લીંબુના ભાવ વધતાં આજકાલ સોશિયલ મીડિયામાં લીંબુ હોટ ફેવરિટ સબ્જેક્ટ બની ગયુ છે. વારાસણસીની એક મોબાઇલ શોપમાં એવા બોર્ડ લગાડવામાં આવ્યા છે કે જો કોઇ તેમની દુકાનમાંથી 10 હજારની કિંમતનો કોઇ મોબાઇલ ખરીદશે તો તેને 1 લિટર પેટ્રોલ ફ્રી આપવામાં આવશે. જો કોઇ 50 રુપિયાની મોબાઇલ એસેસરીઝ ખરીદશે તો તેને 2થી 4 લીંબુ મફત આપવામાં આવશે. લીંબુના ભાવ વધતાં લોકોને હવે લીંબુ ખરીદવા પણ અઘરા પડી રહ્યા છે. à