Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: શાળામાં નોનવેજ પાર્ટી મામલે સસ્પેન્ડેડ આચાર્યનો લૂલો બચાવ

આચાર્યએ પોતાનો બચાવ કરતાં કહ્યું છે કે પાર્ટી માત્ર શિક્ષકો અને કેટલાક સ્ટાફ સભ્યો માટે હતી, જેમાં વિદ્યાર્થીઓને ફરજિયાત હાજરી આપવામાં કહેવામાં આવી નહોતી. તેમ છતાં, વિદ્યાર્થીઓની હાજરી અને નોનવેજ પીરસાતા વિવાદ વધુ ભભૂકી ઉઠ્યો છે
surat  શાળામાં નોનવેજ પાર્ટી મામલે સસ્પેન્ડેડ આચાર્યનો લૂલો બચાવ
Advertisement
  • Surat: હું મારા કામમાં વ્યસ્ત હતો, ગેટ ટૂ ગેધરમાં હું ન્હોતો ગયો: આચાર્ય
  • શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ગેટ ટૂ ગેધર યોજાયુ હતુ
  • ગેટ ટૂ ગેધરના કાર્યક્રમમાં નોનવેજ બહારથી લાવ્યા હતા

Surat: શહેરની એક ખાનગી શાળામાં તાજેતરમાં યોજાયેલી “નોનવેજ પાર્ટી”ને લઈને વિવાદ ઉભો થયો છે. શાળાના આચાર્યએ પોતાના સ્તરે વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે નોનવેજ ભોજનની પાર્ટી યોજી હતી, જે બાબત બહાર આવતા જ સ્થાનિક માતા–પિતાઓ અને સમાજના કેટલાક વર્ગોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.

નોનવેજ પીરસાતા સરસ્વતીના ધામની ગરિમા લજવાઈ હતી

માહિતી મુજબ, આ ઘટના સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી એક શાળાની છે. ગોડાદરા વિસ્તારમાં સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શીક્ષણ સમિતિની શાળા નંબર 342 (પંડિત દિનદયાલ ઉપાધ્યાય પ્રાયમરી શાળા)માં રવિવારે રજાના દિવસે ગેટ ટુ ગેધરનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જમણવારમાં ચીકન પીરસાયુ હતું જેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. શાળા બહાર તેલુગુ ભાષામાં બેનર પણ લાગ્યું હતું જેમાં વર્ષ 1987 થી 1991 બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન સમારોહ એવું લખેલું હતું. સરસ્વતીનું ધામ ગણાતી શાળામાં આ પ્રકારે નોનવેજ પીરસાતા સરસ્વતીના ધામની ગરિમા લજવાઈ હતી.

Advertisement

Advertisement

Surat: સ્ટાફ અને કેટલાક વિદ્યાર્થીઓ માટે નોનવેજ પાર્ટીનું આયોજન કર્યું

શાળાના આચાર્યએ સ્ટાફ અને કેટલાક વિદ્યાર્થીઓ માટે નોનવેજ પાર્ટીનું આયોજન કર્યું હતું. શાળાના પરિસરમાં જ આ કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ, શાળા ધર્મનિરપેક્ષ સંસ્થા હોવા છતાં નોનવેજ ભોજન પીરસાયું હોવાની જાણ થતાં, કેટલાક વાલીઓએ આ બાબતને શૈક્ષણિક વાતાવરણ માટે “અયોગ્ય” ગણાવી છે. વાલીઓનો આક્ષેપ છે કે શાળા એ જગ્યા છે જ્યાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓ ભણે છે. આવી જગ્યાએ નોનવેજ ભોજનનું આયોજન કરવું અનેક ધર્મોના ભાવનાને ઠેસ પહોંચાડે છે. સોશિયલ મીડિયામાં પણ આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે, જ્યાં લોકો આચાર્યની આ હરકતને અનુચિત અને સંસ્થાની છબી ખરડવાની કહી રહ્યા છે.

વિદ્યાર્થીઓને ફરજિયાત હાજરી આપવામાં કહી નહોતી

બીજી તરફ, આચાર્યએ પોતાનો બચાવ કરતાં કહ્યું છે કે પાર્ટી માત્ર શિક્ષકો અને કેટલાક સ્ટાફ સભ્યો માટે હતી, જેમાં વિદ્યાર્થીઓને ફરજિયાત હાજરી આપવામાં કહેવામાં આવી નહોતી. તેમ છતાં, વિદ્યાર્થીઓની હાજરી અને નોનવેજ પીરસાતા વિવાદ વધુ ભભૂકી ઉઠ્યો છે. શાળા સંચાલન સમિતિએ આ મુદ્દે તપાસ શરૂ કરી છે અને જણાવ્યું છે કે જો નિયમોનું ઉલ્લંઘન થયું હશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. હાલ, શિક્ષણ વિભાગે પણ આ મામલે પ્રાથમિક માહિતી માંગી છે. શાળા સંચાલકોની બેઠક બોલાવી વધુ વિગતો એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે.

આ પણ વાંચો: Rajkot મનપાના 375 જેટલા ડ્રાઇવરો ઉતર્યા હડતાળ પર, કારણ જાણી ચોંકી જશો

Tags :
Advertisement

.

×