વલસાડના હિંગળાજ ગામે હેલિકોપ્ટર દ્વારા 4 લોકોને બચાવ્યા, જોઈ લો વિડીયો...
ગુજરાતમાં ભારે વરસાદના કારણે સ્થિતિ કફોડી બની રહી છે. દક્ષિણ ગુજરાતની હાલત ભારે વરસાદના કારણે ખરાબ બની રહી છે. ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ભારે વરસાદના કારણે વલસાડના ભદેલી હિંગળાજ ગામે માથા સુધી પાણી ફરી વળતાં તંત્ર દ્વારા ફસાયેલા લોકોને બચાવવાની કવાયત શરુ કરાઇ છે. હિંગળાજ ગામમાં ફસાયેલી 4 વ્યક્તિનું હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ
Advertisement
ગુજરાતમાં ભારે વરસાદના કારણે સ્થિતિ કફોડી બની રહી છે. દક્ષિણ ગુજરાતની હાલત ભારે વરસાદના કારણે ખરાબ બની રહી છે. ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ભારે વરસાદના કારણે વલસાડના ભદેલી હિંગળાજ ગામે માથા સુધી પાણી ફરી વળતાં તંત્ર દ્વારા ફસાયેલા લોકોને બચાવવાની કવાયત શરુ કરાઇ છે. હિંગળાજ ગામમાં ફસાયેલી 4 વ્યક્તિનું હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવી હતી અને હજું પણ ત્યાં બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે.
ભારે વરસાદના કારણે ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની હાલત ખરાબ થઇ ગઇ છે. મોટાભાગના વિસ્તારો જળબંબાકાર બની ગયા છે અને લોકો માટે આશરો ક્યાં લેવો તે પણ સવાલ ઉભો થયો છે. ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે.
વલસાડ જીલ્લાના ભદેલી હિંગળાજ ગામની હાલત અત્યારે સૌથી વધુ ખરાબ માનવામાં આવી રહી છે. અહીં ચારે બાજુ પાણી જોવા મળે છે. ગામમાં 12થી 15 ફૂટ અને ક્યાંક માથા સુધી પાણી જોવા મળી રહ્યું છે. હિંગળાજ ગામે કેટલાક લોકો ફસાયા હોવાની વાત મળતાં વહિવટી તંત્ર પણ એકશનમાં આવ્યું છે અને દમણ કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી છે. કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર દ્વારા હિંગળાજ ગામે રેસ્કયૂ ઓપરેશન કરીને 4 લોકોને એર લિફ્ટ કરવામાં આવ્યા હતા.
હિંગળાજ ગામમાં હજું પણ લોકો ફસાયા હોવાની વાત છે જેથી એનડીઆરએફ અને પોલીસ જવાનો બચાવ રાહતનું કાર્ય કરી રહ્યા છે. હિંગળાજ ગામ પર હેલિકોપ્ટર સતત આંટા ફેરા કરી રહ્યું છે. ગામની સ્થિતી એટલી ખરાબ છે કે ગામમાં ક્યાંક કમર સમા પાણી છે તો ક્યાંક માથાથી ઉપર જાય તેટલું પાણી છે.
Advertisement
બીજી તરફ વલસાડના લીલાપુર વિસ્તારમાં પરિસ્થિતિ વિકટ બની છે અને આ પંથકના 5 થી 7 ગામ સંપર્ક વિહોણા થયા છે. ઔરંગા રોડ પર 6 થી 7 ફૂટ પાણી ભરાયા છે અને પાણી ભરવાને કારણે મુખ્ય માર્ગ બંધ થઇ જતાં ગ્રામજનો સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
Advertisement
Koo AppWATCH | Gujarat: Water level of Auranga river rises after heavy rains in Valsad, leaving people trapped in their homes due to waterlogging in low-lying areas. NDRF teams rescued the stranded people with the help of helicopter. (Video Credit: ANI)- Prasar Bharati News Services (@pbns_india) 11 July 2022


