ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Modi in Surat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી આવશે સુરતની મુલાકાતે! વાંચો વિગત

વડાપ્રધાન મોદી વૃદ્ધ સહાય પેન્શન યોજનાનાં કાર્યક્રમમાં હાજરી આપશે.
05:17 PM Feb 19, 2025 IST | Vipul Sen
વડાપ્રધાન મોદી વૃદ્ધ સહાય પેન્શન યોજનાનાં કાર્યક્રમમાં હાજરી આપશે.
PM Modi_Gujarat_first 1
  1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનશે સુરતનાં મહેમાન (PM Modi in Surat)
  2. 7 માર્ચે સુરતનાં લિંબાયતનાં કાર્યક્રમમાં હાજરી આપશે
  3. પુરવઠા વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું છે.
  4. વૃદ્ધ સહાય પેન્શન યોજનાનાં કાર્યક્રમમાં આપશે હાજરી

PM Modi in Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર સુરતનાં (Surat) મહેમાન બનવા છે. પીએમ મોદી 7 માર્ચે લિંબાયતનાં એક કાર્યક્રમમાં હાજરી આપશે એવી માહિતી સામે આવી છે. પુરવઠા વિભાગ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી વૃદ્ધ સહાય પેન્શન યોજનાનાં કાર્યક્રમમાં હાજરી આપશે. PM મોદી રાત્રિ રોકાણ પણ સુરતમાં કરશે એવી શક્યતાઓ છે.

આ પણ વાંચો - Junagadh : માંગરોળ નપામાં BJP નાં શિરે સત્તાનો તાજ, BSP એ આપ્યો ટેકો

7 માર્ચે સુરતનાં લિંબાયતનાં કાર્યક્રમમાં આપશે હાજરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વાર ફરી ડાયમન્ડ સિટી સુરતની મુલાકાતે આવશે એવા સમાચાર છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, 7 માર્ચનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) સુરત આવશે અને લિંબાયત વિસ્તારમાં પુરવઠા વિભાગ દ્વારા આયોજિત કરેલ કાર્યક્રમમાં હાજરી આપશે. માહિતી અનુસાર, વૃદ્ધ સહાય પેન્શન યોજનાનાં કાર્યક્રમમાં પીએમ મોદી ઉપસ્થિત રહેશે. અહેવાલ અનુસાર, લિંબાયત વિસ્તારમાં સાંજે 5 વાગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રિ રોકાણ પણ સુરતમાં (PM Modi in Surat) જ કરે તેવી શક્યતા છે. પીએમ મોદીનાં સુરત પ્રવાસને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી પણ શરૂ કરવામાં આવી ચૂકી છે.

આ પણ વાંચો - Gujarat : પૂર્વ સાંસદ અને ભાજપ નેતા દીનુ સોલંકીનો મોટો આરોપ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સામે માંડ્યો મોરચો

ગુજરાતનો ભાજપ સાથેનો સંબંધ અતૂટ છે : પીએમ મોદી

નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે (BJP) શાનદાર જીત મેળવી છે. આ જીત બદલ ગઈકાલે પીએમ મોદીએ ટ્વીટ કરીને ગુજરાતનાં નાગરિકોનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ (PM Modi) લખ્યું હતું કે, 'ગુજરાતનો ભાજપ સાથેનો સંબંધ અતૂટ છે. સમય સાથે સંબંધ પણ મજબૂત બની રહ્યો છે. રાજ્યમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં (Sthanik Swaraj Election) ભાજપને સંપૂર્ણ સમર્થન અને આશીર્વાદ આપવા બદલ હું ગુજરાતનાં લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. વિકાસની રાજનીતિનો આ બીજો મોટો વિજય છે. આનાથી આપણા મહેનતુ કાર્યકરોને વધુ ઊર્જા સાથે લોકોની સેવા કરવાની તક મળશે. હું ભાજપનાં તમામ કાર્યકરોને અભિનંદન આપું છું, જેમની અથાક મહેનત અને પ્રયત્નોને કારણે આ ભવ્ય વિજય મળ્યો છે.'

આ પણ વાંચો - VADODARA : વિપક્ષના ઉપનેતાએ 'ટેન્કર રાજ' નો પ્રશ્ન ઉઠાવતા ભારે વિરોધ

Tags :
BJPGUJARAT FIRST NEWSMunicipality ElectionsOld Age Assistance Pension SchemePM Modi in Suratpm narendra modiPM Narendra Modi in GujaratSthanik Swaraj Election ResultTop Gujarati News
Next Article