Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: નરાધમે 4 બાળકીઓ સાથે કરી વિકૃત હરકત, સ્થાનિકોએ નરાધમને ચખાડ્યો મેથીપાક

Surat: ગુજરાત મહિલાઓ માટે કેટલું સુરક્ષિત છે તે એક સવાલ બની ગયો છે, કારણ કે, માત્ર એક અઠવાડિયામાં બે એવી ઘટનાઓ બની છે. તેમાં બાળકીઓ સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે.
surat  નરાધમે 4 બાળકીઓ સાથે કરી વિકૃત હરકત  સ્થાનિકોએ નરાધમને ચખાડ્યો મેથીપાક
Advertisement
  1. ગોપીપુરામાં ઘર આંગણે રમી રહી હતી બાળકીઓ
  2. નરાધમની હરકત જોઇ બાળકીઓએ બૂમાબૂમ કરી
  3. સ્થાનિક લોકોએ નરાધમ પાસેથી બાળકીઓને છોડાવી

Surat: ગુજરાત મહિલાઓ માટે કેટલું સુરક્ષિત છે તે એક સવાલ બની ગયો છે, કારણ કે, માત્ર એક અઠવાડિયામાં બે એવી ઘટનાઓ બની છે. તેમાં બાળકીઓ સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, રાજ્યમાં બાળકીઓ પર શારીરિક ચેડાની ઘટનાઓ ખુબ જ વધી રહીં છે. અત્યારે એક ઘટના સુરતમાં બની છે. સુરતમાં નરાધમે ચાર બાળકીઓ સાથે વિકૃત હરકત કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.

આ પણ વાંચો: Bhavnagar શહેરનો કરૂણ બનાવ! માતાએ નવજાત બાળકને કાંટામાં ફેકી દીધું

Advertisement

સ્થાનિકોએ આરોપીને મેથીપાક આપી પોલીસને સોંપી દીધો

સુરતમાં ગોપીપુરમાં 4 બાળકીઓ સાથે દુષ્કર્મના પ્રયાસની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ગોપીપુરામાં ઘર આંગણે બાળકીઓ રમી રહી હતી. આ દરમિયાન એક યુવકે બાળકીઓ સાથે અભદ્ર હરકતો કરવાનું શરૂ કર્યું હતું. નરાધમની હરકત જોઇ બાળકીઓએ બૂમાબૂમ કરી દીધી હતી. બાળકીઓનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો દોડી આવ્યાં હતાં. સ્થાનિક લોકોએ બાળકીઓને નરાધમ પાસેથી છોડાવી હતી.

Advertisement

આ પણ વાંચો: Kutch: એક બે નહીં પરંતુ 14 બોગસ લાયસન્સ ઈસ્યું કર્યા, મુખ્ય સુત્રધારને SOGએ દબોચ્યો

પોલીસે ઉવેશ શેખ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો

નોંધનીય છે કે, અહીના સ્થાનિક લોકોએ નરાધમીને ત્યાને ત્યા જ ભારે મેથીપાક ચખાડ્યો હતો. ત્યાર બાદ પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી. મળતી જાણકાપી પ્રમાણે પોલીસે ઉવેશ શેખ સામે પોક્સો એક્ટ હેઠલ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી દીધી છે. સ્વાભાવિક છે કે, અત્યારે આવી ઘટનાઓ ખુબ જ વધી રહીં છે. જેથી આવા નરાધમીઓને કડકમાં કડક સજા થવી જ જોઈએ.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×