Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: રાજ્યના આ શહેરોમાં શિયાળામાં વરસાદી માહોલ જામ્યો

અમરેલી જિલ્લામાં વરસાદથી ખેડૂતો ચિંતામાં વધારો થયો છે. ધારીના સરસીયા અને ગોવિંદપુરમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ખેતરોમાં પડેલા તૈયાર પાકને બચાવવા ખેડૂતોમાં અહીં દોડધામ મચી ગઇ હતી. અમરેલી જિલ્લાના ધારી અને ખાંભા પંથક અને ત્રંબકપુર અને ગોવિંદપુર ગામે માવઠાથી ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યાં છે. ગીર સોમનાથના વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાએક ધોધમાર વરસાદ વરસ્યો છે.
gujarat rain  રાજ્યના આ શહેરોમાં શિયાળામાં વરસાદી માહોલ જામ્યો
Advertisement
  • Gujarat Rain: ઉના, ગીરગઢડા શહેર સહિત તાલુકામાં કમોસમી વરસાદ થયો
  • કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોના પાકોને નુકસાની ભીતિ
  • કપાસ, સોયાબીન, મગફળી, બાજરી, અડદ સહિતના પાકોને નુકસાન

Gujarat Rain: ગીર સોમનાથમાં શિયાળામાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ઉના, ગીરગઢડા શહેર સહિત તાલુકામાં કમોસમી વરસાદ થયો છે. કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોના પાકોને નુકસાની ભીતિ છે. કપાસ, સોયાબીન, મગફળી, બાજરી, અડદ સહિતના પાકોને નુકસાનની ભીતિ છે.

માળીયા હાટીના પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો

માળીયા હાટીના પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેમાં ભંડુરી, પાણીધ્રા ગીર, જૂથળ, ગળોદર, ચોરવાડ સહિતના ગામોમાં વરસાદ વરસતાં માવઠાથી મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે. ભારે વરસાદની આગાહીના કારણે જૂનાગઢના માંગરોળના બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. જૂનાગઢના માંગરોળના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. અહીં 4થી 6 ફૂટ સુધીના ઉછળી મોજા રહ્યાં છે.

Advertisement

Advertisement

Gujarat Rain: અમરેલી જિલ્લામાં વરસાદથી ખેડૂતો ચિંતામાં વધારો થયો

અમરેલી જિલ્લામાં વરસાદથી ખેડૂતો ચિંતામાં વધારો થયો છે. ધારીના સરસીયા અને ગોવિંદપુરમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ખેતરોમાં પડેલા તૈયાર પાકને બચાવવા ખેડૂતોમાં અહીં દોડધામ મચી ગઇ હતી. અમરેલી જિલ્લાના ધારી અને ખાંભા પંથક અને ત્રંબકપુર અને ગોવિંદપુર ગામે માવઠાથી ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યાં છે. ગીર સોમનાથના વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાએક ધોધમાર વરસાદ વરસ્યો છે.

heavy rain and road

વલસાડ, નવસારી જિલ્લાના ગામડામાં છૂટછવાયો વરસાદ

હવામાન વિભાદની આગાહી મુજબ અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરમિયાકાંઠાને થઇ શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો, સુરત, ડાંગ, વલસાડ, નવસારી જિલ્લાના ગામડામાં છૂટછવાયો વરસાદ વરસ્યો છે.

ડાંગના આહવામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો

ડાંગના આહવામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. ડાંગના આહવામાં એક ઈંચ વરસાદ વરસ્યો. વરસાદના કારણે ડાંગર સહિતના પાકને નુકસાનીની ભીતી સેવાઇ રહી છે.નવસારી શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. નવસારી શહેર, બીલીમોરામાં માવઠાથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. અહીં ડાંગર, ચીકુ સહિતના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે.વાપીમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. વલસાડ-વાપી વચ્ચે નેશનલ હાઈવે નં.48 પર વાદળો વચ્ચે વરસાદ વરસતાં વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મૂકાયા છે.

આ પણ વાંચો: Gujarat Rain: હવામાન વિભાગે આગામી 7 દિવસ જાણો કયા વિસ્તારમાં વરસાદની આગાહી કરી

Tags :
Advertisement

.

×