Pahalgam Terror Attack : આતંકવાદના ખાતમા માટે મોદી સરકાર કટિબદ્ધ - સી. આર. પાટીલ
- Pahalgam Terror Attack મુદ્દે ભારતે પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો
- વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં CCS ની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા
- આ નિર્ણયોને C. R. Patil એ યોગ્ય ગણીને આવકાર્યા
Pahalgam Terror Attack : ભારતે પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો છે. PM Modi ની અધ્યક્ષતામાં CCS ની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. જેમાં ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ (Sindhu Water Treaty) રદ કરી, પાકિસ્તાનીઓના વિઝા રદ કર્યા, અટારી ચેકપોસ્ટ બંધ કરી વગેરે જેવા આકરા નિર્ણય લીધા છે. આ નિર્ણયોથી ભૂખે મરતા પાકિસ્તાનને હવે તરસે મરવાનો વારો આવશે. ભારત સરકારના આ નિર્ણયોને આવકારતા કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે પ્રતિક્રિયા આપી છે.
આકરા નિર્ણયો પર સી. આર. પાટીલની પ્રતિક્રિયા
ભારતે પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો છે. હવે ભૂખે મરતું પાકિસ્તાન તરસે મરશે. પાકિસ્તાન માટે ભારતે લીધેલા આકરા નિર્ણયો મુદ્દે C. R. Patil એ જણાવ્યું છે કે, જે દેશ આતંકવાદને પ્રોત્સાહન આપતું હોય તેના નાગરિકોએ ભારત છોડી દેવું જોઈએ. આવા લોકોની ભારતમાં જરૂર નથી. આ એક ચોક્કસ અને યોગ્ય પગલું છે. આવા લોકોનો અહીં કોઈ કામ નથી, આવા લોકોને તાત્કાલથી અહીંથી રવાના થવું જોઈએ.
આવા લોકોની ભારતમાં જરૂર નથી : CR Patil | Gujarat First
આવા લોકોની ભારતમાં જરૂર નથી
આ ચોક્કસ યોગ્ય પગલું છે
આવા લોકોનો અહીં કોઈ કામ નથી @CRPaatil #Gujarat #surat #crpatil #pahalgam #jammuandkashmir #gujaratfirst pic.twitter.com/syA2A5pLBE— Gujarat First (@GujaratFirst) April 23, 2025
આ પણ વાંચોઃ Pahalgam Terror Attack: પહલગામ આતંકી હુમલાને લઈ ભારત સરકારનો સૌથો મોટો નિર્ણય
મોદી સરકારની કટિબદ્ધતા
કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું છે કે, આતંકવાદની વિરુદ્ધ આખો દેશ એક થઈને ઉભો છે. આતંકવાદને પોસવાવાળાનો ખાતમો થાય તેના માટે Narendra Modi ની સરકાર કટિબદ્ધ છે. દેશવાસીઓ પણ આ વિશ્વાસ ધરાવે છે કે આવા કૃત્યોની એવી કડક સજા કરવામાં આવે કે બીજી વખત કોઈ આવી હિંમત ન કરે. જે નિર્ણયો ભારત સરકારે લીધા છે તે સમગ્ર દેશની ઈચ્છા વ્યક્ત કરે છે. અત્યારે નરેન્દ્ર મોદીની વિચારધારા સાથે આખો દેશ મક્કમતાથી આગળ વધી રહ્યો છે.
આ પણ વાંચોઃ Pahalgam Terrorist Attack : હિન્દુ ધર્મની પુષ્ટિ કરી પર્યટકોની નિર્દયતાથી હત્યા કરાઈ- C. R. Patil


