Surat: એક એવું મંદિર કે જ્યાં ફુલ કે પ્રસાદ નહીં પરંતુ ભક્તો ચઢાવે છે જીવતા કરચલા, જાણો શું છે દંતકથા
- ભક્તો કે દર્શનાર્થીઓ મંદિરમાં જીવતા કરચલા ચઢાવે છે
- રામનાથ ઘેલા મંદિર સુરતના ઉમરા વિસ્તારમાં આવેલું છે
- ભગવાન શ્રી રામ સાથે સંકળાયેલી છે આ મંદિરની કથા
Ramnath Ghela Temple, Surat: ગુજરાતમાં એવા ઘણાં મંદિરો આવેલા છે જેનું કંઈકને કંઈક વિશિષ્ટ મહત્વ હોય છે અથવા કોઈ અનોખી માન્યતા હોય છે. પરંતુ અત્યારે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું જેમાં મંદિરમાં જીવતા કરચલા ચઢાવવામાં આવે છે. ચાલો જાણીએ કે આની પાછળ શું કારણ છે? કેમ અહીં આવતા ભક્તો કે દર્શનાર્થીઓ મંદિરમાં જીવતા કરચલા ચઢાવે છે? એવી તો શું માન્યતા છે આ મંદિરની? વાંચો આ અહેવાલ...
ભક્તો ભગવાનના શિવલિંગ પર જીવિત કરચલા ચઢાવે
જી હા. આવું મંદિર આવેલું છે સુરતના ઉમરા વિસ્તાર. અહીં રામનાથ ઘેલા મંદિરમાં દર વર્ષની પોષ એકાદશીએ ભક્તો માન્યતા પ્રમાણે ભગવાનના શિવલિંગ પર જીવિત કરચલા ચઢાવે છે. માન્યતા એવી છે કે, કાનનો રોગ થયો હોય તો તે મટી જાય છે. અહીં દર પોષ એકાદશીનો જાહેર મેળો ભરાય છે. અહીં આવેલ રામનાથ - ઘેલા મંદિરનું ઘણું મહત્વ આંકવામાં આવે છે. રામનાથ - ઘેલા મંદિર જે હજારો વર્ષ જૂનું હોવાનું લોકો જણાવી રહ્યાં છે. અવું પણ કહેવાય છે કે, ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા. જે બાદ તેમણે પોતાના કમાનથી શિવલિંગ ઉત્પન્ન કરી પૂજા - અર્ચના શરૂ કરી હતી.
શ્રીરામ પિતાની તર્પણવિધિ અહીં જ કરી હતી!
માન્યતા એવી પણ છે કે, જ્યારે રાજા દરશથનું અવસાન થયું ત્યારે શ્રીરામ પિતાની તર્પણવિધિ અહીં જ કરી હતી. દંતકથા એવી પણ છે કે, અહીં કોઈ બ્રાહ્મણ નહોતું એટલે શ્રીરામ સમુદ્રદેવને બ્રાહ્મણ તરીકે પ્રગટ થવા માટે કહ્યું હતું. ત્યારે સમુદ્રદેવે આ તર્ણપવિધિ કરાવી હતી. આ દરમિયાન સમુદ્રમાં મોજા આવવાના કારણે અનેક કરચલા આવ્યાં હતી. ત્યારે આ જીવોનો ઉદ્ધાર કરવા માટે શ્રી રામે કહ્યું હતું કે, તપોવણભૂમિ પર રહેલ શિવલિંગ પર કરચલા ચઢાવવાથી કાન ની રસી જેવા રોગો દૂર થશે. તેવું અહીં લોકોનું કહેવું છે.
દેશ અને દુનિયામાં પણ જાણીતું છે રામનાથ ઘેલા મંદિર
ઉમરા વિસ્તારમાં આવેલ રામનાથ ઘેલા મંદિર એ પ્રાચીન મંદિર ગણવામાં આવે છે. ભગવાન શ્રીરામના ચરણ કમળની આ પાવન ભૂમિ પર આવેલ રામનાથ ઘેલા મંદિર જોડે ભક્તોની ધાર્મિક આસ્થા જોડાયેલી છે. ભક્તો અહીં પોતાની મનોકામના પૂર્ણ કરે છે.ખાસ કરીને પોષ એકાદશી ના દિવસનું આ મંદિરનું અનેરું મહત્વ રહેલું છે.જ્યાં ભક્તો આ દિવસે ભગવાન ને જીવિત કરચલા અર્પણ કરી કાન ના થતાં રોગોમાંથી મુક્તિ મેળવે છે.જ્યાં ભગવાનના દર્શનની સાથે સાથે ભક્તોની અહી પીડા દૂર થાય છે.જેથી સુરતનું આ રામનાથ ઘેલા મંદિર ગુજરાત નહીં પરંતુ દેશ અને દુનિયામાં પણ જાણીતું છે.
અહેવાલઃ રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


