સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મૃત બાળકને ખભે ઉંચકીને પિતાને ફરવું પડયું
સુરત (Surat)ની નવી સિવિલ હોસ્પિટલ (Civil Hospital)માં ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે, જ્યાં એક લાચાર પિતાને તેના મૃત બાળકને ખભે ઉંચકીને ફરવું પડયું હતું. આ ઘટનામાં સિવિલ હોસ્પિટલના તંત્રની ગંભીર બેદરકારી બહાર આવી છે. બિમાર બાળકને સારવાર માટે લવાયો હતોસુરતની નવી સિવિલ હોસ્પીટલનો નવો વિવાદ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ઉધનાનો યુવક પોતાના બિમાર બાળકને લઇને સારવાર માટે સુરતની સિવિલ હોસ્
Advertisement
સુરત (Surat)ની નવી સિવિલ હોસ્પિટલ (Civil Hospital)માં ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે, જ્યાં એક લાચાર પિતાને તેના મૃત બાળકને ખભે ઉંચકીને ફરવું પડયું હતું. આ ઘટનામાં સિવિલ હોસ્પિટલના તંત્રની ગંભીર બેદરકારી બહાર આવી છે.
બિમાર બાળકને સારવાર માટે લવાયો હતો
સુરતની નવી સિવિલ હોસ્પીટલનો નવો વિવાદ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ઉધનાનો યુવક પોતાના બિમાર બાળકને લઇને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં લાવ્યો હતો. જો કે સિવિલ હોસ્પિટલમાં તેને ઝડપથી સારવાર મળી શકી ન હતી.
સારવાર માટે પિતા 1 કલાક રખડ્યો
પોતાના બાળકને સારવાર મળે તે માટે આ પિતા બિમાર બાળકને લઇને એક કલાક સુધી સિવિલ હોસ્પિટલમાં રખડ્યો હતો પણ તેને સારવાર મળી ન હતી. પુત્રને કોઇ પણ ભોગે બચાવી લેવા માટે પિતાએ અથાગ પ્રયાસો કર્યા હતા.
બાળકને મૃત જાહેર કરાયો
જો કે સમયસર સારવાર બાળકને મળી શકી ન હતી અને એક કલાક બાદ તબિબે બાળકને ચકાસતાં તેનું મૃત્યું થયું હોવાનું બહાર આવ્યું હતું અને તબિબે તેને મૃત્યું પામેલો જાહેર કર્યો હતો.
સ્ટ્રેચર ના મળતાં મૃતદેહને ખભે ઉંચકીને ફર્યો
ત્યારબાદ મૃત બાળકને લઇ જવા માટે પિતાએ હોસ્પિટલના તંત્ર પાસે સ્ટ્રેચર માંગ્યું હતું પણ તેને સ્ટ્રેચર મળ્યું ન હતું જેથી મૃત બાળકને ખભે ઉંચકીને પિતાને હોસ્પિટલ કેમ્પસમાં ફરવું પડયું હતું. આ સમગ્ર ઘટનામાં સિવિલ હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી બહાર આવી હતી.
માનવતા મરી પરવારી
આ ઘટનામાં ફરી એક વાર માનવતા લજવાઇ હતી. એક પિતાને તેના મૃત બાળકને ખભે ઉંચકીને ફરવું પડે તેવી શરમજનક ઘટના બની હતી.


