ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : સુમુલ ડેરીનાં ચલથાણ ટેઈક હોમ રાશન (THR) પ્લાન્ટને એનર્જી કન્ઝર્વેશન કેટેગરીમાં પ્રથમ સ્થાન

સુમુલ ડેરી-ટેક હોમ રાશન પ્લાન્ટને પ્રથમ પુરસ્કાર મળવા જઈ રહેલ છે. આ એવોર્ડ સુરત અને તાપી જિલ્લાના દૂધ ઉત્પાદકોને સમર્પિત કરવામાં આવશે.
09:27 PM Apr 11, 2025 IST | Vipul Sen
સુમુલ ડેરી-ટેક હોમ રાશન પ્લાન્ટને પ્રથમ પુરસ્કાર મળવા જઈ રહેલ છે. આ એવોર્ડ સુરત અને તાપી જિલ્લાના દૂધ ઉત્પાદકોને સમર્પિત કરવામાં આવશે.
Surat_Gujarat_first main
  1. SGCCI દ્વારા ગોલ્ડન જ્યુબિલી એવાર્ડ 2023– 24 નું આયોજન
  2. સુમુલ ડેરીનાં ચલથાણ ટેઈક હોમ રાશન (THR) પ્લાન્ટને પ્રથમ સ્થાન
  3. એનર્જી કન્ઝર્વેશન કેટેગરીમાં THR પ્લાન્ટને પ્રથમ સ્થાન મળ્યું
  4. આ એવોર્ડ સુરત અને તાપી જિલ્લાના દૂધ ઉત્પાદકોને સમર્પિત કરવામાં આવશે

ધ સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઍન્ડ ઇંડસ્ટ્રીઝ (SGCCI) દ્વારા આયોજિત ગોલ્ડન જ્યુબિલી એવાર્ડ 2023– 24 માટે સુમુલ ડેરી સુરતનાં ચલથાણ ખાતેના ટેઈક હોમ રાશન (THR) પ્લાન્ટને એનર્જી કન્ઝર્વેશન કેટેગરીમાં પ્રથમ સ્થાન”

Surat: ધ સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ, સુરત (SGCCI) દ્વારા આયોજિત “ગોલ્ડન જ્યુબિલી એવાર્ડ 2023– 24” (Golden Jubilee Award 2023-24) માટે સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ, સુમુલ ડેરી સુરત સંઘનાં ચલથાણ ખાતેના ટેઈક હોમ રાશન (THR) પ્લાન્ટ દ્વારા “કલરટેક્ષ એવાર્ડ ફોર આઉટ સ્ટેન્ડિંગ પર્ફોમન્સ ઇન એનર્જી કન્ઝર્વેશન” કેટેગરીમાં અરજી કરવામાં આવેલ હતી. તદઉપરાંત રાજ્યની અગ્રણી અલગ-અલગ ઇન્ડસ્ટ્રીઝમાંથી અરજીઓ કરવામાં આવેલ હતી. જે પૈકી સુમુલ ડેરી-સુરત સંઘના ચલથાણ ખાતેના ટેઈક હોમ રાશન (THR) પ્લાન્ટ બધા માપદંડોમાં અગ્રેસર રહ્યો હતો. જે માટે સુમુલ ડેરી-ટેક હોમ રાશન પ્લાન્ટને પ્રથમ પુરસ્કાર મળવા જઈ રહેલ છે. આ એવોર્ડ સુરત અને તાપી જિલ્લાના દૂધ ઉત્પાદકોને સમર્પિત કરવામાં આવશે. સુમુલ ડેરીએ સમગ્ર ભારત વર્ષમાં ફ્રૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે નામ રોશન કરેલ છે .

આ પણ વાંચો - Ahmedabad: UCC અને વકફના વિરોધ મામલે હાઈકોર્ટમાં અરજી, મૌન રેલી માટે માંગી હતી મંજૂરી

સકારાત્મક પ્રયાસો થકી પ્રથમ સ્થાને એવોર્ડ મળશે

ટેઈક હોમ રાશન (THR) પ્લાન્ટ દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) તેમ જ ભારત સરકાર સંકલિત બાળ વિકાસ યોજના દ્વારા નાના બાળકો, કિશોરીઓ, સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓને રેડી ટુ કુક ટેક હોમ રાશન ખોરાક પૂરો પાડે છે. આ પ્રોડક્ટના ઉત્પાદન માટે અનુક્રમે કૈરા, બનાસકાંઠા અને સુરત દૂધ સંઘમાં ત્રણ હાઇટેક પ્લાન્ટ 200 મેટ્રિક ટન/દિવસની ક્ષમતા સાથે સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં ફક્ત અને ફક્ત સુમુલ ડેરી-સુરત સંઘનાં ચલથાણ ખાતેનાં ટેઈક હોમ રાશન (THR) પ્લાન્ટને (Sumul Dairy-Take Home Ration Plant) એનર્જી કન્ઝર્વેશન ક્ષેત્રે પ્રથમ વખત “ધ સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ “ દ્વારા આયોજિત “ગોલ્ડન જ્યુબિલી એવાર્ડ 2023–24” માં સકારાત્મક પ્રયાસો થકી પ્રથમ સ્થાને એવોર્ડ મળવા જઈ રહ્યો છે.

