Best Cars July 2025: આ 5-સ્ટાર સેફ્ટી કારનો વધ્યો ક્રેઝ,દેશની બની નંબર-1 કાર
Best Cars July 2025: ભારતમાં જુલાઈ 2025 માં ભારતીય બજારમાં પ્રભુત્વ ધરાવતી કારોની યાદી જાહેર કરવામાં આવી છે. ગયા મહિને મારુતિ ડિઝાયર ફરી એકવાર ઓટોમોબાઇલ ક્ષેત્રે ટોચ પર રહી છે. દેશમાં સેડાનનું વર્ચસ્વ ઘટી રહ્યું હોવા છતાં પણ ડિઝાયર સામે અન્ય તમામ સેગમેન્ટની કાર પાછળ રહી ગઇ છે. ગયા મહિને, હ્યુન્ડાઇ ક્રેટા, મારુતિ એર્ટિગા, મારુતિ વેગનઆર, મારુતિ સ્વિફ્ટ જેવા ઉચ્ચ મોડેલોની માંગ પણ ડિઝાયરની માંગ સામે ઓછી હતી. ડિઝાયરના 20 હજારથી વધુ યુનિટ વેચાયા. આ યાદીમાં 20 હજારથી વધુ યુનિટ વેચનારી એકમાત્ર કાર પણ હતી.
Best Cars July 2025: નોંધનીય છે કે જુલાઈ મહિનાની ટોચની 10 કારની વાત કરીએ તો, મારુતિ સુઝુકી પાસે સૌથી વધુ 7 મોડેલ હતા. જ્યારે હ્યુન્ડાઇ, મહિન્દ્રા અને ટાટાને 1-1 મોડેલ મળ્યું. મારુતિ સુઝુકી ડિઝાયરના 20,895 યુનિટ, હ્યુન્ડાઇ ક્રેટાના 16,898 યુનિટ, મારુતિ સુઝુકી એર્ટિગાના 16,604 યુનિટ, મારુતિ સુઝુકી ગનઆરના 14,710 યુનિટ, મારુતિ સુઝુકી સ્વિફ્ટના 14,200 યુનિટ, મારુતિ સુઝુકી બ્રેઝાના 14,100 યુનિટ, મહિન્દ્રા સ્કોર્પિયોના 13,800 યુનિટ, મારુતિ સુઝુકી ફ્રન્ટએક્સના 12,900 યુનિટ, ટાટા નેક્સનના 12,855 યુનિટ અને મારુતિ સુઝુકી બલેનોના 12,600 યુનિટ વેચાયા હતા. આ યાદીમાંથી ટાટા પંચ ગાયબ જોવા મળી હતી.
મારુતિ ડિઝાયરની ડિઝાઇન અને વેરિઅન્ટ્સ
Best Cars July 2025: નવી ડિઝાયર તેના ફ્રન્ટ બમ્પર, હોરિઝોન્ટલ ડીઆરએલ સાથે સ્ટાઇલિશ એલઇડી હેડલાઇટ્સ, હોરિઝોન્ટલ સ્લેટ્સ સાથે પહોળી ગ્રિલ અને ફરીથી ડિઝાઇન કરાયેલ ફોગ લેમ્પ હાઉસિંગ સાથે અલગ લુકમાં દેખાય છે. તેનું સિલુએટ પાછલા મોડેલ જેવું જ રહે છે. અન્ય સુવિધાઓમાં શાર્ક ફિન એન્ટેના, બુટ લિડ સ્પોઇલર અને ક્રોમ સ્ટ્રીપ દ્વારા જોડાયેલ Y-આકારની LED ટેલલાઇટ્સનો સમાવેશ થાય છે. તે LXi, VXi, ZXi અને ZXi પ્લસ વેરિઅન્ટ્સમાં લોન્ચ કરવામાં આવશે.
મારુતિ ડિઝાયરના ફિચર્સ
ડીઝાયરના અંદરના ભાગમાં બેજ અને કાળા થીમ અને ડેશબોર્ડ પર આર્ટિફિશીયલ વુડ પર છે. તેમાં એનાલોગ ડ્રાઇવર ડિસ્પ્લે, ક્રુઝ કંટ્રોલ, એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો માટે વાયરલેસ સુસંગતતા સાથે 9-ઇંચ ટચસ્ક્રીન, પાછળના વેન્ટ્સ સાથે એર કન્ડીશનીંગ અને સિંગલ-પેન સનરૂફ જેવી સુવિધાઓ મળે છે. મારુતિ સુઝુકીની સુધારેલી કોમ્પેક્ટ સેડાનમાં પાછળના પાર્કિંગ સેન્સર, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), 6 એરબેગ્સ (સ્ટાન્ડર્ડ) અને 360-ડિગ્રી કેમેરા સહિત ઘણી સલામતી સુવિધાઓ છે.
મારુતિ ડિઝાયરનું એન્જિન અને સલામતી
મારુતિ ડિઝાયરમાં 1197cc, ત્રણ-સિલિન્ડર Z-સિરીઝ પેટ્રોલ એન્જિન છે, જે 82hp પાવર અને 112Nm ટોર્ક જનરેટ કરે છે. આ યુનિટ 5-સ્પીડ મેન્યુઅલ અથવા ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન (AMT) સાથે ઉપલબ્ધ છે. કંપનીનો દાવો છે કે તેના AMT વર્ઝનની ARAI-રેટેડ ઇંધણ કાર્યક્ષમતા 25.71Kmpl છે. જ્યારે તેના MT વર્ઝનની ARAI-રેટેડ ઇંધણ કાર્યક્ષમતા 24.79Kmpl છે. તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 6.84 લાખ રૂપિયા છે. તેને ગ્લોબલ NCAP અને ભારત NCAPમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ પણ મળ્યું છે.


