Surat : સુરતીઓ આનંદો! મુસાફરોની સુવિધામાં થયો વધારો, રાજ્ય સરકારે આપી આ ખાસ ભેટ
- રાજ્ય સરકારનો મુસાફરોના હિતમાં વધુ એક નિર્ણય (Surat)
- સુરત ST વિભાગને 10 નવીન વોલ્વો બસની ભેટ મળશે
- માર્ગ-વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવી આજે લીલીઝંડી આપશે
સુરતીઓ (Surat) માટે મોટા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે મુસાફરોનાં હિતમાં વધુ એક મોટો નિર્ણય કર્યો છે. આજે સુરત ST વિભાગને 10 નવીન વોલ્વો બસની ભેટ મળવા જઈ રહી છે. ગૃહ રાજ્યમંત્રી અને માર્ગ-વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) જલદી નવી વોલ્વો બસોને લીલીઝંડી આપશે. આજે બપોરે શહેરનાં SVNIT સર્કલ પાસે વોલ્વો બસનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.
આ પણ વાંચો - Gujarat Winter : રાજયમાં કાતિલ ઠંડીએ લોકોને ધ્રુજાવ્યા, હવામાન વિભાગે કરી આ આગાહી
માર્ગ-વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવી આજે આપશે લીલીઝંડી
સુરતમાં (Surat) મુસાફરોને જલદી વધુ એક મોટી સુવિધા મળશે. રાજ્ય સરકારે મુસાફરોનાં હિતમાં મોટો નિર્ણય કરી સુરત ST વિભાગને (Surat ST Department) 10 નવીન વોલ્વો બસની ભેટ આપી છે. ગૃહ રાજ્યમંત્રી અને માર્ગ-વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવી જલદી આ બસોને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવશે. માહિતી અનુસાર, શહેરનાં SVNIT સર્કલ પાસે બપોરે સાડા 3 કલાકે વોલ્વો બસનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ (CR Patil) પણ ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો - Bhavnagar: ભાવનગર રેન્જ IGનું સરપ્રાઈઝ ચેકિંગ, નિષ્ઠાવાન પોલીસ કર્મીની કામગીરીને બિરદાવી
સુરત ST વિભાગને 10 નવીન વોલ્વો બસની મળશે ભેટ
નોંધનીય છે કે, સુરતમાંથી દૈનિક ધોરણે લાખોની સંખ્યામાં મુસાફરો યાત્રા કરતા હોય છે. તહેવારનાં દિવસોમાં એસટી બસમાં મુસાફરોનો ભારે ઘસારો જોવા મળે છે. ડાયમંડ સિટી સુરતમાં પરપ્રાંતીય લોકોની સંખ્યા વધુ હોવાથી અન્ય જિલ્લાઓની અપેક્ષાએ સુરતનો ST વિભાગ વધુ વ્યસ્ત હોય છે. આથી, સુરતમાં મુસાફરોનાં વધતા જતાં ઘસારાનાં પગલે રાજ્ય સરકાર દ્વારા વોલ્વો બસની સંખ્યામાં વધારો કરાયો છે.
આ પણ વાંચો - વિશ્વઉમિયાધામ : અમદાવાદ દ્વારા ગુજરાતના 5 શહેરમાં VPL-3 નું આયોજન