- સુરતમાં પ્રામાણિકતાનું ઉદાહરણ સામે આવ્યું
- ઈમાનદારી આજ ભી જિંદા હે નો જીવતો જાગતો નમૂનો
- યુવકને રસ્તામાં પડેલો મળ્યો સોનાનો હાર
- યુવકે હાર મૂળ માલિકને પરત કર્યો
Home » સુરતમાં યુવકને રસ્તામાંથી સોનાનો હાર મળ્યો અને પછી…
સુરતમાં યુવકને રસ્તામાંથી સોનાનો હાર મળ્યો અને પછી…
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
64
સુરત (Surat)માં બનેલી એક ઘટનાએ ફરી એક વાર પુરવાર કર્યું કે હજું પણ પ્રમાણિક્તા (Honesty) જીવે છે. સુરતના મોટા વરાછા ખાતે યુવકને સોનાનો હાર મળ્યા બાદ યુવકે તેના માલિકને આ હાર સોંપવા માટે તમામ વોટસઅપ ગૃપમાં મેસેજ લખ્યો હતો જેના પગલે ગણતરીના કલાકોમાં જ મૂળ માલિકે યુવકનો સંપર્ક કરતાં યુવકે માહિતીની ખાતરી કરીને સોનાનો હાર પરત કર્યો હતો.
યુવકને સોનાનો હાર મળ્યો
સુરત શહેરના મોટા વરાછા ખાતે 5 ડિસેમ્બરના રોજ 15 ગ્રામ સોનાનો દાગીનો નિલેશભાઈ સાચપરા નામના યુવકને મળ્યો હતો. નિલેશ ભાઈ દ્વારા સોશિયલ મીડિયાના લગભગ બધા જ ગ્રુપોમાં તેનો મેસેજ મોકલવામાં આવ્યો હતો કે મોટા વરાછા વિસ્તારમાંથી દાગીનો મળેલ છે જેનો ખોવાયો હોય તે નિશાની આપી ને લઈ જાય.
સોશિયલ મીડિયા દ્વારા અપીલ કરી
બધા જ ગ્રુપમાં મેસેજ વાઇરલ થતાં ગણતરીના કલાકોમાં જ એમના મૂળ માલિકનો ફોન આવ્યો હતો અને તેણે તેમના ખોવાયેલા દાગીનાની નિશાની આપી હતી. આપેલી માહિતીની નિલેશ ભાઈ દ્વારા ખાતરી થઈ જતા તેમણે દાગીના માલિક દેપલા ગામના અને હાલ સુરતમાં સ્થાયી થયેલા તૃપેશભાઈ ઘેવરિયાને પરત કરીને અત્યારના સમયમાં પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject