ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : 4.30 કેરેટનાં લેબગ્રોન ડાયમંડમાં Donald Trump ની અદભુત પ્રતિકૃતિ જોઈ ચકિત થઈ જશો!

60 દિવસની મહેનત બાદ સુરતનાં અનુભવી 5 રત્નકલાકારે 4.30 કેરેટનાં લેબગ્રોન ડાયમંડમાં આ પ્રતિકૃતિ બનાવી છે.
04:01 PM Jan 20, 2025 IST | Vipul Sen
60 દિવસની મહેનત બાદ સુરતનાં અનુભવી 5 રત્નકલાકારે 4.30 કેરેટનાં લેબગ્રોન ડાયમંડમાં આ પ્રતિકૃતિ બનાવી છે.
Donaldtrump_gujarat_first main
  1. અમેરિકાનાં નવા રાષ્ટ્રપતિ Donald Trump હીરામાં ચમક્યા
  2. સુરતની ગ્રીનલેબ ડાયમંડ કંપનીએ અનોખો ડાયમંડ બનાવ્યો
  3. લેબગ્રોન ડાયમંડમાં ડોનાલ્ડ ટ્રમ્પની અદભુત પ્રતિકૃતિ બનાવી
  4. ડોનાલ્ડ ટ્રમ્પનાં શપથવિધિ દરમિયાન ભેટ સ્વરૂપે અપાશે!

આજે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અમેરિકાનાં 47 મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવાના છે, જેને લઈ અમેરિકામાં (America) લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિશ્વભરની નજર આ ક્ષણ પર છે. ત્યારે ભારતમાં પણ તેની અસર જોવા મળી છે. સુરતનાં (Surat) ડાયમંડ ઉદ્યોગપતિ દ્વારા લેબગ્રોન ડાયમંડમાં ડોનાલ્ડ ટ્રમ્પની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. 60 દિવસની મહેનત બાદ સુરતનાં અનુભવી 5 રત્નકલાકારે 4.30 કેરેટનાં લેબગ્રોન ડાયમંડમાં આ પ્રતિકૃતિ બનાવી છે.

આ પણ વાંચો - Exclusive: ‘અમારો જિલ્લો, વાવ-થરાદ’ વિભાજનના વિરોધ વચ્ચે નવા જિલ્લાના સમર્થનમાં આવ્યું કોંગ્રેસ

ગ્રીનલેબ ડાયમંડ કંપનીએ અનોખો ડાયમંડ બનાવ્યો

અત્યાર સુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પની (Donald Trump) અનેક પ્રતિકૃતિ અને તસવીરો તમે જોઈ હશે, પરંતુ સુરતનાં (Surat) ડાયમંડ ઉદ્યોગપતિની ગ્રીનલેબ ડાયમંડ કંપની દ્વારા લેબગ્રોન ડાયમંડમાં ડોનાલ્ડ ટ્રમ્પની આબેહૂબ અદભુત પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. આજે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લઈ અમેરિકાનાં 47 માં રાષ્ટ્રપતિ બનશે. ત્યારે, માત્ર અમેરિકા જ નહીં પરંતુ, ભારતમાં પણ તેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે, છેલ્લા 60 દિવસની મહેનત સાથે સુરતનાં અનુભવી 5 રત્નકલાકારે 4.30 કેરેટનાં લેબગ્રોન ડાયમંડમાં ડોનાલ્ડ ટ્રમ્પની અદભુત પ્રતિકૃતિ બનાવી છે જે ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં આપવામાં આવશે એવી ઉદ્યોગપતિએ તૈયારી બતાવી છે.

આ પણ વાંચો - Surat: વૃદ્ધને Honey Trap માં ફસાવી 1.15 લાખ પડાવ્યાં, પોલીસે કરી ત્રણ લોકોની ધરપકડ

4.30 કેરેટનાં લેબગ્રોન ડાયમંડમાં ડોનાલ્ડ ટ્રમ્પની અદભુત પ્રતિકૃતિ બનાવી

સુરતનાં કારીગરો દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો ખાસ લેબગ્રોન ડાયમંડ ( Lab-Grown diamond Replica of Donald Trump) બનાવવામાં આવ્યો છે. અગાઉ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ગ્રીનલેબ કંપની દ્વારા તૈયાર થયેલી ડાયમંડ રિંગ જો બાયડનના પત્નીને ભેટ તરીકે આપી હતી. ત્યારે, હવે પ્રતિકૃતિવાળો ડાયમંડ ડોનાલ્ડ ટ્રમ્પને ભેટ સ્વરૂપે આપવામાં આવશે. જણાવી દઈએ કે, હાલ અમેરિકામાં ભારે ઠંડી પડી રહી છે આથી, ડોનાલ્ડ ટ્રમ્પ કેપિટલ હિલની અંદર શપથ લેશે. આ શપથગ્રહણ સમારોહમાં દેશ-વિદેશની જાણીતી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ, નેતાઓ હાજરી આપશે. ભારત વતી વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jaishankar) સમારોહમાં ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો - Gondal: પોલીસને પડકાર ફેકનારા બે નબીરા ઝડપાયા, જાહેરમાં છરી રાખી વીડિયો બનાવી કર્યો હતો વાયરલ

Tags :
AmreicaBreaking News In GujaratiDonald TrumpGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati Newslab-grown Diamond CompanyLab-Grown diamond Replica of Donald TrumpLatest News In GujaratiNews In Gujaratipm narendra modiPresident of Americas.jaishankarSuratडोनाल्ड ट्रम्प
Next Article