ગુજરાતીઓનું સૌથી પ્રિય ‘હિમાલયન સ્ટેટ’ એટલે હિમાચલ પ્રદેશ કે જેનું બીજુ નામ દેવભૂમિ પણ છે. દિલ્હીથી મનાલી જતા બીલાસપુર નજીક અમારી લકઝરી ખોટવાઇ અને ત્યારે મે પહેલીવાર બસમાંથી ઉતરીને હિમાલયના દર્શન કર્યા હશે. હિમાલય વિશાળ છે, ખૂબ વિશાળ છે. એ તો ઉપરનું આખું ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, તિબેટ, નેપાળ, ચીન સુધી પથરાયેલો વિશાળ ભૂખંડ અને મહાકાય પર્વત છે. જેની રૂપાળી ખીણો હિમાલયમાં કુદરત