Home » અમેરિકાના પેન્ટાગોન કરતા પણ વિશાળ જગ્યાએ ઉભું થયેલું સુરત ડાયમંડ બુર્સ જોઈ રહ્યું છે ઉદ્ઘાટનની રાહ
અમેરિકાના પેન્ટાગોન કરતા પણ વિશાળ જગ્યાએ ઉભું થયેલું સુરત ડાયમંડ બુર્સ જોઈ રહ્યું છે ઉદ્ઘાટનની રાહ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
109
ડાયમંડ ઉદ્યોગ માટેના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સુરત ડાયમંડ બુર્સની કામગીરી 100 ટકા પૂર્ણ થઇ ચૂકી છે. ત્યારે આગામી 5 જૂનના રોજ સુરત ડાયમંડ બુર્સ ખાતે ગણેશ સ્થાપના અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાઆરતીમાં સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ ખરીદનાર તમામ 4200 વેપારીઓ દીવડા પ્રગટાવીને મહાઆરતી કરશે. તેમજ ગણેશ સ્થાપના કરશે. આ કાર્યક્રમની સાથે સાથે ડાયમંડ વેપારીઓ અને અગ્રણીઓ વચ્ચે સ્નેહ મિલનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે.
સુરતના ખજોદ વિસ્તારમાં બની રહેલા વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સનું કામ 100 ટકા પૂર્ણ થઇ ચૂક્યું છે. ત્યારે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન વહેલી તકે થાય તેની રાહ શહેરના ઉદ્યોગપતિઓ જોઈ રહ્યા છે. સુરત ડાયમંડ બુર્સમાં 300, 500 અને 1000 સ્કવેર ફૂટની અલગ-અલગ 4200 ઓફિસો આવેલી છે. આ તમામ ઓફિસ બનીને તૈયાર થઇ ચૂકી છે અને તેના માલિકોને ફર્નિચરના કામ માટે પજેશન પણ આપી દેવામાં આવ્યું છે. સુરત ડાયમંડ બુર્સમાં બનાવવામાં આવેલા 9 ટાવર એ પ્રકારે બનાવાયા છે કે એક ટાવરમાંથી બીજા ટાવરમાં સરળતાથી જઈ શકાય તેમજ આટલા મોટા ડાયમંડના હબ તરીકે જ્યારે ડાયમંડ બુર્સ વિકસી રહ્યું છે ત્યારે ઓફિસના સ્ટાફ તેમજ બહારથી આવતા લોકો માટે અહીં દસ હજારથી વધુ ટૂ વ્હીલર અને સાડા ચાર હજારથી વધુ ફોર વ્હીલર પાર્ક થઇ શકે તે પ્રકારની પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
અહીં ડાયમંડ બુર્સમાં 15 એકરના વિસ્તારને ગ્રીન એરિયા તરીકે ડેવલોપ કરવામાં આવ્યો છે અને આ તમામ લેન્ડસ્કેપ પંચતત્વ થીમ આધારિત ડિઝાઇન કરવામાં આવ્યા છે. અહીં ઉભા કરાયેલા તમામ ટાવરોની વચ્ચે ત્રણ વીઘા જમીનમાં લેન્ડસ્કેપિંગ કરવામાં આવ્યું છે. સમગ્ર ડાયમંડ બુર્સનું નિર્માણ 66 લાખ ચોરસ ફૂટમાં કરવામાં આવ્યું છે. જે અમેરિકાના પેન્ટાગોન કરતા પણ મોટું છે. ડાયમંડ બુર્સની તમામ બિલ્ડિંગોમાં કુલ મળીને 128 જેટલી ડેસ્ટિનેશન કંટ્રોલ લિફ્ટ મૂકવામાં આવી છે. આ રીતે જોવા જઇએ તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ સુરત ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું ઓફિસ hub બન્યું છે. અત્યાર સુધી શિકાગોમાં આવેલ ટાવર વિશ્વનું સૌથી મોટું ઓફિસ hub હતું પરંતુ હવે આ ખિતાબ સુરતના ડાયમંડ બુર્સને ફાળે જાય છે.
ડાયમંડ બુર્સનું કામ 100 ટકા પૂર્ણ થઇ ગયું હોવાથી પાંચમી જૂનના રોજ ગણેશ સ્થાપના, મહાઆરતી અને વેપારીઓના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન જો કોઈ વેપારીને કોઈ પ્રશ્ન હશે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. હાલ ડાયમંડ બુર્સમાં ગણેશ સ્થાપના પૂર્ણ થયા બાદ આગામી દિવાળી બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવાની ચર્ચા વિચારણા ચાલી રહી છે. ત્યારે ડાયમંડ બુર્સના હોદ્દેદારો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય દેશોના પ્રતિનિધિઓ પણ સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પ્રસંગે આવે તેવી આશા સેવવામાં આવી રહી છે.
સુરત ડાયમંડ બુર્સ તૈયાર થઈ જવાથી સુરત સહિત સમગ્ર ગુજરાતને આર્થિક રીતે ખૂબ મોટો ફાયદો થશે. અત્યાર સુધી જે હીરાનો વેપાર મુંબઈથી કરવામાં આવતો હતો તે હવે સુરત ડાયમંડ બુર્સના નિર્માણ બાદ સુરતથી થશે જેને કારણે સુરતને લાખો કરોડો રૂપિયાનો વેપાર મળશે તેવી શક્યતા જોવાઇ રહી છે. હાલમાં સુરતના હીરાઉદ્યોગનો વાર્ષિક એક્સપોર્ટનો આંકડો દોઢ લાખ કરોડનો છે જે સુરત ડાયમંડ બુર્સ બની ગયા બાદ આંકડો વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે ડાયમંડ બુર્સ કાર્યરત થયા બાદ 175 દેશોના વેપારીઓ અને બાયર્સ અહીં હીરાની ખરીદ-વેચાણ માટે આવશે જેથી ખૂબ મોટો ફાયદો ડાયમંડ બુર્સના નિર્માણ પાછળ જોવામાં આવી રહ્યો છે. ડાયમંડ બુર્સના હોદ્દેદારો દ્વારા આ પ્રોજેક્ટ શરૂ કરવાનો શ્રેય PM નરેન્દ્ર મોદીને આપવામાં આવી રહ્યો છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject