BAJAJ CHETAK નું સર્વશ્રેષ્ઠ સ્કુટર, મિનિટોમાં ચાર્જ થયા બાદ 153 કિલોમીટર ચાલશે
- બજાજ ચેતક માર્કેટમાં તહેલકો મચાવવા માટે તૈયાર
- મિનિટોમાં ચાર્જ થયા બાદ 153 કિલોમીટર ચાલશે સ્કુટર
- આઉટલુક એક સમાન પણ સુવિધાઓમાં અનેક ફેરફાર
New Bajaj Chetak 35 Series : કંપનીનું કહેવું છે કે, જોવામાં નવું ચેતક ભલે તમને જુના મોડલ જેવું જ લાગતું હોય પરંતુ અનેક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. કંપનીનો દાવો છે કે, નવા ચેતક ઇલેક્ટ્રિક સ્કુટરમાં ટેક્નિકલ રીતે અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. જે હવે તેને પોતાની રેંજનું સર્વશ્રેષ્ઠ સ્કુટર બનાવશે.
90 ના દશકનું સર્વશ્રેષ્ઠ સ્કુટર હતું ચેતક
80-90 ના દશકમાં ભારતીય બજારમાં સ્કુટરનો પર્યાર બની ચુકેલા બજાજ ચેતકે આજે ફરી એકવાર લોન્ચ થઇ ચુક્યું છે. વર્ષ 1972 માં પુણેની અકુર્દીમાં આવેલ બજાજ ઓટોના ઉત્સાહ પ્લાન્ટથી પહેલું ચેતક સ્કુટર રોલ આઉટ કરવામાં આવ્યું છે. આશરે 52 વર્ષ બાદ આજે કંપનીએ આ જ પ્લાન્ટમાંથી ચેતક ઇલેક્ટ્રિનું અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ વર્ઝન લોન્ચ કર્યું છે. કંપનીએ આ નવા ચેતકને Chetak 35 Series નામ આપ્યું છે. આ સ્કુટરને 1.20 લાખ રૂપિયાની શરૂઆતી કિંમતમાં રજુ કરવામાં આવી છે.
આ પણ વાંચો : GST કાઉન્સિલની આજે બેઠક, પાનમસાલા, કપડા, જૂતા બધુ જ મોંઘુ કરવા માટેની તૈયારી
જુનુ ચેતક અને નવા ઇલેક્ટ્રિકમાં આઉટલુક સરખા
કંપનીનું કહેવું છે કે, જોવામાં નવું ચેતક ભલે તમને ગત્ત મોડલ જેવું લાગી રહ્યું હોય પરંતુ અનેક મોટા ફેરફાર સાથે આવ્યું છે. કંપનીનો દાવો છે કે, નવા ચેકત ઇલેક્ટ્રિક સ્કુટરમાં ટેક્નીકલ રીતે અનેક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જે તેને અત્યાર સુધીનું સૌથી બેસ્ટ મોડલ બનાવ્યું છે. આ સ્કુટર પહેલા કરતા વધારે રેંજ, સ્ટોરેજ સ્પેસ અને કમ્ફર્ટેબલ છે.
કરાયા છે મોટા મોટા ફેરફાર
બજાજ ઓટો ટેક્નોલોજીના મેનેજિંગ ડાયરેક્ટર અબ્રાહણ જોસેફે લોન્ચ દરમિયાન જણાવ્યું કે, જો ડિઝાઇનની વાત કરીએ તો તે લગભગ પહેલા સમાન જ છે. જો કે કંપનીએ આ સ્કુટરના સ્ટ્રક્ચર અને બેટરી પોઝિશનમાં સૌથી મોટો ફેરફાર આવ્યો છે. ગત્ત મોડલમાં બેટરીને હેલમેટ બોક્સની નીચે જગ્યા આપવામાં આવી હતી. જો કે નવા મોડલમાંકંપનીએ તેને ફ્લોર બોર્ડ પર લગાવી છે. જેમાં ન માત્ર રાઇડરને એક્સ્ટ્રા સ્ટોરેજ સ્પેસ મળે છે પરંતુ એક લોંગ ફ્લોર બોર્ડની પણ સુવિધા મળે છે.
