Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: શહેરના જાહેર માર્ગ પર જોખમી સ્ટંટ કરતા યુવકનો વીડિયો વાયરલ

Surat: એક યુવકનો જાહેર માર્ગ પર સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં યુવક પૂરઝડપે બાઈક હંકારીને જોખમી રીતે
surat  શહેરના જાહેર માર્ગ પર જોખમી સ્ટંટ કરતા યુવકનો વીડિયો વાયરલ
Advertisement
  1. આ વીડિયો સુરત નજીકના કીમ ગામનો હોવાનું અનુમાન
  2. સ્ટંટ કરનારાઓને ગંભીરપણે પકડી કાયદેસરની કાર્યવાહી
  3. આવા સ્ટંટ ઘણાં જોખમી પણ સાબિત થઈ શકે છે

Surat: સુરતમાં એક યુવકનો જાહેર માર્ગ પર સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં યુવક પૂરઝડપે બાઈક હંકારીને જોખમી રીતે કટ મારી ઓવરટેક કરતો જોવા મળે છે. સ્થાનિક લોકો અને વાહનચાલકો માટે આ પ્રકારના સ્ટંટ અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ વીડિયો સુરત (Surat) નજીકના કીમ ગામનો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. જોકે, પોલીસ દ્વારા આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ હજી કરવામાં આવી નથી.

આ પણ વાંચો: VADODARA : દારુ વેચતી 300 મહિલાઓને પગભર બનાવાશે પોલીસ

Advertisement

પોલીસે વારંવાર આવા સ્ટંટબાજોને સામે કાર્યવાહી કરી પરંતુ...

Surat શહેરના જાહેર માર્ગ પર સ્ટંટ કરવું કાયદેસર ગુનો છે અને પોલીસે વારંવાર આવા સ્ટંટબાજોને રોકવા માટે સખત કાર્યવાહી કરી છે. છતાં, સોશિયલ મીડિયા પર વાયરલ થવાના ઉદ્દેશ્યથી કેટલાક યુવકો આવા જોખમી સ્ટંટ કરી રહ્યાં છે. વિશેષ કરીને રીલ બનાવવાના શોખીન યુવાઓ તેમના જીવન અને અન્યના જીવને જોખમમાં મૂકી આવી હરકત કરી રહ્યાં છે. પોલીસ વારંવાર સૂચના આપતી હોવા છતાં, આવા કેસમાં વધારો થઈ રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Himmatnagar: ‘બાનો રોટલો’ સેવા કેન્દ્ર થકી જરૂરિયાતમંદોની આંતરડી ઠારવાનો અનોખો પ્રયાસ

આવા સ્ટંટ સામે વધુ કડક પગલાં ભરવાની જરૂરી

પોલીસ દ્વારા સ્ટંટબાજોને પકડીને તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવે છે, પણ આટલા બધાના છતાંય કેટલાક યુવકો એમાંથી શીખ લેતા નથી. સુરત (Surat) ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ એકમોએ આવા સ્ટંટ સામે વધુ કડક પગલાં ભરવાની જરૂર છે. જાહેર માર્ગ પર સ્ટંટ કરનારાઓને ગંભીરપણે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવા જોખમી સ્ટંટ અટકાવી શકાય છે. આ મામલે કાર્યવાહી થવી પણ ઘણી અનિવાર્ય છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×