ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat: લંપટ શિક્ષક વિજય પટેલે 7થી 8 વિદ્યાર્થિનીની કરી હતી છેડતી, CCTVમાં કરતૂત થઇ છતી

Surat: છેડતી કેસમાં ઉમરીગર સ્કૂલના લાઇબ્રેરીયન શિક્ષક વિજય પટેલની પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારા ખુલાસો થયો છે.
12:34 PM Dec 21, 2024 IST | VIMAL PRAJAPATI
Surat: છેડતી કેસમાં ઉમરીગર સ્કૂલના લાઇબ્રેરીયન શિક્ષક વિજય પટેલની પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારા ખુલાસો થયો છે.
Surat
  1. શિક્ષક વિજયની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો
  2. લંપટ શિક્ષકે અગાઉ પણ 7થી 8 વિદ્યાર્થિનીની છેડતી કરી હતી
  3. કોર્ટે શિક્ષક વિજય પટેલને જેલ હવાલે કરવાનો કર્યો હુકમ
  4. શિક્ષક છેલ્લા 20 વર્ષથી લાયબ્રેરિયન શિક્ષક તરીકે બજાવે છે ફરજ

Surat: ગુજરાતમાં અત્યારે દીકરીઓ સુરક્ષિત છે કે, તેના પર એક મોટો સવાલ છે. સુરતના ઉમરામાં બાળકી સાથે છેડતીની ઘટની બની હતી. આ મામને અત્યારે મહત્વનો ખુલાસો થયો છે. ઉમરામાં આવી એક શાળામાં શિક્ષકે બાળકીની છેડતી કર્યોનો મામલો સામે આવ્યો હતો. છેડતી કેસમાં ઉમરીગર સ્કૂલના લાઇબ્રેરીયન શિક્ષક વિજય પટેલની પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારા ખુલાસો થયો છે.

આ પણ વાંચો: Ahmedabad: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્ત

CCTV કેમેરા ચેક કર્યો તો લંપટ શિક્ષકની કરતૂત થઇ છતી

લંપટ શિક્ષક વિજય પટેલની પૂછપરછ કરવામાં આવતા જાણવા મળ્યું કે, આ લંપટ શિક્ષકે અગાઉ પણ 7-8 વિદ્યાર્થિનીની છેડતી કરી હતી. બે વિદ્યાર્થિનીઓને તો ખુદ છેડતી કરી હોવાની માતાને જાણ કરી હતી. આ વિદ્યાર્થિનીઓની ફરિયાદ બાદ CCTV કેમેરા ચેક કરવામાં આવ્યાં તો લંપટ શિક્ષકની કરતૂતો છતી થઈ છે. આ લંપટ શિક્ષક 20 વર્ષથી લાયબ્રેરિયન શિક્ષક તરીકે ફરજ પર છે. પરંતુ તેની કરતૂતો કોઈ હેવાનથી ઓછી નથી. વિદ્યાર્થિનીઓ સાથે કરેલી છેડતી બાદ તેના સામે કાર્યવાહી કરવાની માંગણીઓ થઈ રહીં છે.

આ પણ વાંચો: બોપલ શીલજ ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટ શોભાના ગાંઠીયા સમાન, તથ્યકાંડ સર્જાય તો...

કોર્ટે લંપટ શિક્ષકને જેલ હવાલે કરવાનો કર્યો હુકમ

શુક્રવારે પોલીસે પ્રિન્સિપાલ, ક્લાસ ટીચર, ઉપરાંત ફરિયાદી અને બાળકીઓ સહિત અનેકની સાથે વાત કરતા આરોપી શિક્ષકે અન્ય વિદ્યાર્થીઓની પણ છેડતી કરી હોવાનું સામે આવ્યુ છે. જેથી વાલીઓએ કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તેની સામે કોર્ટે પણ કાર્યવાહી કરીને લંપટ શિક્ષકને જેલના હવાલે કરવાનો હુકમ કર્યો છે. પરંતુ આવી ઘટનાઓ સતત વધી રહીં છે, તે ગુજરાત રાજ્ય માટે ખુબ જ ચિંતાનો વિષય છે. આ મામલે સરકારે અને પોલીસે પૂરતા પગલા લેવા જ જોઈએ.

આ પણ વાંચો: Rajkot crime branch: પોલીસે વેશ પલટો કરી 12 વર્ષથી ફરાર ડબલ મર્ડરના આરોપીને ઝડપ્યો

Tags :
CCTV cameras checkedCrime NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top Newslampat teacher Vijay PatelLatest Gujarati NewsStudent molestedSuratteacher Vijay PatelTop Gujarati NewsUmrahUmrigar SchoolUmrigar School Teachervijay patel
Next Article