Surat: જિલ્લા કમોસમી વરસાદથી 39,652 હેક્ટર પાકને નુકસાન થતાં ખેડૂતોમાં ચિંતા
- Surat: શેરડી-સોયાબીન પાકને પણ વ્યાપક નુકસાન
- માવઠાના નુકસાનીનો ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરાયો
- સુરત સહિત જિલ્લામાં 24,362 ખેડૂતોના પાકને નુકસાન
Surat: સુરતમાં માવઠાએ 39,652 હેક્ટર પાકને નુકસાન કર્યું છે. જેમાં સુરતમાં કમોસમી માવઠાના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયુ છે. તેમાં શેરડી-સોયાબીન પાકને પણ વ્યાપક નુકસાન થયુ છે. ત્યારે માવઠાના નુકસાનીનો ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરાયો છે.
સુરત સહિત જિલ્લામાં 24,362 ખેડૂતોના પાકને નુકસાન છે.
કમોસમી વરસાદે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું
સુરત જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. જિલ્લા ખેતીવાડી વિભાગે તાત્કાલિક સર્વે હાથ ધર્યો છે, જેમાં 24,362 ખેડૂતોના પાકને અસર થઈ છે. કુલ 39,652 હેક્ટર વિસ્તારમાં નુકસાનીનો આંકડો નોંધાયો છે. સર્વે અનુસાર, ડાંગરના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. 35,898 હેક્ટરમાં ડાંગર, 1,551 હેક્ટરમાં સોયાબીન, 2,478 હેક્ટરમાં શાકભાજી, 703 હેક્ટરમાં મકાઈ, 1,481 હેક્ટરમાં શેરડી અને 61 હેક્ટરમાં જુવારના પાકને નુકસાન થયું છે.
Surat: ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે
ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. જિલ્લા ખેતીવાડી વિભાગે સરકાર પાસે 52 કરોડ રૂપિયાની ગ્રાન્ટ માંગી છે. તેમજ સહાય મેળવવા ખેડૂતોએ ફોર્મ ભરવાનું રહેશે. આ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. વિભાગે ખેડૂતોને તાત્કાલિક ફોર્મ ભરવા અપીલ કરી છે. વહીવટી તંત્ર સક્રિય થયું છે અને નુકસાનીનું મૂલ્યાંકન ચાલુ છે. સુરત જિલ્લાના ખેડૂતોને આશા છે કે સરકાર તેમની પીડા સમજીને ઝડપી સહાય પૂરી પાડશે. આ ઘટના ખેતીની અનિશ્ચિતતા દર્શાવે છે.
આ પણ વાંચો: Jamnagar : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ જેવો મોટો કાંડ, 105 દર્દીની જરૂર વગર કાર્ડિયાક સર્જરી


