Surat : ડિલિવરી બોય મિત્રને કામ નહોતું મળતું, ધો.10 માં ભણતો મિત્ર નાપાસ થયો, તણાવમાં બંને ભર્યું અંતિમ પગલું!
- 'ફ્રેન્ડશીપ ડે' નાં દિવસે બે મિત્રે ઝેરી દવા ગટગટાવી બ્રિજ પથી પડતું મુક્યૂ (Surat)
- સારવાર દરમિયાન એક યુવકનું મોત નીપજ્યું, અન્ય એક યુવકની હાલત ગંભીર
- મૃતક યુવક ડિલિવરી બોય હતો, કામ ન મળતા તણાવમાં રહેતો હતો
- બીજો મિત્ર ધો.10 માં અભ્યાસ કરતો હતો, નાપાસ થતા તણાવમાં હતો
Surat : આજે 'ફ્રેન્ડશીપ ડે' ની (Friendship Day 2025) ભારત સહિત વિશ્વભરમાં મિત્રો ઉજવણી કરી રહ્યા છે. ત્યારે ડાયમંડનગરી સુરતનાં રાંદેર વિસ્તારમાં હૈયું રૂંધાય એવી ઘટના બની છે. મિત્રતા દિવસ પર જ બે મિત્રે પહેલા ઝેરી દવા ગટગટાવી અને ત્યાર બાદ ચંદ્રશેખ બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી. ફાયર વિભાગને જાણ થતાં ટીમ ત્યાં પહોંચી હતી અને બંને યુવકનું રેસ્ક્યૂ કરી સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન, 24 વર્ષીય એક મિત્રનું મોત નીપજ્યું છે. જ્યારે બીજા મિત્રની હાલ પણ ગંભીર છે. બંને યુવક તણાવમાં હોવાથી એકબીજા સાથે વાત કરી અંતિમ પગલુંભર્યું હોવાની માહિતી છે.
આ પણ વાંચો -Gujarat News: નકલી ડોક્ટરોથી રહેજો સાવધાન! ઈલાજ કરાવતા પહેલા ડિગ્રી જોઈ લેજો
Friendship Day નાં દિવસે બે મિત્રે ઝેરી દવા પી, તાપીમાં ઝંપલાવ્યું
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનાં (Surat) રાંદેર વિસ્તારમાં આજે ફ્રેન્ડશીપ દિવસે જ બે મિત્ર 24 વર્ષ કૌસ્તુભ વિકાસ બાવને અને 18 વર્ષીય સમીર રાજુ મહંતોએ પહેલા ઝેરી દવા પીધી અને ત્યાર બાદ આવેલ ચંદ્રશેખ બ્રિજ (Chandrashekh Bridge) પરથી તાપમી નદીમાં પડતું મૂકીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, નદીમાં પાણી ઓછા પ્રમાણમાં હોવાથી બંને કીચડમાં ફસાયા હતા. બંને યુવકોને જોઈ રાહદારીઓ એકઠા થયા હતા અને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બંને યુવકનું રેસ્ક્યૂ હાથ ધર્યું હતું.
Surat માં ફ્રેન્ડશીપ ડેના દિવસે બે મિત્રો વિખૂટા પડ્યા
ઝેરી દવા પીને નદીમાં લગાવી મોતની છલાંગ, એકનું મોત
ઝેરી દવા ગટગટાવી બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવ્યું
રાહદારીઓ એકઠા થતાં ફાયર વિભાગને જાણ કરી હતી | Gujarat First#Gujarat #SuratNews #FriendshipDayTragedy #TaptiRiver… pic.twitter.com/21y91IWzXu— Gujarat First (@GujaratFirst) August 3, 2025
આ પણ વાંચો -VADODARA : સ્મશાનનો વહીવટ ખાનગી સંસ્થાને સોંપાતા છાણી ગામમાં બંધ પાળી વિરોધ
સારવાર દરમિયાન એકનું મોત, અન્ય એકની હાલત ગંભીર
બંને યુવકને નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન કૌસ્તુભ વિકાસ બાવનેનું મોત નીપજ્યું છે. જ્યારે સમીર મહંતો હાલ સારવાર હેઠળ છે અને તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક કૌસ્તુભ બાવને ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. છેલ્લા કેટલાક દિવસથી કામ ન મળતા તે તણાવમાં રહેતો હતો. જ્યારે, સમીર મહંતો ધોરણ 10 નો વિધાર્થી છે જે નાપાસ થતા તણાવમાં હતો. ફરીથી પરીક્ષા આપવાની હોવાથી તે તણાવમાં ચાલી રહ્યો હતો. આથી, બંને મિત્રે એકબીજાને વાત કરીને જીવન ટુંકાવવા પગલુંભર્યું હોવાની માહિતી છે. આ મામલે રાંદરે પોલીસે (Rander Police) વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો -Vadodara News: MS યુનિવર્સિટી ફરીએકવાર વિવાદમાં આવી


