Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : સુરતની SVNIT કોલેજમાં રેગિંગનું કાળો તાંડવ! વધુ એક Video વાઇરલ થતાં ખળભળાટ

વાઇરલ વીડિયોમાં એક વિદ્યાર્થીને પીલર સાથે જકડીને અન્ય વિદ્યાર્થી પટ્ટાથી માર મારતા નજરે પડે છે.
surat   સુરતની svnit કોલેજમાં રેગિંગનું કાળો તાંડવ  વધુ એક video વાઇરલ થતાં ખળભળાટ
Advertisement
  1. Surat ની SVNIT કોલેજમાં રેગિંગનો વધુ એક વીડિયો વાઇરલ!
  2. વિદ્યાર્થીને પિલર સાથે જકડી પટ્ટાથી માર માર્યો
  3. વિદ્યાર્થીઓ બર્થ ડે સેલિબ્રેશનમાં પટ્ટાથી માર માર્યાનો દાવો
  4. ઘટનાને બર્થ ડે સેલિબ્રેશનની પરંપરામાં ખપાવી દેવાનો નિર્લજ્જ પ્રયાસ!

સુરતનાં (Surat) પીપલોદ વિસ્તારમાં આવેલી SVNIT કોલેજમાં એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થી દ્વારા પટ્ટા વડે માર મારી રેગિંગ કરવામાં આવી હોવાનો વીડિયો થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. ત્યારે હવે SVNIT કોલેજમાં રેગિંગનો વધુ એક વીડિયો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વાઇરલ વીડિયોમાં એક વિદ્યાર્થીને પીલર સાથે જકડીને અન્ય વિદ્યાર્થી પટ્ટાથી માર મારતા નજરે પડે છે. આ ઘટનાને બર્થ ડે સેલિબ્રેશનની પરંપરામાં ખપાવી દેવાનો નિર્લજ્જ પ્રયાસ કરાયો છે. સમગ્ર મામલે ડિરેકટર ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો - VADODARA : તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રચાર પર નિયંત્રણો લદાયા

Advertisement

વિદ્યાર્થીને પીલર સાથે જકડીને અન્ય વિદ્યાર્થી પટ્ટાથી મારતો વીડિયો વાઇરલ

સુરતની (Surat) SVNIT કોલેજ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. થોડા દિવસ પહેલા કોલેજમાંથી વિદ્યાર્થીની રેગિંગનો વીડિયો સામે આવ્યો હતો. ત્યારે બર્થ ડે ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા સેલિબ્રેશન કરવામાં આવ્યું હોવાનું કોલેજનાં સંચાલકોએ જણાવ્યું હતું. સાથે જ આ મામલે કાર્યવાહી કરી ફરી આવી ઘટના ન બને તેવી વાત પણ કરાઈ હતી. પરંતુ, SVNIT કોલેજનાં કેમ્પસમાં વિદ્યાર્થીનાં રેગિંગનો વધુ એક વીડિયો (SVNIT Collage Ragging Viral Video) સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાઇરલ આ વીડિયોમાં એક વિદ્યાર્થીને પીલર સાથે જકડીને અન્ય વિદ્યાર્થી પટ્ટાથી માર મારતો નજરે પડે છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઈમ બ્રાન્ચે દાખલ કરી 5670 પાનાની ચાર્જશીટ, જાણો ક્યાં પહોંચ્યો છે કેસ?

SVNITમાં બર્થ ડે સેલિબ્રેશનની આડમાં રેગીંગનો ખેલ!

આ અંગે સવાલ થતાં ઘટનાને અગાઉની જેમ જ બર્થ ડે સેલિબ્રેશનની પરંપરામાં ખપાવી દેવાનો નિર્લજ્જ પ્રયાસ કરાયો છે. ત્યારે સવાલ થઈ રહ્યા છે કે વિદ્યાર્થીઓને માનસિક-શારીરિક યાતના મુદ્દે સરકારની સખ્તાઈ હોવા છતાં પણ શું SVNIT કોલેજમાં બર્થ ડે સેલિબ્રેશનની આડમાં રેગિંગનો ખેલ ચાલી રહ્યો છે ? UGC નાં 5 નિયમોનો સરેઆમ ઉલ્લંઘન થયું, છતાં કોલેજનાં સત્તાધીશો માટે રેગિંગ એક પરંપરા છે ? આ સમગ્ર મામલે ડિરેકટર ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં હોય તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે.

આ પણ વાંચો - Jeet Adani અને દિવા લગ્નગ્રંથિથી જોડાયા, લગ્નના ફોટા શેર કર્યા પછી પિતા ગૌતમ અદાણીએ જાણો કેમ માફી માંગી?

Tags :
Advertisement

.

×