Surat : પોર્ન વીડિયોનું વેચાણ કરતી ગેંગ ઝડપાઈ, SOG એ કર્યો પર્દાફાશ
- સુરતમાં Porn Video નું વેચાણ કરતી ગેંગ ઝડપાઈ
- SOG પોલીસની ટીમે ગેંગનો કર્યો પર્દાફાશ
- જસ્ટ વિઝનરી નામની ઓફીસ ચલાવી કરાતો હતો કાળો કારોબાર
Surat : SOG પોલીસની ટીમે સુરતમાં પોર્ન વીડિયો (Porn Video) નું વેચાણ કરતી ગેંગને ઝડપી લીધી છે. આરોપીઓ પોર્ન વીડિયો વેચવા માટે ઓનલાઈન કસ્ટમર શોધતા હતા. Porn Video પણ સર્વર પરથી ડાઉનલોડ કરતા હતા. આરોપીઓએ પોર્ન વીડિયોના અલગ અલગ પેકેજ બનાવ્યા હતા. જેની અલગ અલગ કિંમત વસૂલતા હતા. Porn Video ની કિંમત કસ્ટમર પાસેથી ક્યુઆર કોડ દ્વારા લેવામાં આવતી હતી.
સમગ્ર ઘટનાક્રમ
સુરત જેવા રંગીલા શહેરમાં 3 મહિના અગાઉ આરોપીઓએ જસ્ટ વિઝનરી નામક ઓફિસ ખોલી હતી. આ ઓફિસમાં આરોપીઓ પોર્ન વીડિયો વેચવાનો કાળો કારોબાર કરતા હતા. આરોપીઓ પોર્ન વીડિયોના ગ્રાહક ઈન્સ્ટાગ્રામ પર શોધતા હતા. ગ્રાહક મળે ત્યારે ક્યુઆર કોડથી કિંમત વસૂલીને પોર્ન વીડિયોનો વેપલો કરતા હતા. આરોપીઓ પોર્ન વીડિયોને પોતાના સર્વર પર ડાઉનલોડ કરતા હતા. જુદા જુદા કસ્ટમર પાસેથી આરોપીઓ અલગ અલગ પેકેજ અનુસાર ચાર્જ વસૂલતા હતા. સુરત SOG પાલીસની ટીમે સમગ્ર કરતૂતનો પર્દાફાશ કર્યો છે.
આ પણ વાંચોઃ Narmada Water : ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રનાં લોકો આનંદો..! સરકારે લીધો આ મહત્ત્વપૂર્ણ નિર્ણય
પોલીસ કાર્યવાહી
સુરત SOG પાલીસની ટીમે પોર્ન વીડિયોના ગેરકાયદેસર વેપલાનો પર્દાફાશ કર્યો છે. સમગ્ર બનાવની વિગત એવી છે કે 3 મહિના અગાઉ આરોપીઓએ જસ્ટ વિઝનરી નામક ઓફીસ ખોલીને પોર્ન વીડિયોનો વેપાર કરતા હતા. આરોપીઓ ઈન્સ્ટાગ્રામ પરથી કસ્ટમર શોધીને તેમને વિવિધ કિંમતના પેકેજ પૂરા પાડતા હતા. આ પેકેજની આરોપીઓ વિવિધ કિંમતો ક્યુઆર કોડથી વસૂલતા હતા. સુરત SOG પોલીસે આ ઓફિસમાં થતા કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. SOG પોલીસે આરોપીઓની ઓફિસમાંથી 1 ચેકબુક, 46 મોબાઈલ, 7 લેપટોપ સહિત 11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ પણ વાંચોઃ Water Conservation : 'જળસંચય' માં વધારો કરવા રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય


