Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : માંગરોળ ખાતે ત્રિપલ અકસ્માત, આઇશર ટેમ્પોનો કચ્ચરઘાણ, ચાલકનું મોત

નેશનલ હાઇવે 48 પર એક ટ્રેલરચાલકે અચાનક બ્રેક મારતાં પાછળ આવતું આઇશર ટેમ્પો ટ્રેલરમાં ઘૂસી ગયું હતું.
surat   માંગરોળ ખાતે ત્રિપલ અકસ્માત  આઇશર ટેમ્પોનો કચ્ચરઘાણ  ચાલકનું મોત
Advertisement
  1. Surat નાં માંગરોળના ધામરોડ ગામની સીમમાં ત્રિપલ અકસ્માતની ઘટના
  2. એક ટ્રેલરચાલકે અચાનક બ્રેક મારતાં આઇશર ટેમ્પો ટ્રેલર પાછળ ઘૂસી ગયું
  3. આઇશર ટેમ્પો પાછળ આવી રહેલી ટ્રક આઇશર પાછળ ઘૂસી, આઇશરચાલકનું મોત

સુરતનાં (Surat) માંગરોળ ખાતે ત્રિપલ અકસ્માતની ગોઝારી ઘટના બની છે. નેશનલ હાઇવે 48 પર એક સાથે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત (Triple Accident) સર્જાયો છે. આ અકસ્માતમાં આઇશર ટેમ્પોનાં ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. કોસંબા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં આઇશર ટેમ્પોનો કચ્ચરઘાણ વળી ગયા છે.

 આ પણ વાંચો - Rajkot : આશારામના પૂર્વ વૈદ્ય અમૃત પ્રજાપતિની હત્યાનો મામલો, આરોપીનાં રિમાન્ડ મંજૂર 

Advertisement

ટ્રેલરચાલકે અચાનક બ્રેક મારતાં અકસ્માત સર્જાયો

સુરતનાં (Surat) માંગરોળ ખાતે ધામરોડ ગામની સીમમાં ત્રિપલ અકસ્માતની ઘટના બની છે. નેશનલ હાઇવે 48 પર એક ટ્રેલરચાલકે અચાનક બ્રેક મારતાં પાછળ આવતું આઇશર ટેમ્પો ટ્રેલરમાં ઘૂસી ગયું હતું. જ્યારે ટેમ્પો પાછળ આવતી ટ્રક પણ આઇશર ટેમ્પોમાં ઘૂસી ગઈ હતી. ટ્રેલર અને ટ્રક વચ્ચે ટેમ્પો આવી જતાં આઇશરનાં કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જ્યારે, આઇશરચલાકને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું.

Advertisement

 આ પણ વાંચો - Rajkot : ઉત્તરાયણ પહેલા ખિસ્સા પર વધશે ભાર! ખાદ્યતેલની કિંમતોમાં થયો આટલો વધારો

અકસ્માતમાં ટેમ્પોનો કચ્ચરઘાણ વળી ગયો

આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં કોસંબા પોલીસની (Kosamba Police) ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જો કે, પોલીસે ભેગા થયેલા લોકોને હટાવી ટ્રાફિક જામ ખુલ્લો કરાયો હતો.

 આ પણ વાંચો - Banaskantha : Ambaji માં વાહનો પર પથ્થરમારો કરનારાઓને પોલીસે બરોબરનો પાઠ ભણાવ્યો!

Tags :
Advertisement

.

×