Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: હાથમાં રિવોલ્વર સાથે ડાન્સ કરી રહ્યાં છે ભાજપના સક્રિય કાર્યકર સુજીત ઉપાધ્યાય, વીડિયો થયો વાયરલ

Surat: ભાજપના સક્રિય કાર્યકર સુજીત ઉપાધ્યાય હાથમાં રિવોલ્વર સાથે કોઈ ડાન્સર સાથે ડાન્સ કરી રહ્યાં છે, તેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.
surat  હાથમાં રિવોલ્વર સાથે ડાન્સ કરી રહ્યાં છે ભાજપના સક્રિય કાર્યકર સુજીત ઉપાધ્યાય  વીડિયો થયો વાયરલ
Advertisement
  1. સુરતમાં ભાજપના વધુ એક સક્રિય કાર્યકરનો વીડિયો વાયરલ
  2. ડીંડોલી વિસ્તારના કાર્યકર સુજીત ઉપાધ્યાયનો વીડિયો વાયરલ
  3. ડાન્સની સાથે હાથમાં રિવોલ્વર રાખી દેખાડો કરે છે કાર્યકર
  4. સુરત શિક્ષણ સમિતિના સભ્ય શુભમનો સગો ભાઈ છે સુજીત

Surat: સુરતમાં ભાજપના વધુ એક કાર્યકર જે અત્યારે સક્રિય છે તેનો વીડિયો વાયરલ થયો છે. રિવોલ્વર રાખવી અને ફાયરિંગ કરવું અત્યારે જાણે સરળ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. સુરત (Surat)ના ડીંડોલી વિસ્તારના આ કાર્યકક સુજીત ઉપાધ્યાયનો વીડિયો વાયરલ થયો છે. ભાજપના સક્રિય કાર્યકર સુજીત ઉપાધ્યાય હાથમાં રિવોલ્વર સાથે કોઈ ડાન્સર સાથે ડાન્સ કરી રહ્યાં છે, તેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: IPS Transfer : આંતરરાષ્ટ્રીય લાંચ રૂશ્વત વિરોધી દિનના રોજ સરકારનો ગર્ભિત સંદેશ ?

Advertisement

શું કાયદા માત્ર સામાન્ય લોકો માટે જ હોય છે?

વધારે વિગતે વાત કરવામાં આવે તો, કાર્યકર સુજીત ઉપાધ્યાય ડાન્સ સાથે હાથમાં રિવોલ્વર રાખીને દેખાડો કરી રહ્યાં હોય તેનું લાગી રહ્યું છે. આખરે આવી રીતે રિવોલ્વર સાથે વીડિયો બનાની ભાજપના આ કાર્યકર સુજીત ઉપાધ્યાય સાબિત શું કરવા માંગે છે? શું કાયદા માત્ર સામાન્ય લોકો માટે જ હોય છે? વધુ ચોંકાવનારી વાત એ છે કે, સુજીત ઉપાધ્યાય સુરત શિક્ષણ સમિતિ (Surat Education Department)ના સભ્ય શુભમનો સગો ભાઈ છે. અત્યારે આ વીડિયો વાયરલ થતા અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે.

આ પણ વાંચો: Diu : સસ્પેન્ડેડ પોલીસકર્મીની શર્મનાક કરતૂત, યુવતીનો પીછો કરી કારમાં ખેંચી અને પછી..!

સુજીત ઉપાધ્યાય પાસે પિસ્તોલ છે કે એરગન? તપાસનો વિષય

સુજીત ઉપાધ્યાયનો જન્મ દિવસનો પણ વીડિયો વાયરલ થયો છે. બીજા આ વીડિયોમાં સુજીત ઉપાધ્યાય પોતે ડીંડોલીનાં PI તેને કેક ખવડાવી રહ્યાં છે. નોંધનીય છે કે, આ પહેલા ઉમેશ તિવારીનો ફાયરિંગનો કાંડ બાદ વધુ એક વીડિયો સામે આવ્યો છે. સુજીત ઉપાધ્યાય પાસે પિસ્તોલ છે કે એરગન તે પણ તપાસનો વિષય છે. પરંતુ વીડિયોને લઈને અનેક સવાલો થઈ રહ્યાં છે. જો કે ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.

આ પણ વાંચો: Dahod : મોડી રાતે કપડાંની દુકાનમાં લાગી વિકરાળ આગ, ફાયરની 3 ગાડી તાબડતોબ પહોંચી

Tags :
Advertisement

.

×