Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: મનીષ દોષીએ બિરસામુંડા યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયાને સરકાર સામે શા માટે નારાજગી વ્યક્ત કરી

Surat: સુરત આવેલા ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રવક્તા મનીષ દોષીએ બિરસામુંડા યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયામાં અનામતનો છેદ ઉડાવી દેતા સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે.
surat  મનીષ દોષીએ બિરસામુંડા યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયાને સરકાર સામે શા માટે નારાજગી વ્યક્ત કરી
Advertisement
  1. ભરતી પ્રક્રિયામાં અનામતનો છેદ ઉડાવી દેતા નારાજગી વ્યક્ત કરી
  2. યુવાઓની રોજગારી છેડાવવાનો ભાજપ સરકાર દ્વારા પ્રયાસઃ મનીષ દોશી
  3. તાત્કાલિક ધોરણે નિર્ણયની અંદર સુધારો કરવામાં માટે માંગ કરાઈ

Surat: સુરત આવેલા ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રવક્તા મનીષ દોષીએ બિરસામુંડા યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયામાં અનામતનો છેદ ઉડાવી દેતા સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. મનીષ દોશીએ આક્ષેપ કરતા જણાવ્યું છે ક, વ યુવાઓની રોજગારી છેડાવવાનો આ પ્રયાસ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. SC, ST અને OBC જોડે અન્યાય કરવામાં આવ્યો છે. જેનો કોંગ્રેસ પક્ષ વિરોધ કરે છે અને તાત્કાલિક ધોરણે લેવામાં આવેલા નિર્ણયની અંદર સુધારો કરવામાં આવે તેવી માંગ કરે છે. અન્યથા કોંગ્રેસ પક્ષ વિધાનસભામાં આ મુદ્દે વિરોધ નોંધવશે.

મનીષ દોષીએ સુરત ખાતેથી પોતાની પ્રતિક્રિયા આપી

બિરસામુંડા યુનિવર્સિટીમાં અલગ અલગ પદો માટેની ભરતી પ્રક્રિયા કરવામાં આવી. પરંતુ આ ભરતી પ્રક્રિયામાં અનામતનો છેદ ઉડાવી દેવામાં આવ્યો હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યાં. કોંગ્રેસ પક્ષના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ આ બાબતને લઈ વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ સુરત ખાતેથી પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના કાયદા સમિતિ દ્વારા સ્થપાયેલી બિરસામુંડા યુનિવર્સિટી દ્વારા વહીવટી ભરતી પ્રક્રિયામાં એક પણ અનામત કેટેગરી રાખવામાં આવી નથી.

Advertisement

આ પણ વાંચો: Sabarkantha: એક જ રાતમાં એક બે નહીં પરંતુ 12 ખેડૂતોને ત્યાં થઈ ચોરી, ખેતરોમાંથી 1000 મીટર જેટલો કેબલ ગાયબ

Advertisement

આદિવાસી સમાજ માટે શા માટે ન્યાય નથી કરવામાં આવતોઃ કોંગ્રેસ પ્રવક્તા

મનીષ દોશીએ જણાવ્યું કે, યુનિવર્સિટીના મહત્વના નિર્ણય લેનારા પદો માટે એક પણ અનામત કેટેગરીનો સમાવેશ કરાયો નથી. સરકાર દ્વારા વાહ વાહી કરવામાં આવે છે, પરંતુ આદિવાસી સમાજ માટે શા માટે ન્યાય કરવામાં આવતો નથી. ભાજપા સરકારની નીતિ અને રીતી આ તમામ બાબતોને લઈ ઉજાગર થાય છે. ભાજપા સરકારના શાસનમાં છેલ્લા 15 વર્ષથી આઉટ સોર્સ અને કોન્ટ્રાક્ટ પ્રથા ચાલી આવી છે. લાખો યુવાનોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે.

આ પણ વાંચો: Devbhumi Dwarka: દાદા'ની બુલડોઝર કાર્યવાહીનું ઐતિહાસિક રિઝલ્ટ, દેવભૂમી દ્વારકાના સાત ટાપુઓ થયા સંપૂર્ણ દબાણ મુક્ત

આ મુદ્દે વિધાનસભામાં પણ કોંગ્રેસ અવાજ ઉઠાવશેઃ મનીષ દોશી

કોંગ્રેસ પ્રવકતાએ જણાવ્યું કે, આઉટ સોર્સ અને કોન્ટ્રાક્ટ પ્રથાના કારણે એસસી, એસટી, ઓબીસીને બંધારણીય રીતે મળવાપાત્ર અનામતનો છેદ ઉડી જાય છે. અનામત અને બિન અનામત વર્ગનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે. બિરસામુંડા યુનિવર્સિટીમાં મુખ્ય પદો માટેની ભરતી પ્રક્રિયામાં જે નિયમોનું ઘરાર ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ પ્રકારના કારનામા કરનારા અધિકારી અને પદાધીકારીઓ સામે પગલા ભરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી રહ્યું છે. આ મુદ્દે વિધાનસભામાં પણ કોંગ્રેસ અવાજ ઉઠાવશે. એટલું નહીં પરંતુ આ મુદ્દાને લઈને લોકો વચ્ચે પણ જઈશું. એસસી, એસટી, ઓબીસી અને નવયુવાનો સહિત જનતાને બંધારણીય અધિકાર મળવા જોઈએ. જે ભાજપા સરકારની આ નીતિ નિયમોનું ચુસ્ત પાલન કરવાની જવાબદારી છે, તે થઈ રહું નથી.જે આપના સૌ માટે ખૂબ જ દુઃખની બાબત છે.

અહેવાલઃ રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×