Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : ફ્લેટમાં લાગી આગ, NRI યુવતીનું ફાયર બ્રિગેડે કર્યું દિલધડક રેસ્ક્યૂ

યુવતીને રેસ્ક્યુ કરવા લેડર મશીન અને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદ લેવામાં આવી હતી.
surat   ફ્લેટમાં લાગી આગ  nri યુવતીનું ફાયર બ્રિગેડે કર્યું દિલધડક રેસ્ક્યૂ
Advertisement
  1. Surat નાં નાનપુરામાં હાઇરાઇઝ બિલ્ડિંગનાં છઠ્ઠા માળે લાગી આગ
  2. પ્રિયા એપાર્ટમેન્ટનાં છટ્ટા માળે આવેલા ફ્લેટમાં આગ લાગી
  3. ઘરેમાં રહેતી NRI યુવતી એસીનાં કોમ્પ્રેસર પર ચઢી
  4. NRI યુવતીનું ફાયર વિભાગે કર્યું રેસ્ક્યૂ

સુરતનાં (Surat) નાનપુરા વિસ્તારમાં હાઇરાઇઝ બિલ્ડિંગનાં છઠ્ઠા માળે આવેલ ફ્લેટમાં લાગેલી આગમાં ફસાયેલી NRI યુવતીનું સુરત ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી. યુવતીને રેસ્ક્યુ કરવા લેડર મશીન અને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદ લેવામાં આવી હતી.

આ પણ વાંચો - Ahmedabad : ગૌશાળામાં ગાયોની દુર્દશાનાં આ દ્રશ્યો મનને વિચલિત કરી દેશે!

Advertisement

આગથી બચવા યુવતી ફ્લેટ બહાર AC નાં કોમ્પ્રેસર પર ચઢી

સુરતનાં (Surat) નાનપુરા વિસ્તારમાં આગની ઘટના બની હતી. નાનપુરા ખાતે આવેલા પ્રિયા એપાર્ટમેન્ટનાં છટ્ટા માળે આવેલા ફ્લેટમાં આગ લાગી હોવાનો કોલ સુરત ફાયર વિભાગને (Fire Department) મળ્યો હતો. કોલ મળતાની સાથે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જો કે, ફ્લેટમાં લાગેલી આગની જ્વાળાઓ વચ્ચે ઘરેમાં રહેલી એક NRI યુવતી ફસાઈ ગઈ હતી. યુવતી પોતાનો જીવ બચાવવા ફ્લેટ બહાર લાગેલ એસીનાં કોમ્પ્રેસર પર ચઢી ગઈ હતી. જે બાદ સ્થળ પર પહોંચેલી ફાયર વિભાગની રેસ્કયું ટીમ દ્વારા રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો - Morbi : SMC ની રેડ બાદ PSI અને ઈન્ચાર્જ ASI સસ્પેન્ડ, પોલીસ બેડામાં હડકંપ!

ફાયર વિભાગની ટીમે યુવતીનું રેસ્ક્યૂ કર્યું

સુરત ફાયર વિભાગની (Surat Fire Department) રેસ્ક્યૂ ટીમ દ્વારા સૌપ્રથમ આગની ઘટનામાં છઠ્ઠા માળે ફ્લેટ બહાર લાગેલા AC નાં કોમ્પ્રેસર પર ફસાયેલી યુવતીનું રેસ્ક્યુ કર્યું હતું. યુવતીને રેસ્ક્યું કરવા માટે ફાર વિભાગનાં જવાનોની ટીમ દ્વારા લેડર મશીન અને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદ લેવામાં આવી હતી. કોઈ દુર્ઘટના ન બને તે માટે ફાયર વિભાગના જવાનોએ યુવતીને જરાય હલનચલન ન કરવા જણાવ્યું હતું. જ્યાં ખૂબ જ સાવચેતીપૂર્વક આ યુવતીનું રેસ્ક્યુ કરી સલામત રીતે નીચે ઉતારવામાં આવી હતી. જે બાદ યુવતીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી.

વોશિંગ મશીનમાં આગ લાગતા સમગ્ર ફ્લેટમાં ફેલાઈ હતી.

સુરત ફાયર વિભાગમાં (Surat Fire Department) જણાવ્યા અનુસાર, ફ્લેટમાં આવેલા વોશિંગ મશીનમાં આગની આ ઘટના બની હતી. જે આગ જોતજોતામાં ફ્લેટમાં ફેલાઈ ગઈ હતી. ઘરનો સામાન આગની ઝપેટમાં આવી જતાં ઘરવખરીનાં સામાનને પણ ભારે નુકસાન થયું હતું. જો કે, આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની ન થતાં દુર્ઘટના ટળી હતી.

અહેવાલ : રાકેશ બ્રહ્મભટ્ટ, અહેવાલ

આ પણ વાંચો - BZ Group Scam : કૌભાંડીને આશરો આપનારને જેલ મુક્તિ, જાણો ભૂપેન્દ્રસિંહ ઝાલાની અરજીનું શું થયું ?

Tags :
Advertisement

.

×