Surat: કિરણ હોસ્પિટલના ડોક્ટરે હોટલના રૂમમાં આત્મહત્યા કરી
- Surat: ગોડાદરાની હોટલના આઠ નંબરના રૂમમાં પોલીસને લાશ મળી
- ડોક્ટર ભાવેશના ખીસામાંથી પોલીસને એક નોટ પોલીસને મળી
- ડોક્ટરે એક પેજ પર બાળકનું ચિત્ર અને પત્નીનું નામ લખ્યું
Surat: કિરણ હોસ્પિટલના ડોક્ટરે આત્મહત્યા કરી છે. જેમાં ગોડાદરાની હોટલના આઠ નંબરના રૂમમાં પોલીસને લાશ મળી આવી છે. તેમાં હાથમાં જાતે એનેસ્થેશિયાનું ઇન્જેક્શન મારી આત્મહત્યા કરી છે. જેમાં ડાબા હાથ પર ઇન્જેક્શન મારીને હોટલના રૂમમાં આત્મહત્યા કરતા સ્થાનિકોમાં ચકચાર મચી છે. તેમજ આત્મહત્યા કરતા પહેલા ડોક્ટરે સુસાઇડ નોટ લખી છે.
ડોક્ટરે એક પેજ પર બાળકનું ચિત્ર અને પત્નીનું નામ લખ્યું
ડોક્ટરે એક પેજ પર બાળકનું ચિત્ર અને પત્નીનું નામ લખ્યું છે. તેમજ અન્ય પેજ પર ડોક્ટરે ‘ન્યાય’ લખ્યું છે. લગ્નના થોડા સમયમાં પતિ-પત્ની વચ્ચે અણબનાવ ચાલી રહ્યા હતા. જેમાં તબીબની પત્ની રિસાઈને પિયર જતી રહી હોવાની માહિતી છે. હતાશામાં આવી તબીબે આ પગલું ભર્યું હોવાનો દાવો છે. જોકે તબીબે ગૃહ કલેશને કારણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું. ડીંડોલીના દેલાડવા ગામમાં આવેલી ખોડિયાર રેસીડેન્સીમાં રહેતા 33 વર્ષીય ભાવેશ રાહુલ કવાડ મૂળ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વતની હતા. તેઓ કતારગામની કિરણ હોસ્પિટલમાં હોમીયોપેથીક ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા.
Surat: માધવ શોપિંગ સેન્ટરમાં આવેલી એક હોટલમાં રૂમ રાખ્યો
તેમણે ડીંડોલી ખાતેના માધવ શોપિંગ સેન્ટરમાં આવેલી એક હોટલમાં રૂમ રાખ્યો હતો. જ્યાં એનેસ્થેશિયાનું ઇન્જેક્શન લઈને આત્મહત્યા કરી હતી. ઘણો સમય વીતવા છતાં જવા છતાં પણ રૂમ નહિ ખોલતા મેનેજરે બીજી ચાવીથી દરવાજો ખોલ્યો હતો. જેમાં ડોક્ટર મૃત હાલતમાં જોવા મળતાં મેનેજરે ડીંડોલી પોલીસને જાણ કરી હતી.
ડોક્ટર ભાવેશના ખીસામાંથી પોલીસને એક નોટ પોલીસને મળી
ડોક્ટર ભાવેશના ખીસામાંથી પોલીસને એક નોટ પોલીસને મળી આવી હતી. જેમાં પત્નીનું નામ લખ્યું હતું અને બાજુમાં એક સ્ત્રીનું ચિત્ર દોર્યું હતું. અને બીજા પાના પર માત્ર એક જ વાક્ય મારો ન્યાય એવું લખાણ લખ્યું હતું. જે પોલીસે કબજે કરી હતી. ડોક્ટરના લગ્ન બે વર્ષ અગાઉ જ થયા હતા અને ત્યારથી પત્ની ઘરે આવતી નહોતી અને તે બાબતે ઘણીવાર ડોકટરે પત્નીને પોતાના ઘરે લાવવાના પ્રયત્નો કર્યા હતા. તેના ડીપ્રેશનને કારણે જ ડોક્ટર ભાવેશે આત્મહત્યા કરી લીધી હોવાની દિશામાં તપાસ પોલીસે શરુ કરી હતી.
આ પણ વાંચો: Bhavnagar: પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર ચૂંટણી લડે તેવા સંકેત સામે આવ્યા