Apple નો સૌથી સસ્તો iPhone 16e ભારતમાં લોન્ચ, ફીચર્સ છે જોરદાર
- iPhone 16e ત્રણ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો
- 48MP ફ્યુઝન કેમેરા અને એપલ ઇન્ટેલિજન્સ સપોર્ટ
- Phone 16e માં A18 ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો
iPhone 16e : ભારત સહિત વૈશ્વિક બજારમાં Apple iPhone 16e હેન્ડસેટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ હેન્ડસેટ iPhone 16 લાઇનઅપનો ભાગ છે. iPhone 16e એક સસ્તો હેન્ડસેટ છે. તેમાં A18 ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 48MP ફ્યુઝન કેમેરા અને એપલ ઇન્ટેલિજન્સ સપોર્ટ છે. તેમાં સેટેલાઇટ આધારિત ઇમરજન્સી સુવિધા પણ આપવામાં આવી છે.
Meet iPhone 16e, the newest member of the iPhone 16 family! #AppleLaunch pic.twitter.com/q9BHWxdYtN
— Tim Cook (@tim_cook) February 19, 2025
iPhone 16e ત્રણ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો
iPhone 16e ત્રણ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ભારતમાં તેની શરૂઆતની કિંમત 59,900 રૂપિયા છે, જેમાં 128GB ઇન્ટરનલ સ્ટોરેજ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, તમારે 256GB માટે 69,900 રૂપિયા અને 512GB સ્ટોરેજ માટે 89,900 રૂપિયા ખર્ચ કરવા પડશે. iPhone 16e બે રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ થશે - કાળો અને સફેદ. પ્રી-ઓર્ડર 21 ફેબ્રુઆરીથી શરૂ થશે, જ્યારે તે 28 ફેબ્રુઆરીથી ઉપલબ્ધ થશે.
iPhone 16e ના સ્પેસિપિકેશન્સ
iPhone 16e માં 6.1-ઇંચની સુપર રેટિના XDR OLED સ્ક્રીન છે. તેનો રિફ્રેશ રેટ 60Hz અને પીક બ્રાઇટનેસ 800nits છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે સિરામિક શીલ્ડ મટિરિયલ ઉપલબ્ધ છે. iPhone 16e માં 48-મેગાપિક્સલનો રિયર કેમેરા હશે જે 2x ટેલિફોટો લેન્સ સાથે સંકલિત છે અને ઓપ્ટિકલ ઝૂમ ઓફર કરે છે. તેમાં સેકન્ડરી કેમેરા લેન્સ નથી. ફ્રન્ટ પર 12-મેગાપિક્સલનો ટ્રુડેપ્થ કેમેરા છે. ડાયનેમિક આઇલેન્ડની જગ્યાએ નોચ ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Apple Intelligence નો સપોર્ટ
iPhone 16e માં Apple Intelligence સપોર્ટેડ હશે. આમાં, ક્લીનઅપ ટૂલ, ઇમેજ જનરેશન અને વધુ એડવાન્સ્ડ Siri જોવા મળશે. iPhone 16e માં ડ્યૂરેબિલિટીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. IP68 રેટિંગ તેને સ્પ્લેશ, પાણી અને ધૂળ પ્રતિરોધક બનાવે છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે સિરામિક શીલ્ડ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સલામતી અને કનેક્ટિવિટીને ધ્યાનમાં રાખીને, iPhone 16 માં ઇમરજન્સી SOS ની સુવિધા છે, જે સેટેલાઇટ આધારિત છે. આનો અર્થ એ થયો કે સેલ્યુલર નેટવર્ક વિના પણ મદદ સંદેશ આપમેળે મોકલવામાં આવશે. તેમાં USB-C ચાર્જિંગ અને ફેસ આઈડી છે.
આ પણ વાંચો: LIVE: Gujarat Budget 2025-26 LIVE: ગુજરાત બજેટને કારણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો દિલ્હી પ્રવાસ રદ


