Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તિરંગા યાત્રાને મંજૂરી ન મળતાં 'આપ' ના કોર્પોરેટરે મુંડન કરાવી નોંધાવ્યો વિરોધ

તાજેતરમાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં 'આમ આદમી પાર્ટી' ને પંજાબમાં મળેલી ભવ્ય સફળતા બાદ આપ દ્વારા ગુજરાતમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત ગુજરાતના અલગ અલગ શહેરોમાં પણ  આમ આદમી પાર્ટીના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ યાત્રા પાછળ આમ આદમી પાર્ટીનું લક્ષ્ય ગુજરાતમાં થનારી આગામી વિધાનસભાની ચૂંટણી પણ હતી.  સમગ્ર ગુજરાત સ્àª
તિરંગા યાત્રાને મંજૂરી ન મળતાં  આપ  ના કોર્પોરેટરે મુંડન કરાવી નોંધાવ્યો વિરોધ
Advertisement
તાજેતરમાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં 'આમ આદમી પાર્ટી' ને પંજાબમાં મળેલી ભવ્ય સફળતા બાદ આપ દ્વારા ગુજરાતમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત ગુજરાતના અલગ અલગ શહેરોમાં પણ  આમ આદમી પાર્ટીના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ યાત્રા પાછળ આમ આદમી પાર્ટીનું લક્ષ્ય ગુજરાતમાં થનારી આગામી વિધાનસભાની ચૂંટણી પણ હતી. 
 
સમગ્ર ગુજરાત સ્તરે યોજાવાની હતી આ યાત્રા
જામનગરમાં યોજાયેલ તિરંગા યાત્રામાં આપ નેતા ઈશુદાન ગઢવી તેમજ દિલ્હી ના ધારાસભ્ય પણ હાજર રહ્યાં હતા. આપ દ્વારા ગુજરાતના તમામ શહેરોને આવરી લઈને આ પ્રકારની તિરંગા યાત્રા યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ પ્રકારની ત્રિરંગા યાત્રા સુરત શહેરના લીંબાયત વિસ્તારમાંથી ગત સોમવાર ના રોજ નીકળવાની હતી પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ યાત્રા કાઢે તે પહેલાં જ પોલીસ દ્વારા ટ્રાફિકનો મુદ્દો આગળ ધરીને યાત્રાની પરમિશન રદ્દ કરવામાં આવી હતી. ઉપરાંત જે કાર્યકર્તાઓની આપ કાર્યાલય પરથી જ અટકાયત કરી લેવામાં આવી હતી. અને આ પ્રકારે આપની તિરંગા યાત્રા નો ફિયાસકો કરવામાં આવ્યો હતો.

ત્રિરંગા યાત્રા રાજકીય ઈશારે રદ્દ કરાઈ હોવાના આક્ષેપ
આ યાત્રા રદ્દ થયા બાદ આજે સુરત શહેરના વોર્ડ નં 2 ના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રાજેશ મોરડીયા એ અનોખો વિરોધ નોંધાવ્યો છે. રાજેશ ભાઈ એ માથે મુંડન કરાવી ને તિરંગા યાત્રા રાજકીય ઈશારે રદ્દ કરાઈ હોવાના આક્ષેપ સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં પ્રસાર વધી રહ્યો હોવાથી  શાસકોમાં ચિંતા વધી છે.  જેના કારણે આપની તિરંગા યાત્રાને જહેર હિતનું ખોટું બહાનું આગળ કરી ને પોલીસ દ્વારા છેલ્લી ઘડીએ રદ્દ કરાવવામાં આવી અને અમારા કાર્યકરોની ખોટી અટકાયત કરવામાં આવી. રાજેશ મોરડીયાએ ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું કે, સત્તા પક્ષ દ્વારા વિપક્ષનો અવાજ દબાવી દેવાના વારંવાર પ્રયત્નો કરવામાં આવે છે. 

ભાજપની કામગીરીથી ઘણા લોકો અસંતુષ્ટ
આમ આદમી પાર્ટની યાત્રા જ્યાથી નીકળવાની હતી તે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના મત વિસ્તારમાંથી નીકળવાની હતી. યાત્રામાં આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ તેમાં જોડાવાના હતાં. જમીની હકીકત એ છે કે આ વિસ્તારમાં ભાજપની કામગીરીથી ઘણા લોકો અસંતુષ્ટ છે. આવનાર સમયમાં ગુજરાત વિધાનસભા ની ચૂંટણી નજીક છે. તાજેતરમાં પંજાબમાં આપ પાર્ટીને લોકોએ આવકારી છે. બહુમત સાથે ભાજપથી અસંતુષ્ટ લોકોએ આપને જીત હાંસલ કરાવી છે, ત્યારે જો સુરતના આ વિસ્તારમાં આપનું શક્તિ પ્રદર્શન થાય તો ભાજપને મોટો ફટકો પડી શકે તેવું હતું. જેથી ભાજપ શાસકો એ આપથી ગભરાઈ જઈને પોલીસને હાથો બનાવી અમારી યાત્રાની મંજૂરી રદ્દ કરાવી છે.
ઉલ્લેખનીય છે કે,સુરત ખાતે આપ દ્વારા જે તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું તે હાલના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો સંસદીય મત વિસ્તાર છે અને જો આ વિસ્તારમાં આપ દ્વારા ત્રિરંગા યાત્રા કાઢવામાં આવે તો ત્યાં રાજકીય માહોલ ગભરાય તેવી શક્યતાઓ સેવાઈ રહી હોવાના કારણે પણ આ યાત્રા ને રદ્દ કરાઈ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
Tags :
Advertisement

.

×