Surat : GUJCTOC ના આરોપીના ઘરનું ડિમોલિશન! ગેરકાયદે ભાગ દૂર કરાયો
- માથાભારે આરિફ શેખના (મીંડી) ઘરનું ડિમોલિશન (Surat)
- GUJCTOC નાં આરોપીનાં ઘરનાં કેટલાક ભાગનું ડિમોલિશન.
- ઘરનો કેટલોક ભાગ SMC અને પોલીસ દ્વારા તોડી પડાયો
- બે ઘર વચ્ચે બનાવેલ રોપનું ડિમોલિશન કરાયું
સુરતમાં (Surat) માથાભારે આરોપી સામે પોલીસ અને મનપાએ કડક કાર્યવાહી કરી છે. ગુજસીટોકનાં (GUJCTOC) આરોપીનાં ઘર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની ટીમ પહોંચી હતી. તંત્ર દ્વારા બે ઘર વચ્ચે બનાવેલ ગેરકાયદેસરનાં રોપનું ડિમોલેશન કરાયું છે. SMC અને પોલીસ દ્વારા આ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી અને તેની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુના દાખલા છે.
આ પણ વાંચો - Morbi પોલીસ ફરી વિવાદમાં! આરોપીઓએ પરિણીતા પર દુષ્કર્મ આચર્યું પરંતુ પોલીસે..!
કુખ્યાત આરિફ મીંડી સામે SMC અને પોલીસની કાર્યવાહી
સુરતમાં (Surat) કુખ્યાત એવા આરિફ શેખ (મીંડી) (Arif Shaikh) સામે SMC અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગુજસીટોકનાં (GUJCTOC) આરોપીનાં ઘરનો કેટલોક ભાગ તોડી પાડવામાં આવ્યો છે. માહિતી અનુસાર કે, આરોપી આરિફે બે ઘર વચ્ચે રોપ બનાવ્યો હતો, જેને દૂર કરવા માટે અગાઉ અનેકવાર તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. પરંતુ, રોપ દૂર ન કરાતા આખરે SMC એ ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. એસએમસીની ટીમ દ્વારા સ્થાનિક પોલીસની ટીમને સાથે રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો - USA થી 205 ભારતીય ઇમિગ્રન્ટ્સની વતન વાપસી, 40 ગુજરાતીઓનો સમાવેશ; 9 તો માત્ર ગાંધીનગર જિલ્લાના
પોલીસ પકડવા આવે તો રોપનો ઉપયોગ કરી ફરાર થઈ જતો!
નોંધનીય છે કે, આરોપી આરિફ મીંડી સામે અનેક ગુના નોંધાયેલા છે. અગાઉ જ્યારે કોઈ કેસમાં પોલીસે આરિફને પકડવા માટે તેનાં ઘરે પહોંચે તો આરોપી બે ઘર વચ્ચે બનેલા ગેરકાયદેસરનાં આ રોપનો ઉપયોગ કરી નાસી છૂટતો હતો. જો કે, હવે આ રોપ દૂર કરવામાં આવ્યો છે. આરિફ અને તેની ગેંગ સામે ગુજસીટોક (GUJCTOC) હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલા છે.
આ પણ વાંચો - VADODARA : પાલિકાની કચેરી પાસેથી ખરીદેલી મીઠાઇમાં ફૂગ, ગ્રાહકમાં રોષ