આ પણ વાંચો : Kutch Rann Utsav: કચ્છ તમારા બધાની રાહ જુએ છે! રણોત્સવમાં આવવા માટે લોકોને PM મોદીએ આપ્યું ખાસ આમંત્રણ
નવુ સ્કુટર એકદમ નવા પ્લેટફોર્મ પર તૈયાર
અબ્રાહમે કહ્યું કે, આ નવું સ્કુટર બિલ્કુલ નવા પ્લેટફોર્મ પર તૈયાર કરવાામં આવ્યું છે. તેમાં નવી બેટરી, નવી કંટ્રોલ સિસ્ટમ અને નવી મોટર પેનલ આપવામાં આવી છે. એટલું જ નહીં કંપનીએ સ્કુટરના પૈડાને પણ થોડા પાછળની તરફ વધાર્યા છે. જેના કારણે સ્કુટરની સાઇઝ અને સ્પેસમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તેની સીટને ગત્ત મોડલની તુલનાએ 80 મિમી સુધી લાંબું કરવામાં આવ્યું છે. હવે આ સ્કુટર 725 મિમી લાંબી સીટની સાથે આવે છે.
બેટરી અને રેંજ
કંપનીએ નવા ચેતકમાં 3.5 kWh ની ક્ષમતાની નવી બેટરી પેક આપ્યું છે. જે સિંગલ ચાર્જ 153 કિલોમીટર રેંજની સાથે આવે છે. જો કે કંપનીનું કહેવું છે કે, રિયલ વર્લ્ડમાં આ બેટરી 125 કિલોમીટર ડ્રાઇવિંગ રેંજ આપવા માટે સક્ષમ છે બેટરીને એલ્યુમિનિયમ બોક્સની સાથે કવર કરી દેવાઇ છે. જે સંપુર્ણ સુરક્ષીત છે. આ બેટરી IP 67 રેટેડ છે જે દરેક પ્રકારની હવામાનમાં બેસ્ટ પર્ફોમન્સ માટે સક્ષમ છે.
આ પણ વાંચો : ભારતના દિગ્ગજ ક્રિકેટર વિરુદ્ધ નિકળ્યું વોરન્ટ, ધરપકડની લટકી રહી છે તલવાર
ઓનબોર્ડ ચાર્જર
નવા ચેતકમાં કંપનીએ 950 વોટના ઓનબોર્ડ ચાર્જરની પણ સુવિધા આપી છે. કંપનીનો દાવો છે કે, તેની બેટરી માત્ર 3 કલાકમાં જ 80 ટકા સુધી ચાર્જ થઇ જાય છે. આ ન માત્ર સ્કુટરને ફાસ્ટ ચાર્જ કરે છે પરંતુ સ્ટોરેજ સ્પેસ સાથે પણ કોઇ સમજુતી નથી કરવી પડી. આ સ્કુટરને તમે સામાન્ય ઘરેલુ પાવર સોકેટ સાથે કનેક્ટ કરીને સરળતાથી ચાર્જ કરી શકો છો.
મળે છે આ નવા ફીચર્સ
નવા ચેતક ઇલેક્ટ્રિક સ્કુટરમાં કંપનીએ TFT ટચસ્ક્રીન ડિસપ્લે આપી છે. જે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ઇંસ્ટ્રુમેન્ટ ક્લસ્ટર બંન્ને તરીકે કામ કરે છે. તેમાં ઇન્ટીગ્રેટેડ મેપ, કોલ એક્સેપ્ટ અને રિજેક્ટ, મ્યૂઝીક કંટ્રોલ, બ્લૂતુથ, કનેક્ટિવિટીની સુવિધા મળે છે. તેમાં ડોક્યુમેન્ટ સ્ટોરેજ, 35 લીટર બુટ સ્પેસ, જિયો ફેસિંગ, થેફ્ટ અલર્ટ, એક્સીડેન્ટ એલર્ટ, સ્પીડ એલર્ટ, જેવા સેફ્ટી ફિચર્સ પણ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો : જયપુરમાં ભયાનક માર્ગ અકસ્માતના વીડિયો તમને ડરાવી દેશે! 16ના મોત
વેરિએન્ટ્સ અને પ્રાઇસ
કંપનીએ નવા ચેતક 35 સીરીઝના કૂલ બે વેરિએન્ટ્સ રજુ કર્યા છે. તેના બેઝ વેરિએન્ટની શરૂઆતની કિંમત 1,20,000 રૂપિયા જ્યારે ટોપ વેરિએન્ટની કિમત 1,27,243 રૂપિયા છે. બંન્ને વેરિયન્ટની ઓફિશિયલ બુકિંગ શરૂ કરવામાં આવી ચુકી છે. તેને કંપનીના અધિકારીક વેબસાઇટ્સના માધ્યથી બુક કરી શકાય છે.


