Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બંદીવાનોને લડ્ડુ વિતરણ કર્યું, ગુનાખોરીથી દૂર રહેવા સૂચન

રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ ખાસ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને લાજપોર જેલમાં કેદ બંદીવાનોને લડ્ડુનું વિતરણ કર્યું હતું.
surat   ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બંદીવાનોને લડ્ડુ વિતરણ કર્યું  ગુનાખોરીથી દૂર રહેવા સૂચન
Advertisement
  1. Surat નાં લાજપોર જેલમાં પર્યુષણ મહાપર્વની ભવ્ય ઉજવણી કરાઈ
  2. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા
  3. લાજપોર જેલમાં બંદીવાનોને હર્ષ સંઘવીએ લડ્ડુનું વિતરણ કર્યું
  4. હર્ષભાઈ સંઘવીએ બંદીવાનોને ગુનાખોરીથી દૂર રહેવા સૂચન

Surat : જૈન ધર્મમાં પર્યુષણ મહાપર્વનું (Paryushan Mahaparva 2025) ખૂબ જ મહત્ત્વ રહેલું છે. પર્યુષણ પર્વ નિમિત્તે શ્રાવક-શ્રાવિકાઓ તપ અને ત્યાગ દ્વારા પોતાના જીવનને ધન્ય બનાવે છે અને પ્રભુ દર્શન, જાપ, ધ્યાન અને વ્યાખ્યાન જેવી આરાધનાઓ કરે છે. ત્યારે સુરતનાં લાજપોર જેલમાં (Lajpore Jail) પર્યુષણ મહાપર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) આ ખાસ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને લાજપોર જેલમાં કેદ બંદીવાનોને લડ્ડુનું વિતરણ કર્યું હતું.

આ પણ વાંચો - સાબરકાંઠામાં હરણાવ જળાશયમાંથી પાણી છોડાયું: ભારે વરસાદ બાદ 17 ગામોને એલર્ટ

Advertisement

Surat લાજપોર જેલમાં પર્યુષણ મહાપર્વની ઉજવણી, ગૃહ રાજ્યમંત્રી કાર્યક્રમમાં હાજર

સુરતની (Surat) લાજપોર જેલમાં પર્યુષણ મહાપર્વની ભવ્ય ઉજવણી નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. હર્ષભાઈ સંઘવીએ બંદીવાનોને ગુનાખોરીથી દૂર રહેવા અને જવાબદાર નાગરિક તરીકે જીવન જીવવા સૂચન કર્યું હતું. ભગવાન મહાવીર સ્વામીના (Lord Mahavir Swami) જન્મનું વાંચન નિમિત્તે પારણું ઝૂલાવાનો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઝૂલા ઝૂલાવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - બનાસકાંઠાના ભાભરમાં અબાળા ગામે ધીંગાણું : સરપંચ અને પૂર્વ સરપંચના જૂથો આમને-સામને, 8 લોકો ઘાયલ

બંદીવાનોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લડ્ડુનું વિતરણ કર્યું

પર્યુષણ મહાપર્વ નિમિત્તે લાજપોર જેલમાં યોજાયેલ ખાસ કાર્યક્રમ દરમિયાન બંદીવાનોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લડ્ડુનું વિતરણ પણ કર્યું હતું. નોંધનીય છે કે, પર્યુષણ મહાપર્વ (Paryushan Mahaparva 2025) જૈન ધર્મમાં એક સપ્તાહ માટે યોજાતો હોય છે. આ મહાપર્વ દરમિયાન શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા તપ અને પ્રતિક્રમણ જેવી ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવે છે. 20 ઓગસ્ટથી શરૂ થયેલ આ મહાપર્વ 28 ઓગસ્ટ સુધી ચાલશે. દર વર્ષે શ્રાવણ વદ બારસથી શરૂ થતા આ પર્વના 7 દિવસ સાધના અને તપમાં વિતાવાય છે, જ્યારે આઠમો દિવસ સંવત્સરી એટલે કે ક્ષમા આપવાના દિવસ તરીકે ઓળખાય છે. આ અવસર પર નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધીની ભીડ ઉપાશ્રય અને દેરાસરમાં ઉમટી પડે છે.

આ પણ વાંચો - Gondal : 'ફિટ ઇન્ડિયા મુવમેન્ટ' હેઠળ રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસે 'સન્ડે ઓન સાયકલ' રેલી યોજી

Tags :
Advertisement

.

×