Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : સામૂહિક આપઘાતના પ્રયાસની વધુ એક હચમચાવતી ઘટના, 27 વર્ષીય માતાનું મોત

27 વર્ષીય મહિલા તેનાં બે બાળકો સાથે રેલવે સ્ટેશન (Surat Railway Station) પહોંચી હતી અને ટ્રેન આગળ પડતું મૂક્યું હતું.
surat   સામૂહિક આપઘાતના પ્રયાસની વધુ એક હચમચાવતી ઘટના  27 વર્ષીય માતાનું મોત
Advertisement
  1. Surat માં સામૂહિક આપઘાતના પ્રયાસની વધુ એક ઘટના
  2. બે બાળકો સાથે માતા દ્વારા સામૂહિક આપઘાતનો પ્રયાસ કરાયો
  3. ટ્રેનની આગળ પડતું મૂકતા માતાનું મોત, બે બાળકો ગંભીર
  4. બે સંતાનો સાથે 27 વર્ષીય મહિલા સ્ટેશન પર પહોંચી હતી

Surat : સુરતમાં સામૂહિક આપઘાતના પ્રયાસની વધુ એક ઘટના બની છે. બે બાળકો સાથે માતા દ્વારા સામૂહિક આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટ્રેન આગળ પડતું મૂકતા માતાનું મોત નીપજ્યું છે. જ્યારે બે બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત બાળકોને સ્મીમેર હોસ્પિટલ (Smimer Hospital) દાખલ કરાયા છે. આ મામલે રેલવે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - અભિનેતા Manoj Joshi એ મહારાષ્ટ્ર ભાષા વિવાદમાં આપ્યું મોટું નિવેદન, 'સંવિધાન કોઇપણ ભાષાથી નફરત કરતા શીખવાડતું નથી'

Advertisement

Advertisement

બે બાળકો સાથે 27 વર્ષીય માતા Surat રેલવે સ્ટેશન પહોંચી

સુરતમાં (Surat) હચમચાવે એવી ઘટના સામે આવી છે. ફરી એકવાર આપઘાતના પ્રયાસનો બનાવ બન્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, અગમ્ય કારણોસર એક 27 વર્ષીય મહિલા તેનાં બે બાળકો સાથે રેલવે સ્ટેશન (Surat Railway Station) પહોંચી હતી અને ટ્રેન આગળ પડતું મૂક્યું હતું. માલગાડીની આગળ પડતું મૂકતા માતાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે બંને બાળક ગંભીર રીતે ઘવાયા છે. ઇજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા છે. હાલ, બંને બાળક સારવાર હેઠળ છે.

આ પણ વાંચો - Amul Dairy Election : 1210 મતદારની નવી યાદી જાહેર, BJP નેતાનું મોટું નિવેદન!

માલગાડી આગળ પડતું મૂકતા માતાનું મોત, બાળકો ગંભીર

આ ઘટનાને પગલે રેલવે પોલીસ (Surat Railway Police) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે, 27 વર્ષીય માતા દ્વારા બાળકો સાથે સામૂહિક આપઘાતનો પ્રયાસ કયાં કારણોસર કરવામાં આવ્યો તે હાલ જાણી શકાયું નથી. આ ઘટના પાછળનું કારણ જાણવા પોલીસે તજવીજ હાથ ધરી છે. નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતનાં કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ગંભીર બીમારી, લગ્નેતર સંબંધો, આર્થિક સંકળામણ સહિતનાં કારણોસર લોકો મોતને વહાલું કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ સુરતમાં જ જિલ્લા પંચાયત ક્વોર્ટરમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં એક પિતાએ તેમના 3 વર્ષ અને 8 વર્ષના બે પુત્ર સાથે સામૂહિક આપઘાત કર્યો હતો. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી હતી. જે તે સમયે આપઘાતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નહોતું.

આ પણ વાંચો - Jairaj Singh Controversy : કોંગ્રેસ નેતાના આકરા પ્રહાર, કહ્યું- ઈતિહાસની જાણકારી વિના..!

Tags :
Advertisement

.

×