છેલ્લા પાંચ વર્ષમાં અલગ-અલગ કેટેગરીમાં કુલ 13 એવોર્ડ મળ્યા

આ એવોર્ડ 16.04.2025, બુધવારનાં દિને પ્લૅટિનમ હોલ, ધ સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI), સરસાના, સુરત (Surat) ખાતે સુમુલ ડેરીનાં ચેરમેન, વાઈસ ચેરમેન, બોર્ડ ડિરેક્ટરો, મેનેજિંગ ડિરેક્ટર તથા યુનિટ હેડ દ્વારા સ્વિકારવામાં આવશે. ગોલ્ડન જ્યુબિલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા એવાર્ડ આપવા માટે ઊર્જા બચત–ઇલેક્ટ્રિકલ અને થર્મલ, ચોક્કસ ઊર્જા વપરાશમાં ઘટાડો–ઇલેક્ટ્રિકલ અને થર્મલ, એનર્જી ઓડિટ, 100 % ક્ષમતાનો ઉપયોગ, શ્રેષ્ઠ ગુણવત્તા અને સલામતી નિયંત્રણો, ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી, સાયન્ટિફીક ઇનોવેશન અને સ્ટેટ ઓફ ધ આર્ટ ટેકનોલોજીનો અમલ જેવા માપદંડનો સમાવેશ થયેલ છે.

આ પણ વાંચો - ​​Surat : ખાનગી શાળાની મનમાની! RTE હેઠળ પ્રવેશ બાદ પણ માગી રૂ.70 હજારની ફી!

સુમુલ ડેરી (Sumul Dairy) તથા તેમના અલગ-અલગ યુનિટને રાષ્ટ્રીય (ભારત સરકાર) તથા વિવિધ સંસ્થાઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં અલગ-અલગ કેટેગરીમાં કુલ 13 એવોર્ડ મળેલ છે, જેની યાદી આ પ્રમાણે છે...

(1) નેશનલ એનર્જી કન્ઝર્વેસન એવોર્ડ–2024, ચલથાણ ખાતેનાં ટેઈક હોમ રાશન (THR) પ્લાન્ટને, પ્રથમ પુરષ્કાર
(2 ) નેશનલ એનર્જી કન્ઝર્વેસન એવોર્ડ–2023, નવી પારડી, પ્રથમ પુરષ્કાર
(3) નેશનલ એનર્જી કન્ઝર્વેસન એવોર્ડ–2023, સુમુલ ડેરી સુરત, ત્રિતીય પુરષ્કાર
(4) આઈ.ડી.એ. દ્વારા આયોજિત બેસ્ટ ડેરી પ્લાન્ટ એવોર્ડ, નવી પારડી, પ્રથમ પુરષ્કાર
(5) નેશનલ એનર્જી કન્ઝર્વેસન એવોર્ડ–2024, સુમુલ દાણ ફેક્ટરી બાજીપુરા, પ્રથમ પુરષ્કાર
(6) ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI) 2019-20, કલર ટેક્ષ ઊર્જા બચત એવોર્ડ, સુમુલ ડેરી સુરત, પ્રથમ પુરષ્કાર
(7) ગોલ્ડન જ્યુબિલી મેમોરિયલ ટ્રસ્ટ 2020-21, પર્યાવરણ સંરક્ષણ અને પ્રદૂષણ નિયંત્રણ એવોર્ડ, સુમુલ ડેરી સુરત, પ્રથમ પુરષ્કાર
(8) મિલેટ ઈયર–2023 (FSSI) એવોર્ડ
(9) આઈ.ડી.એ. દ્વારા આયોજિત શ્રેષ્ઠ પ્રોસેસિંગ ટેકનોલોજીનો સ્વીકાર કરી 2 થી 5 લાખ લિટર પ્રતિ દિવસની પ્રોસેસિંગ ક્ષમતા કેટેગરીમાં નવી પારડી, પ્રથમ પુરષ્કાર-2024
(10) વૃક્ષારોપણ કાર્યક્રમમાં ફેડરેશન સાથે સંકળાયેલ તમામ ડેરી પૈકી સુમુલ ડેરીએ છેલ્લા ચાર વર્ષમાં 40 લાખથી વધુ વૃક્ષો વાવી 4 એવોર્ડ મેળવેલ છે.

આ પણ વાંચો - Gandhinagar: અંબાલાલ પટેલની ગુજરાતનાં રાજકારણ અંગે ચોંકાવનારી આગાહી, કહ્યું- મે માસ અંત પહેલા..!

Tags :
Chalthan Sumul DairyGolden Jubilee Award 2023-24GUJARAT FIRST NEWSpm narendra modiSGCCISouthern Gujarat Chamber of Commerce and IndustriesSumul Dairy Surat SanghSumul Dairy-Take Home Ration PlantSurat-Tapi District Cooperative Milk Producers Union LimitedTake Home RationTop Gujarati News
Next Article